ETV Bharat / bharat

ઘાટકોપર હોર્ડિંગ દૂર્ઘટના, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપીની ઉદયપુરથી કરી ધરપકડ - Ghatkopar hoarding collapse

author img

By ETV Bharat Gujarati Team

Published : May 17, 2024, 10:28 AM IST

મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચે ગુરુવારે ઘાટકોપર હોર્ડિંગ ધ્વસ્ત કેસમાં ઈગો મીડિયાના માલિક ભાવેશ ભીડેની ધરપકડ કરી હતી, મુખ્ય આરોપી ભાવેશ ભીડેની ઉદયપુરથી ધરપકડ કરવામાં આવી છે. Ghatkopar hoarding incident

રુવારે સાંજે 51 વર્ષીય ભાવેશ ભીડેની ધરપકડ કરી હતી
રુવારે સાંજે 51 વર્ષીય ભાવેશ ભીડેની ધરપકડ કરી હતી (Etv Bharat gujarat)

મુંબઈ: મુંબઈના ઘાટકોપર ઈસ્ટના પંત નગરમાં હોર્ડિંગ દુર્ઘટના મામલે ત્રણ દિવસ બાદ મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ગુરુવારે સાંજે 51 વર્ષીય ભાવેશ ભીડેની ધરપકડ કરી હતી. આપને જણાવી દઈએ કે આ દુર્ઘટનામાં 16 લોકોના મોત થયા છે અને લગભગ 74 લોકો ઘાયલ થયા છે.

મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપી ભાવેશ ભીડેની ઉદયપુરથી ધરપકડ કરી
મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપી ભાવેશ ભીડેની ઉદયપુરથી ધરપકડ કરી (ETV bharat gujarat)

આરોપીની ધરપકડ: મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચે ગુરુવારે ઘાટકોપર હોર્ડિંગ ધ્વસ્ત કેસમાં ઈગો મીડિયાના માલિક ભાવેશ ભીડેની ધરપકડ કરી હતી. મુંબઈ પોલીસે જણાવ્યું કે, મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપી ભાવેશ ભીડેની ઉદયપુરથી ધરપકડ કરી છે, અને તેને મુંબઈ લાવી રહ્યા છે. પોલીસે જણાવ્યું કે, મુંબઈના ઘાટકોપરમાં હોર્ડિંગ્સ ધરાશાયી થતાં 16 લોકોના મોત થયા હતા અને લગભગ 75 લોકો ઘાયલ થયા હતા.

ઘાટકોપર હોર્ડિંગ ધ્વસ્ત કેસ
ઘાટકોપર હોર્ડિંગ ધ્વસ્ત કેસ (ETV bharat)

બચાવ કામગીરી પૂર્ણ: ઘાટકોપરમાં હોર્ડિંગ તૂટી પડવાની ઘટના પર શોક વ્યક્ત કરતા, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) કમિશનર ભૂષણ ગાગરે ગુરુવારે કહ્યું કે, આ એક દુ:ખદ ઘટના છે અને બચાવ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. ગગરાણીએ કહ્યું કે, આ દુ:ખદ ઘટનામાં 16 લોકોના મોત થયા છે, અન્યને બચાવવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ. હાલ બચાવ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. અહીં એક સક્રિય પેટ્રોલ પંપ હોવાથી અમારે બચાવ કાર્યમાં વધારે સમય લાગ્યો'.

ઘટનાની જવાબદાર જાહેરાત એજન્સી: અગાઉ મુંબઈ પોલીસે પંતનગર પોલીસ સ્ટેશનમાં માલિક ભાવેશ ભીડે અને અન્યો વિરુદ્ધ IPC 304, 338, 337 અને 34 હેઠળ કેસ નોંધ્યો હતો. 13 મેના રોજ, મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં ભારે પવન વચ્ચે એક મોટું હોર્ડિંગ તૂટી પડ્યું હતું, જેમાં 16 લોકોના મોત થયા હતા અને લગભગ 75 લોકો ઘાયલ થયા હતા. ભાવેશ ભીડે ઘાટકોપરમાં પડેલા હોર્ડિંગ્સ ઉભા કરવા માટે જવાબદાર જાહેરાત એજન્સી અને હોર્ડિંગ કંપની ઈગો મીડિયાના ડિરેક્ટર છે, તેમની ધરપકડ કરવામાં આવી છે.

  1. ઘાટકોપર હોર્ડિંગ દૂર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 16 થયો, કારમાંથી પત્ની સહિત વરિષ્ઠ અધિકારીની લાશ મળી - Ghatkopar accident update
  2. રાજકોટમાં હોર્ડિંગ્સ કેટલા જોખમી અને તંત્રએ આ દિશામાં કયાં પગલાં ભર્યા છે ? જાણો ETV BHARATના રિયાલિટી ચેકમાં - Rajkot Hoardings Issue
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.