ETV Bharat / state

Gujarat Budget 2023: સાગરખેડુઓને મોટી રાહત, સરળતાથી મળશે ટૂંકા મુદતનું ધિરાણ

author img

By

Published : Feb 24, 2023, 1:18 PM IST

ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રના બીજા દિવસે આજે (શુક્રવારે) નાણા પ્રધાન કનુ દેસાઈએ વર્ષ 2023-24 માટેનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં મત્સ્યોદ્યોગ વિભાગ માટે વિવિધ જોગવાઈ કરવામાં આવી છે.

Budget 2023: સાગરખેડુઓને મોટી રાહત, સરળતાથી મળશે ટૂંકા મુદતનું ધિરાણ
Budget 2023: સાગરખેડુઓને મોટી રાહત, સરળતાથી મળશે ટૂંકા મુદતનું ધિરાણ

અમદાવાદઃ 15મી ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રના બીજા દિવસે નાણા પ્રધાન કનુ દેસાઈએ બજેટ રજૂ્ કર્યું હતું. નાણા પ્રધાને જણાવ્યું હતું કે, નવા મત્સ્યબંદરોના વિકાસ તેમ જ હયાત મત્સ્યકેન્‍દ્રોના આધૂનિકીકરણ અને નિભાવ માટે 640 કરોડની જોગવાઈ. સાગરખેડુઓને ડીઝલ વેટ રાહત તેમ જ પેટ્રોલ પર સહાય માટે 453 કરોડની જોગવાઈ. પ્રધાનમંત્રી મત્સ્યસંપદા યોજના હેઠળ મત્સ્યોદ્યોગના સર્વાંગી વિકાસ માટે 155 કરોડની જોગવાઈ. જ્યારે દરિયાઈ, આંતરદેશીય અને ભાંભરા પાણી આધારિત મત્સ્યોદ્યોગના વિકાસ માટે 117 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Budget 2023: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 15182 કરોડની જોગવાઈ

સહકારઃ નાણા પ્રધાને ઉમેર્યું હતું કે, ખેડૂતો, પશુપાલકો અને સાગરખેડુઓને કિસાન ક્રેડિટ કાર્ડ મારફત અપાતા 3 લાખ સુધીના ટૂંકી મુદતનું પાક ધિરાણ પર વ્યાજ સહાય પેટે 1,270 કરોડની જોગવાઈ, પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓના કોમ્પ્યુટરાઇઝેશન તેમજ સાધન સહાય માટે 124 કરોડની જોગવાઈ, બજાર સમિતિઓમાં વેરહાઉસ બનાવવા સહાય માટે 38 કરોડની જોગવાઈ, કિસાન કલ્પવૃક્ષ યોજના હેઠળ બજાર સમિતિઓમાં માળખાગત સુવિધાઓ સુદ્રઢ કરવા 23 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે તાલુકા અને જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘોના વિવિધ પ્રોજેક્ટ માટે કેપિટલ સહાયની યોજના અંતર્ગત 3 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Budget 2023: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 15182 કરોડની જોગવાઈ

રસ્તાનો વિકાસઃ ગ્રામ્ય વિસ્તારના તથા સમુદ્ર કિનારે આવેલા દરિયા કિનારાના વિસ્તારોના વિકાસ હેતુ રસ્તાઓ માટે કરોડો રૂપિયાની જોગવાઈ જાહેર કરવામાં આવી છે. કચ્છ બનાસકાંઠાને જોડતી ઘડુલી સાંતલપુર હાઈવે માટે 401 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ મુંબઈની બુલેટ ટ્રેન હતું 200 કરોડની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે કિમ માંડવી હાઈવે માટે 200, સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે 140 કરોડ, ટુરિસ્ટ સર્કિટ હાઈવે માટે 605 કરોડ, પરિક્રમા પથના બાંધકામ હેતું 500 કરોડ રૂપિયાનું એલાન કરવામાં આવ્યું છે. આ તમામ રસ્તાઓ સારી રીતે કાર્યરત થઈ જતા માછીમારોને મોટી ક્નેક્ટિવિટી મળી રહેવાની છે. ખાસ કરીને કિનારાના પ્રદેશથી મહાનગર તરફ જવા માટેના રસ્તાઓ સારા બની જતા ઓછા સમયમાં સારી રીતે મહાનગર સુધી પહોંચી શકાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.