ETV Bharat / state

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તાએ ભાજપ અને આપ પર લગાવ્યા ગંભીર આક્ષેપો

author img

By

Published : Oct 30, 2022, 6:02 PM IST

Updated : Oct 30, 2022, 6:18 PM IST

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તાએ ભાજપ અને આપ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તાએ ભાજપ અને આપ પર લગાવ્યા ગંભીર આક્ષેપો

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્માએ વડાપ્રધાન પર આકરા પ્રહારો કર્યા હતા(CNS Alok Sharma targeted Prime Minister). તેમને કહ્યું કે, વડાપ્રધાન સરકારના પૈસે ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા છે. ગુજરાતમાં 60 ટકાથી વધુ ભાજપના ઉમેદવારો પોતાની પાર્ટીથી નારાજ જોવા મળી રહ્યા છે(BJP candidates upset with their own party). ભાજપને પોતાનો હારનો ડર દેખાતો હોવાથી પોતાની બી ટીમ પણ ચૂંટણી પ્રચારમાં ઉતારી છે.

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ(Gujarat Assembly Election 2022 ) હવે ગમે તે ઘડીએ જાહેર થઈ શકે છે. તમામ રાજકીય પાર્ટીઓએ પણ ચૂંટણી પ્રચારનો પણ ધમધમાટ શરૂ કરી દિધો છે. આમ આદમી પાર્ટી(Aam Aadmi Party) અને ભાજપના(Bharatiya Janata Party) કેન્દ્રના નેતાઓ પણ ગુજરાતમાં આવીને પ્રચાર કરી રહ્યા છે. કોંગ્રેસ(Congress ) દ્વારા પણ પરિવર્તન સંકલ્પ યાત્રાની વિવિધ શહેરોમાં શરૂઆત કરી દેવામાં આવી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્માએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા હતા.

ગંભીર આક્ષેપો

વડાપ્રધાન સરકારના પૈસે પ્રચાર કરી રહ્યા છે - કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્માએ કેન્દ્રીય ચૂંટણી કમિશન પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ચૂંટણીની તારીખ કેમ જાહેર કરતા નથી? ઇલેક્શન કમિશનને હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. બંનેની મતગણતરી એક જ દિવસે થવાની છે તેમ છતાં ઇલેક્શન કમિશન દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખ જાહેર કરવામાં આવતી નથી. વડાપ્રધાન મોદી વારંવાર રાજ્યમાં આવીને સરકારી પૈસાથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આ વખતે ભાજપની હાર જોવા મળી રહી છે. જેના કારણે વડાપ્રધાન સતત ગુજરાતમાં આવી રહ્યા છે. ઇલેક્શન કમિશનર અને ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના ઉમેદવારને ચૂંટણી પ્રચાર માટે ઓછામાં ઓછો સમય મળે એટલા માટે ચૂંટણીની તારીખો નક્કી કરતા નથી.

ભાજપના 60 ટકા ઉમેદવાર નારાજ - ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના 50થી 60 ટકા ઉમેદવારોના નામ કપાઈ રહ્યા છે. જેના કારણે ભાજપની અંદર દોડધામ મચી ગઈ છે. ભાજપના નેતાઓમાં પણ નારાજગી જોવા મળી રહી છે. ભાજપને ગુજરાતમાં હાર દેખાઈ રહી હતી, જેના કારણે મંત્રીમંડળ અને મુખ્યપ્રધાન બદલી નાખવામાં આવ્યા હતા. હવે ઉમેદવારો નક્કી કરવામાં આવી રહ્યા છે, જેમાં 50થી 60 ટકા ઉમેદવારોના નામ કપાવવાની સંભાવના છે.

મોંઘવારી પર ભાજપ મૌન - વધું પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોંઘવારી અને ભ્રષ્ટાચાર વિશે કેમ વાત કરતા નથી. ભારતના રીન્યુઅલ એનર્જી જે ટાર્ગેટ હતો તે આજે ચાર વર્ષ કેમ પાછળ છે. ગુજરાતમાં સોલર પર સબસીડી પણ અન્ય રાજ્યોની સરખામણીમાં ઓછી આપવામાં આવે છે. રાજસ્થાનમાં ગત વર્ષે 135.9 મેગાવોટ રીન્યુઅલ એનર્જી ઉત્પાદન કરવામાં આવી હતી, જ્યારે ગુજરાતમાં આજે 104 મેગાવોટ એનર્જી ઉત્પાદન કરી રહ્યું છે.

આપ ભાજપની બી ટીમ - આમ આદમી પાર્ટી પણ પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ભાજપની બે ટીમના નેતાઓ આદિવાસીઓની અંદર છેલ્લા બે દિવસથી ફરી રહ્યા છે. ભારતનું સૌથી વધુ પ્રદુષિત શહેર દિલ્હી છે. ત્યારે તે પોતે દિલ્હીની જનતા સાથે નહિ પરંતુ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના તરફથી પ્રચાર કરી રહ્યા છે. આ વખતે ગુજરાતમાં ભાજપ હારી રહ્યું છે એટલે કોંગ્રેસની મજબૂત પક્ષે ત્યાં ભાજપ પોતાની બી ટીમ ઉતારીને પ્રચાર કરી રહી છે.

Last Updated :Oct 30, 2022, 6:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.