ETV Bharat / state

Electric charging station: અમદાવાદ શહેરમાં બનશે 100 જેટલા ઈ ચાર્જીંગ સ્ટેશન

author img

By

Published : Apr 22, 2022, 8:42 PM IST

Electric charging station: અમદાવાદ શહેરમાં બનશે 100 જેટલા ઈ ચાર્જીંગ સ્ટેશન
Electric charging station: અમદાવાદ શહેરમાં બનશે 100 જેટલા ઈ ચાર્જીંગ સ્ટેશન

અમદાવાદ શહેરમાં AMC દ્વારા આગામી( Electric charging station)સમયમાં 100 જેટલા ઈ ચાર્જીંગ સ્ટેશન ઊભા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ આઝાદીના 75માં મહોત્સવ (Azadi Ka Amrut Mahotsav)દરમિયાન શહેરમાં 109થી વધારે તળાવ આવેલા છે. જેમાંથી 75 તળાવ નક્કી કરીને તે તળાવને ડેવલપ કરવામાં આવશે. અમદાવાદના હેરિટેજ સ્થળો પર દબાણ જોવા મળી રહ્યું છે. તેને દુર કરવામાં આવશે.

અમદાવાદ: ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે. ત્યારે હવે લોકો ઇલેટ્રિક વાહનો ખરીદવા પર ભાર આપી રહ્યા છે. અમદાવાદ શહેરમાં આગામી સમયમાં 100 જેટલા ઈ ચાર્જીંગ સ્ટેશન ઊભા( Electric charging station) કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં( Ahmedabad Municipal Corporation )આગમી સમયમાં 58 જેટલા ઈ ચાર્જીંગ સ્ટેશન ઊભા થશે. ટોરેન્ટ પાવર સાથે વાટાઘાટ ચાલુ છે. શહેરના 75 તળાવને ડેવલોપ કરવામાં આવશે. અમદાવાદ હેરિટેજ જગ્યા દબાણ દૂર કરવા માટે નોટિસ પાઠવવામાં આવશે.

AMC

આ પણ વાંચોઃ E rickshaw at Gujarat University Campus : ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં ફરવા ઈ રિક્ષાનો લાભ મળશે

ઇ ચાર્જીંગ સ્ટેશન સ્થાપવાની ટેન્ડર પ્રકિયા ચાલુ - સ્ટેન્ડિંગ કમિટીએ ચેરમેન હિતેશ બારોટ જણાવ્યું હતું કે આ વર્ષના બજેટમાં 300થી વધુ જગ્યા પર ચાર્જીંગ સ્ટેશન બનાવવાની જોગવાઈ કરવામાં આવી હતી. પરંતુ હાલ તે ઈ ચાર્જીંગ બનાવવાની ટેન્ડર પ્રકિયા ચાલી રહી છે. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં હાલમાં 100 ચાર્જીંગ સ્ટેશન બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાંથી 58 જેટલી જગ્યા પર ચાર્જીંગ સ્ટેશન ( Electric charging station)સ્થાપવા માટે ટોરેન્ટ પાવર જોડે વાતચીત કરવામાં આવી રહી છે. આ નિર્ણય આવે પછી તરત જ જગ્યા નક્કી જે જગ્યા પર પાવર ઉપલબ્ધ હશે. તે જગ્યા પર ઇ ચાર્જીંગ ઊભા કરવામાં આવશે.

આ પણ વાંચોઃ PPP Model Surat: PPP મોડલ પર સાર્વજનિક ચાર્જિંગ સ્ટેશન માટે સુરત મનપા આપશે જગ્યા, વસૂલશે આટલો ચાર્જ

શહેરના 75 તળાવ ડેવલપ કરવામાં આવશે - વધુમાં જણાવ્યું હતું કે ભારતના વડાપ્રધાનના આદેશ અનુસાર આઝાદીના 75માં મહોત્સવ (Azadi Ka Amrut Mahotsav)દરમિયાન શહેરમાં 109થી વધારે તળાવ આવેલા છે. જેમાંથી 75 તળાવ નક્કી કરીને તે તળાવને ડેવલપ( Heritage Sites of Ahmedabad)કરવામાં આવશે. જો આ તળાવમાં વચ્ચે વરસાદી પાણી લાઈન આવતી હશે તો તેને ડાયવર્ડ કરવામાં આવશે. અમદાવાદ શહેર ભારતનું પ્રથમ હેરિટેજ સિટી છે. ત્યારે અમદાવાદના હેરિટેજ સ્થળો પર દબાણ જોવા મળી રહ્યું છે. ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના નિર્ણય કરવામાં આવ્યો છે કે જે હેરિટેજ જગ્યા પર દબાણ કરવામાં આવ્યું છે. તે લોકોને નોટિસ આપવામાં અને ત્યારે બાદ દબાણ હટાવવામાં નહિ આવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.