ETV Bharat / state

Gujarat Assembly Election 2022 આ વખતે ચુંટણીના જામફળ કોણ ખાશે ધોળકામાં

author img

By

Published : Nov 2, 2022, 4:19 PM IST

Updated : Nov 2, 2022, 7:19 PM IST

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના (Gujarat Assembly Election 2022) દિવસો બાકી રહ્યા છે, ત્યારે ETV Bharat આપને ગુજરાતી તમામ વિધાનસભા બેઠકો વિશે માહિતી આપી રહ્યું છે. જેમાં દરેક બેઠકનું મહત્વ, VIP ઉમેદવાર અને શા કારણે વિધાનસભા બેઠકની ઓળખે છે. એવી તમામ માહિતી આપના સુધી પહોંચાડીએ છીએ, ત્યારે આજે જાણો અમદાવાદના ધોળકા વિધાનસભા (Dholka assembly seat) બેઠક વિશે.

Gujarat Assembly Election 2022 આ વખતે ચુંટણીના જામફળ કોણે ખાશે ધોળકામાં
Gujarat Assembly Election 2022 આ વખતે ચુંટણીના જામફળ કોણે ખાશે ધોળકામાં

અમદાવાદ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે થોડા દિવસોમાં જ ચૂંટણીની જાહેરાતો થઈ શકે છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને લઈને તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં આ વખતે ઘણા બધા રાજકીય સમીકરણો બદલાયા છે, ત્યારે વિધાનસભા ચૂંટણીમાં તમામ બેઠકોનું અલગ અલગ મહત્વ રહેલું છે, ત્યારે અમદાવાદની ધોળકા વિધાનસભ બેઠક પર કોનું પડલું છે ભારે આવો જોઈએ. (Ahmedabad assembly seat)

ધોળકા વિધાનસભની ડેમોગ્રાફી ગુજરાત વિધાનસભાની અમદાવાદની ધોળકા બેઠક વિધાનસભાએ ભાલ પંથક વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તારમાં ડાંગ અને ઘઉં માટે પ્રખ્યાત છે. ધોળકાના જામફળ પ્રખ્યાત છે. ધોળકાના ભાજપના ધારાસભ્ય ભુપેન્દ્રસિંહ ચુડાસમા રાજ્ય સરકારના શિક્ષણપ્રધાનના પદ પર રહીને કામ કર્યું છે. તો બીજી તરફ વિધાનસભાની વાત કરવામાં આવે તો સમગ્ર ધોળકા તાલુકો તેમજ બાવળા તાલુકાના પણ અંદાજિત 12 જેટલા ગામો આ વિધાનસભા બેઠકમાં ઉમેરવામાં આવ્યા છે. (Dholka assembly seat)

મતદારોની સંખ્યા
મતદારોની સંખ્યા

આ બેઠક પર મતદારોની સંખ્યા ધોળકા વિધાનસભા બેઠક ઉપર મતદારોની સંખ્યાની વાત કરીએ તો 2012 પ્રમાણે મતદારોની સંખ્યા કુલ 1,42,961 હતી. જેમાં પુરુષો મતદારોની સંખ્યા 78014 અને મહિલા મતદારોની સંખ્યા 69 947 જેટલી છે. જ્યારે 2017 પ્રમાણે મતદારોની કુલ સંખ્યા 1,59,917 છે. જેમાં પુરુષ મતદારોની સંખ્યા 78,475 અને મહિલા મતદારોની સંખ્યા 72,469 જેટલી હતી. (Dholka Assembly Candidates)

2017ના પરિણામો
2017ના પરિણામો

2012 તેમજ 2017ના પરિણામો 2012 વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ તરફથી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને ટિકિટ આપવામાં આવી હતી. જ્યારે કોંગ્રેસમાંથી પ્રદ્યુમન સિંહ ચાવડાને. જેમાં ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને 18,000થી વધુથી કોંગ્રેસે વિજય મેળવ્યો હતો. 2017 વિધાનસભા ચૂંટણીના પરિણામની વાત કરવામાં આવે તો, ભાજપમાંથી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને કોંગ્રેસમાંથી અશ્વિન રાઠોડને ટિકિટ આપવામાં આવી હતી. જેમાં કોંગ્રેસમાંથી અશ્વિન રાઠોડને 71203 મત મળ્યા હતા. જ્યારે ભાજપના નેતા ભુપેન્દ્રસિંહ ચુડાસમાને 71530 મત મળ્યા હતા. જેમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા માત્ર 327 મતથી જ વિજય મેળવી શક્યા હતા. (Dholka Assembly seat History)

