ETV Bharat / state

Gujarat Budget 2023: ગુજરાત બજેટ 2023માં ક્લાઈમેટ ચેન્જમાં કરવામાં આવી આ મોટી જાહેરાત

author img

By

Published : Feb 24, 2023, 2:10 PM IST

Gujarat Budget 2023: ગુજરાત બજેટ 2023 ક્લાઈમેટ ચેન્જમાં કરી મોટી જાહેરાત
Gujarat Budget 2023: ગુજરાત બજેટ 2023 ક્લાઈમેટ ચેન્જમાં કરી મોટી જાહેરાત

ગુજરાત બજેટ 2023 ક્લાઈમેટ ચેન્જમાં મોટી જાહેરાતો કરવામાં આવી છે. માનવજીવનને બચાવવા માટે પણ સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. જેને લઇને આ બજેટમાં ક્લાઈમેટ ચેન્જ વિભાગ માટે કુલ 937 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

અમદાવાદ: વાતાવરણ બદલાવાના કારણે ધણા નુકશાન થવાની શક્યતાઓ રહી છે. આજના સમયમાં ગરમીની સીઝનમાં ઠંડી લાગે છે તો ઠંડીની સીઝનમાં ગરમી લાગે છે. વાતાવરણનો કોઇ મેળ રહ્યો નથી. જેની અસર માનવજીવન પર પડે છે. ત્યારે સરકાર પણ તેને લઇને ચિંતા કરે છે. આ શરૂઆત પ્રધાનમંત્રીએ કરી હતી જે સમયે તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન હતા.

આ પણ વાંચો Tourism Budget 2023: પ્રવાસન ક્ષેત્રને વેગ, દ્વારકાનું થશે પુન:નિર્માણ, સ્ટેચ્યૂ ઑફ યુનિટીમાં બનશે ડ્રાઈવ ઈન સફારી

ક્લાઈમેટ ચેન્જ એટલે શું: ચોક્કસ વર્ષો દરમિયાન હવામાનમાં થતા સરેરાશ ફેરફારને ક્લાઈમેટ ચેન્જ તરીકે ઓળખવામાં આવે છે. જેની પાછળ પ્રદૂષણથી લઈને પ્લાસ્ટિકના ઉપયોગ સુધીના મોટાભાગના પાસાઓ જવાબદાર હોય છે. ક્લાઈમેટ ચેન્જ વિભાગ અંતર્ગત રાજ્યના નગર જેવા કે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગરને લો કાર્બન અર્બન ડેવલોપમેન્ટ કોન્સેપ્ટ હેઠળ વિકાસના પંથે લઈ જવાનો લક્ષ્યાંક છે. પર્યાવરણનું રક્ષણ કરવા માટે આગળ આવેલા લોકોનું સન્માન વધે તે હેતુથી પર્યાવરણ હીરો નામથી સરકારે એક એવોર્ડ શરૂ કરવાનું પણ એલાન કર્યું હતું.

નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ પ્રસ્તાવ મુકયો હતો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે તે સમયે ગુજરાતના મુખ્યપ્રધાનના પદે હતા. એ સમયે સૌપ્રથમ વખત ક્લાયમેટ ચેન્જનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2009માં નરેન્દ્ર મોદીએ ક્લાયમેટ ચેન્જને ગંભીર મુદ્દો માની એક અલગથી વિભાગ શરૂ કરવામાં આવ્યો હતો. આ એ સમયની વાતે છે જયારે મોદી ગુજરાતના મુખ્યપ્રધાનના પદે હતા. ત્યારે બજેટમાં સતત આ મુદ્દાને પ્રાધાન્ય આપીને બજેટમાં ખાસ એવો વધારો સૂચવ્યામાં આવ્યો હતો.ગયા વર્ષની વાત કરવામાં આવે તો આ વિભાગને રુપિયા 910 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. દુનિયાના મોટાભાગના દેશો કલાઈમેટ ચેન્જની માઠી અસરનો સામનો કરી રહ્યા છે એવામાં સાવચેતીના ભાગરૂપે નરેન્દ્ર મોદીએ આ બાબત પર પૂરતું ધ્યાન આપીને એલર્ટ મોડ પર પગલાં લેવાના શરૂ કર્યા હતા. ત્યાર બાદ વિજય રુપાણી અને હવે ભુપેન્દ્ર પટેલ સરકાર શાસનમાં પણ આગળ વધારવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો Gujarat Budget 2023: સાગરખેડુઓને મોટી રાહત, સરળતાથી મળશે ટૂંકા મુદતનું ધિરાણ

આ વર્ષના બજેટમાં ક્લાઇમેટ ચેન્જ લઇ જાહેરાત: ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે કુલ 937 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. કલાઇમેટ ચેન્‍જના કારણે વિવિધ ક્ષેત્રોમાં ઉત્પન્ન થયેલ પડકારોને પહોંચી વળવા સરકાર આયોજનબદ્ધ રીતે કાર્ય કરી રહી છે. તાજેતરમાં ભારત સરકારનાં નીતિ આયોગ દ્વારા જાહેર થયેલ ક્લાઇમેટ અને એનર્જી ઇન્ડેક્ષમાં ગુજરાતને પ્રથમ ક્રમ આપવામાં આવેલ છે. રિન્યુએબલ ઊર્જા સ્ત્રોતોનો વિકાસ કરી રાજ્યે 19 હજાર મેગાવોટની ક્ષમતા સ્થાપિત કરી દેશના અગ્રગણ્ય રાજયોમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કરેલ છે 4 લાખ ઉપરાંત ઘરોમાં સોલર રૂફટોપ સ્થાપી 2300 મેગાવોટની ક્ષમતા સાથે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે. આ યોજના માટે `824 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 10 હજાર વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રિક દ્વિચક્રી વાહન ખરીદવાની સહાય માટે 12 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આગામી પાંચ વર્ષમાં રાજ્યની તમામ ગ્રામ પંચાયતોમાં સ્મશાનગૃહોને સુધારેલ સ્મશાનભઠ્ઠી યોજના હેઠળ આવરી લેવામાં આવશે. આ યોજના માટે 7 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગૌશાળાઓ તથા અન્ય સંસ્થાઓમાં બાયોગેસ પ્લાન્ટની સ્થાપના માટે6 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.