ETV Bharat / state

Power Generation : સરકારી વીજ કંપની ઉત્પાદન સામે ખાનગી કંપનીઓને ફાયદો કરાવવાનો સરકારનો ખેલ : કોંગ્રેસ

author img

By

Published : Apr 28, 2023, 4:56 PM IST

Power Generation : સરકારી વીજ કંપની ઉત્પાદન સામે ખાનગી કંપનીઓને ફાયદો કરાવવાનો સરકારનો ખેલ : કોંગ્રેસ
Power Generation : સરકારી વીજ કંપની ઉત્પાદન સામે ખાનગી કંપનીઓને ફાયદો કરાવવાનો સરકારનો ખેલ : કોંગ્રેસ

વીજ ઉત્પાદનને લઈને કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તાએ કહ્યું કે, કોંગ્રેસના સમયમાં 65 ટકા વીજ મથક કાર્યરત હતા હાલ 25થી 35 ટકા ચાલી રહ્યા છે. સરકાર ખાનગી વીજ કંપનીઓને ફાયદો કરવાનો ખેલ કરી રહી હોવાના આક્ષેપ કર્યા છે.

કોંગ્રેસના ભાજપ પર પ્રહાર, ખાનગી વીજ કંપનીને ફાયદો કરવામાં આવી રહ્યો છે

અમદાવાદ : રાજ્યમાં વીજળી ઉત્પાદનને લઈને કોંગ્રેસ દ્વારા સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. જેમાં આક્ષેપ કરતા જણાવ્યું છે કે, સિક્કા થર્મલ પાવર, ઉતરાણ ગેસ પાવર, ધુવારણ ગેસ પાવર ગુજરાત સ્ટેટ એંજીજરિત કંપની તેમજ ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપનીમાં ઉત્પાદન શૂન્ય છે. રાજ્ય સરકાર હસ્તક અન્ય પાવર પ્લાન્ટ 30 ટકાની ક્ષમતા સાથે ચલાવવામાં આવી રહ્યા છે.

કોંગ્રેસના સમયગાળામાં વીજ મથક : કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, સરકાર સરકારી વીજ કંપની ઉત્પાદન સામે ખાનગી કંપનીઓને ફાયદો કરાવવાનો ખેલ કરી રહી છે. હજારો કરોડો રૂપિયાના ભાવે વીજળી ખરીદીને વીજ ગ્રાહકો પાસેથી રૂપિયા વસૂલ કરવામાં આવી રહ્યા છે. વીજળી ઉત્પાદનની દ્રષ્ટિએ થઈ રહેલા દાવાઓ 65 ટકા સુધી તો કોંગ્રેસના સમયમાં જ કાર્યરત હતા, પરંતુ હાલની સ્થિતિએ સરકારી વીજ મથક 25થી 35 ટકા સુધી જ ચાલી રહ્યા છે. કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આજે ભાજપ સરકાર જનતા સાથે કરી રહી છે.

ઇલેક્શન માટે ફંડ : વધુમાં જણાવ્યું હતું કે, વીજળીની ખરીદીમાં ખાનગી કંપનીને છૂટછાટ અને ફાયદો વધારવામાં આવી રહ્યો છે. જો વીજળીમાં ભ્રષ્ટાચાર કરવામાં ન આવતો હોય તો રાજ્ય સરકાર ખાનગી વીજ મથકોમાંથી ખરીદાયેલી ખરીદી અને સરકારી વીજ કંપનીઓના થયેલા વીજ ઉત્પાદન બાબતે શ્વેતપત્ર જાહેર કરવું જોઈએ. પરંતુ પારદર્શક સરકાર આ ખાનગી વીજ કંપનીઓ પાસેથી ઇલેક્શનનું ફંડ મેળવી રહી છે. તેવા ગંભીર આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : Rajkot News : આંબરડી જીવનશાળામાં કિશોર વિદ્યાર્થીને વીજ શોક અપાયો? શંકાસ્પદ ઘટનાને લઇ ગૃહપતિ સામે આક્ષેપો

દેશમાં પાવર પરચેઝ સ્ટેશન નંબર વન : રાજ્યમાં 1,96,886 કરતા વધારે ખેતી વિશેની મેળવવાની અરજી હજુ સુધી પડતર છે. પ્રજાનો હિત નહીં પરંતુ ખાનગી કંપનીઓને હિત પર ભાજપ સરકાર ભરેલી જોવા મળી રહે છે. સરકારી કંપનીઓની વીજ ઉત્પાદન ક્ષમતા ઘટાડીને ખાનગી કંપની પાસેથી 90,000 કરોડની જંગી વીજ ખરીદી કરીને તગડી કમાણી સરકાર કરી રહી છે. વર્ષ 2002થી 2019 દરમિયાન ગુજરાત સરકારે ખાનગી વીજ કંપની અદાણી, ટાટા, એસ્સાર સહિતની કંપનીઓ પાસેથી 90,000 કરોડની જંગી વીજ ખરીદી કરીને ખાનગી વીજ કંપની કરી આપે છે. ગુજરાતમાં ભાજપ સરકારના શાસનમાં ગુજરાત રાજ્ય સરપ્લસ પાવર સ્ટેશન નહીં પણ દેશમાં પાવર પરચેઝ સ્ટેશન નંબર વન બની ગયું છે.

આ પણ વાંચો : Dhoravira Museum Power Cut : વર્લ્ડ હેરિટેજ ધોરાવીરાના મ્યુઝિયમની કપાઇ લાઇટ, કેમ કપાયો વીજ પુરવઠો?

વીજ ઉત્પાદન ક્ષમતામાં ઘટાડો : વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2021-22માં 10,456 કરોડ અને 2022માં 14,058 કરોડની રકમ વીજ કંપનીઓને ફિક્સ કોસ્ટ પેટે ચૂકવવામાં આવી છે. જ્યારે ગુજરાત સરકારે ખાનગી વીજ કંપનીઓને 80,728 કરોડથી વધારે રકમ ચૂકવી છે. સરકારી કરતા ખાનગી વીજ મથકોની વીજ ઉત્પાદન ક્ષમતા 611 ટકા જ્યારે વીજ ઉત્પાદન 11,269 ટકામાં વધારો કર્યો છે. વર્ષ 2001 અને 2002માં સરકારી વીજ મથકોની વીજ ઉત્પાદન ક્ષમતા 4,584 મેગા વોટ હતી. જ્યારે વર્ષ 2017-18માં વીજ ઉત્પાદન ક્ષમતા 5517 મેગા વોટ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.