ETV Bharat / state

સબસલામતની વાત કરતી સરકારના રાજમાં ગુજરાતની મહિલાઓ અસલામત, કૉંગ્રેસે કર્યા પ્રહાર

author img

By

Published : Dec 24, 2022, 11:49 AM IST

રાજ્યમાં દિવસેને દિવસે ગુનાખોરીની સંખ્યા સતત વધી રહી છે. આવું કહેવું છે ગુજરાત કૉંગ્રેસનું. કૉંગ્રેસના પ્રવક્તાએ રાજ્યમાં મહિલા સુરક્ષાની (Women Security in State) વાત કરતી ગુજરાત સરકાર સામે આકરા પ્રહાર (Crime rate increased in Gujarat ) કર્યા હતા. સાથે જ ગુનાખોરીના (Rape Cases in Gujarat) આંકડાઓ મીડિયા સમક્ષ રજૂ કર્યા હતા.

સબસલામતની વાત કરતી સરકારના રાજમાં ગુજરાતની મહિલાઓ અસલામત, કૉંગ્રેસે કર્યા પ્રહાર
સબસલામતની વાત કરતી સરકારના રાજમાં ગુજરાતની મહિલાઓ અસલામત, કૉંગ્રેસે કર્યા પ્રહાર

કૉંગ્રેસ પ્રવક્તાએ કર્યા આક્ષેપ

અમદાવાદ ગુજરાતમાં દિવસેને દિવસે ક્રાઈમ વધી રહ્યો છે, જેમાં ખાસ કરીને મહિલા ઉપર ખૂબ જ અત્યાચાર થઈ (Gujarat Congress alleges Government of Gujarat) રહ્યો છે. તેવામાં હવે મહિલા સુરક્ષા મામલે કૉંગ્રેસે (Women Security in State) આક્ષેપો કર્યા છે. ગુજરાતમાં સબસલામતના દાવા થઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં 3,796 દુષ્કર્મની ઘટના (Rape Cases in Gujarat) બની છે. આમાં 63 ગેંગરેપની ઘટના બનવા પામી છે. તેને લઇને ગુજરાત કૉંગ્રેસે 27 વર્ષના ભાજપશાસન પર સવાલ ઉઠાવ્યા છે.

2021માં અમદાવાદમાં દુષ્કર્મની ફરિયાદ ગુજરાતમાં ન માત્ર આર્થિક પણ મહિલાઓ પર થતા દુષ્કર્મ અને જાતીય સતામણીના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદની વાત કરીએ તો, વર્ષ 2021માં કુલ 614 જેટલી દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. તો સૌથી ચિંતાજનક વાત એ છે કે, ગુજરાતમાં નોંધાયેલા દુષ્કર્મ જેવા ગંભીર (Rape Cases in Gujarat) ગુનાઓમાં કન્વિકશન રેટ એટલે કે, સજાનો દર માત્ર 21 ટકા જ છે. એટલે દર 100 ગુનેગારમાંથી 79 ગુનેગારો પૂરાવા અથવા અન્ય કોઇ કારણસર નિર્દોષ છૂટી જાય છે.

કૉંગ્રેસ પ્રવક્તાએ કર્યા આક્ષેપ ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તા હિરેન બેન્કરે (Hiren Banker Congress Spokesperson) જણાવ્યું હતું કે, મહિલા સુરક્ષા માત્ર બેટી બચાવોના નારા (Gujarat Congress alleges Government of Gujarat) ઉપર સીમિત આ ગુજરાત સરકાર મહિલાઓ પર બનતા ગુનાઓમાં સરકાર નિષ્ફળ ગઈ છે. આ આંકડા વિધાનસભામાં અને NCRB તરફથી રજૂ કરાયા છે. તેને લઇને ગુજરાત કૉંગ્રેસે ભાજપ સરકારના સબસલામતના દાવા પર સવાલ (Gujarat Congress alleges Government of Gujarat) ઉઠાવ્યા છે.

લોકસભામાં થયો ખુલાસો આર્થિક ગુનાઓ પણ ગુજરાતમાં વધી રહ્યા હોવાનો ખૂલાસો લોકસભામાં (Crime rate increased in Gujarat) થયો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 100 કરોડ રૂપિયાથી વધુના સાઈબર ક્રાઇમ થયા છે. વર્ષ 2021માં ગુજરાતમાં સાઈબર ક્રાઇમના કુલ 1536 કેસો નોંધાયા છે. આમાં 1,349 જેટલા આરોપીઓ પકડાયા છે. ગુજરાત પોલીસ હજુ સુધી એક પણ ગુનો સાબિત કરી શકી નથી. આ પરિસ્થિતિમાં સતત આર્થિક ગુનાઓના પ્રમાણ વધી રહ્યા છે. તો ગુજરાત માટે ચિંતાજનક વાત એ પણ છે કે, ગુજરાતના 33 જિલ્લામાં માત્ર 14 જ સાઈબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આવેલા છે. આના કારણે આવા ગુનાઓમાં સજાનો શૂન્ય (Gujarat Congress alleges Government of Gujarat) રહ્યો છે.

નક્કર પગલા લેવા કૉંગ્રેસની માગ એકંદરે વાત કરીએ તો, અત્યાર સુધી ગુજરાત જે વાતનું ગૌરવ લઇ રહ્યું હતું. તે વાત લોકસભામાં રજૂ થયેલા આંકડા અને NCRBના આંકડા પરથી ખોટી સાબિત થઈ રહી છે. આ પરિસ્થિતિમાં રાજ્યના ગૃહપ્રધાન અને ગૃહવિભાગ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે નક્કર પગલાં લે તે જરૂરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.