આ બેઠક પર ખાસિયતો
આ બેઠક પર ખાસિયતો

આ બેઠક પર ખાસિયતો ધોળકા વિધાનસભાના વિસ્તારની ખાસિયતો જોઈએ તો, ધોળકા વિધાનસભામાં ઐતિહાસિક મીનળદેવી દ્વારા બંધાયેલું મુનસર તળાવ આવેલું છે. પાંડવોના કાળમાં ભીમનું રસોડું પણ અહીં આવેલું છે. ધોળકાના જામફળ પણ પ્રખ્યાત છે. આ સાથે જ ધોળકાએ ભાલ પંથક તરીકે પણ ઓળખાય છે. તેમજ 2017ની ચૂંટણીમાં ધોળકા વિધાનસભાનો માહોલ અલગ પ્રકારે જોવા મળી આવ્યો હતો. તે સમયે ગુજરાતમાં પાટીદાર આંદોલન મોટા પ્રમાણમાં ચાલ્યું હતું. જે 2017ની ચૂંટણીમાં ભાજપ માટે મોટો પડકાર હતો. તે સમયે ધોળકામાં દલિતો જમીનના અધિકાર માટે લઈને પણ આંદોલન થયું હતું. આંદોલનની આગેવાની જીગ્નેશ મેવાણીએ લીધી હતી. જેનું પરિણામ ક્યાંકને ક્યાંક 2017ની ચૂંટણીમાં ભાજપને મળ્યું હતું. (Dholka Assembly seat BJP)

ધોળકા બેઠક પરનો વિવાદ કોર્ટમાં પૂર્વ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું ધારાસભ્ય પદ કોર્ટ કેસમાં ગુંચવાયું હતું. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ સામે આંગળી વેઢે ગણી શકાય તેટલ મતો હતા. કોંગ્રેસને આ જીત હાઇકોર્ટમાં પડકારી હતી. અશ્વિન રાઠોડ ફરિયાદ કરતા જણાવ્યું હતું કે 429 જેટલા બેલેન્સ પેપર કે જેમાં મોટાભાગના તેમની તરફમાં મત હતા. તેને ધ્યાનમાં લેવામાં આવ્યા ન હતા. ચૂંટણી પંચના નિયમ પ્રમાણે EVMની ગણતરી પહેલા બેલેન્સ પેપરની ગણતરી કરવી જોગવાઈ છે. તેને બાજુમાં મૂકીને સીધા EVMની ગણતરી કરી દેવામાં આવી હતી. તો બીજી તરફ ચૂંટણીપંચે પણ સ્વીકાર્યું હતું કે, ધોળકા બેઠકની મતગણતરીમાં થઈ છે અને તેને ગુજરાત સરકારને ધોળકાના રિટરિંગ ઓફિસર ધવલ જાની અને IAS વનિતા બોહરાને સામે સખત પગલાં લેવા પણ જણાવ્યું હતું. (Dholka Assembly seat Congress)

ધોળકા વિધાનસભાની સમસ્યા
ધોળકા વિધાનસભાની સમસ્યા

ધોળકા વિધાનસભાની સમસ્યા ધોળકા વિધાનસભા બેઠકની સમસ્યાની વાત કરવામાં આવે તો, ખાસ કરીને ખેડૂતોને વાવણી લાયક વરસાદ ન થતા નર્મદા પાણીની જરૂરિયાત ખૂબ ઉભી થાય છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ ખેડૂતોને યોગ્ય પ્રમાણમાં સિંચાઈ માટે પાણી મળતું નથી. જ્યારે ધોળકા શહેરમાં ઉપરત ગટરોમાં રસ્તાઓ અને ટ્રાફિકની સમસ્યાઓ જોવા મળી રહી છે. ગામડાઓના કેટલાક રસ્તાઓ પણ બિસ્માતમાં જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ લોકોની માંગ છે કે, ગટરના પાણી ઉભરાવાની સમસ્યાઓ, રખડતા ઢોર, બસ સ્ટેન્ડ પાસે ટ્રાફિકની સમસ્યા, અમદાવાદથી અપડાઉન કરતા લોકોને પણ સમયસર સરકારી બસનો લાભ મળી રહે. રસ્તાનો સમારકામ કરવામાં આવે ગામડાથી મુખ્ય શહેરમાં જવા માટે પણ બસની સગવડતા મળી રહે. તેવી મુખ્ય માંગો છે. (Gujarat Assembly Election 2022)

શ્રેષ્ઠ ધારાસભ્યો એવોર્ડ ગુજરાત વિધાનસભા તરફથી 2019 અને 2020 ની કામગીરી માટે ધોળકા જ વિધાનસભાના ધારાસભ્ય ભુપેન્દ્રસિંહ ચુડાસમાને શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. જેમને પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિતનીની આગેવાનોમાં તેમને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Last Updated : Nov 2, 2022, 7:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.