ETV Bharat / state

ઘાટલોડિયા બેઠક પર ભાજપનાં ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલ વિજય મુહૂર્તમાં ભર્યું ફોર્મ, કેન્દ્રિય ગૃહપ્રધાન જોવા મળશે સાથે

author img

By

Published : Nov 16, 2022, 11:04 AM IST

Updated : Nov 16, 2022, 1:36 PM IST

રાજ્યના મુખ્યપ્રધાન અને ઘાટલોડિયા બેઠક (ghatlodia seat bjp candidate bhupendra patel) પર ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલ આજે ઉમેદવારી નોંધાવી હતી. તેમણે પ્રભાતચોકથી સોલા ભાગવત સુધી રેલી પણ યોજી હતી. તેમની સાથે કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ પણ જોવા મળ્યા હતા.

ઘાટલોડિયા બેઠક પર ભાજપનાં ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલ વિજય મુહૂર્તમાં ભર્યું ફોર્મ, કેન્દ્રિય ગૃહપ્રધાન જોવા મળશે સાથે
ઘાટલોડિયા બેઠક પર ભાજપનાં ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલ વિજય મુહૂર્તમાં ભર્યું ફોર્મ, કેન્દ્રિય ગૃહપ્રધાન જોવા મળશે સાથે

અમદાવાદ શહેરની ઘાટલોડિયા વિધાનસભા બેઠક (ghatlodia seat bjp candidate bhupendra patel)પરથી ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલ આજે 12.39 વાગ્યે વિજય મુહૂર્તે ઉમેદવારી પત્ર ભર્યું હતું. ત્યારે તેમનો ઉત્સાહ વધારવા માટે કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah Union Minister) પણ તેમની સાથે જોવા મળ્યા હતા. ફોર્મ ભરતા પહેલા ભાજપના ઉમેદવારે ઘાટલોડિયાના પ્રભાત ચોકથી સોલા ભાગવત સુધી રેલીનું પણ આયોજન કર્યું હતું.

ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલે યોજી રેલી

કેન્દ્રિય ગૃહપ્રધાને ગજવી સભા આ પ્રસંગે જાહેર સભાને સંબોધતા કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે (Amit Shah Union Minister) જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવી વયસ્થા કરી ને ગયા કે પછી ગુજરાત સતત વિકાસ કરી રહ્યું છે. આજે ગુજરાતમાં શાંતિ અને સલામતી ભાજપે અને ગુજરાતની જનતાએ સ્થાપી છે. ગુજરાતમાં પાકિસ્તાન સાથે જોડાયેલી સરહદ છે, જ્યાંથી ગેરકાયદેસર રીતે ડ્રગ્સ આવતું હતું. આજે ગુજરાતની સરહદ પાર કરતા પહેલા લોકો 10 વખત વિચારે છે.

કાર્યકર્તાઓમાં ઉત્સાહ

ભાજપનું કામ દેખાય છે કેન્દ્રિય ગૃહપ્રધાને (Amit Shah Union Minister) ઉમેર્યું હતું કે, રાજ્યમાં ગામડા તૂટી રહ્યા હતા. બધા શહેર તરફ આવી રહ્યા હતા. કારણ કે, ગામડામાં 7 કલાક વધુ વીજળી આપવામાં આવતી નથી. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસન 24 કલાક વિજળી મળી રહી છે. દેશમાં પ્રથમ વખત ગામડા 24 કલાક વીજળી આપવાનું કામ ભાજપે કર્યું છે. કૉંગ્રેસે દુષ્કાળ વખતે દેખવ કરવા અમદાવાદથી રાજકોટ સુધી પાણી માટે ટ્રેન મોકલી હતી, પરંતુ ભાજપે આજે નર્મદાનું પાણી ઘર ઘર સુધી પહોંચડાયું છે.

Last Updated : Nov 16, 2022, 1:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.