ETV Bharat / state

SIT રીપોર્ટ મુદ્દે મતભેદ બાદ છાત્ર આંદોલન સમેટાઈ રહ્યું હોવાના એંધાણ

author img

By

Published : Dec 7, 2019, 7:05 PM IST

ગાંધીનગર: રાજ્યમાં બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ બાદ પરીક્ષા રદ કરવાની માગ સાથે વિદ્યાર્થીઓ દ્વારા ગાંધીનગરમાં કરવામાં આવેલા ઘેરાવના ચોથા દિવસે છાત્ર આંદોલન સમેટાઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે. છાત્ર આંદોલન નેતા યુવરાજ સિંહ અલગ થઈ જતાં વિધાર્થીઓ અને વિપક્ષ તરફથી પૂરતું સમર્થન નહીં મળતા આંદોલન દમ તોડી રહ્યું હોય તેમ જણાઈ આવે છે.

etv bharat
student protesSIT રીપોર્ટ મુદ્દે મતભેદ બાદ છાત્ર આંદોલન સમેટાઈ રહ્યું હોવાના એંધાણt

સતત ચોથા દિવસે ગાંધીનગરના ઘ-4 સર્કલ ખાતે કરવામાં આવી રહેલા ધરણાના કાર્યક્રમમાં બપોરના 1 વાગ્યા સુધી કોંગ્રેસના કોઈ દિગ્ગજ નેતા ફરકયા નથી. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, હાર્દિક પટેલ, જીગ્નેશ મેવાણી સહિતના નેતાઓ વિદ્યાર્થીઓના સમર્થનમાં આવ્યા હતા. પરંતુ તેના આગલા દિવસે એટલે કે શનિવારે અહીંયા હજી સુધી કોઈ જોવા મળ્યું નથી. બીજી તરફ આંદોલન પણ તૂટી ગયું હોવાથી વિધાર્થીઓની સંખ્યા પણ ખૂબ જ ઘટી રહી છે. બપોરના 1 વાગ્યા સુધીમાં માત્ર 30-40 વિધાર્થીઓ વિરોધ કરતા નજરે ચડ્યાં છે.

SIT રીપોર્ટ મુદ્દે મતભેદ બાદ છાત્ર આંદોલન સમેટાઈ રહ્યું હોવાના એંધાણ
સરકાર દ્વારા સમગ્ર કેસની SIT તપાસની જાહેરાત કરાયા બાદ આંદોલન બે જૂથમાં વહેંચાઈ ગયું છે. જેમાં એક વર્ગ SITનું સમર્થન જ્યારે બીજો તેનો વિરોધ કરતો દેખાય છે. ચોથા દિવસે આંદોલન કરી રહેલા છાત્ર આકાશ કુમારે ઈટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, SIT તપાસ એક લોલીપોપ છે અને તેમને એમાં શંકા લાગતા પરીક્ષા રદ કરવા માટેના ધરણાં જારી રાખ્યા હોવાની વાત કરી હતી.

મધ્યપ્રદેશના વ્યાપમ કૌભાંડ કરતાં પણ ગુજરાત સરકારની ગેરરીતિ વધુ મોટી હોવાનો દાવો કર્યો હતો. જ્યારે શૈલેષ ઠક્કર નામના ખેડૂત આગેવાન જે પહેલા દિવસથી આંદોલનને સમર્થન કરી રહ્યાં છે તેમણે જણાવ્યું હતું કે, યુવરાજસિંહ સરકારના SIT લોલીપોપમાં આવી ગયા છે પરંતુ અમારું આંદોલન યથાવત રહેશે. બીજી તરફ યુવરાજ સિંહે એક વીડિયો અપલોડ કરી જણાવ્યું છે કે, આ ખોટી અફવા છે. કોઈ તેનો ભોગ નહીં બનતા. લોકો પોતાના રોટલા શેકી રહ્યાં છે ત્યારે અમને આશા છે કે, નિર્ણય વિદ્યાર્થીઓના પક્ષમાં આવશે.

Intro:(નોંધ - આ સ્ટોરીના વિસ્યુલ, બાઈટ અને પીટુસી લાઈવ - કીટથી મોકલ્યું છે)


રાજ્યમાં બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ બાદ પરીક્ષા રદ કરવાની માંગ સાથે વિદ્યાર્થીઓ દ્વારા ગાંધીનગરમાં કરવામાં આવેલા ઘેરાવના ચોથા દિવસે છાત્ર આંદોલન સમેટાઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે. છાત્ર આંદોલન નેતા યુવરાજ સિંહ અલગ થઈ જતાં વિધાર્થીઓ અને વિપક્ષ તરફથી પૂરતું સમર્થન ન મળતા આંદોલન દમ તોડી દીધું હોય તેમ જણાઈ આવે છે.Body:સતત ચોથા દિવસે ગાંધીનગરના ઘ-4 ખાતે કરવા કરવામાં આવી રહેલા ધરણાના કાર્યક્રમમાં બપોરના ૧ વાગ્યા સુધી કોંગ્રેસના કોઈ દિગ્ગજ નેતા ફરકયા નથી. ઉલ્લેખનીય છે કે શુક્રવારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા હાર્દિક પટેલ જીગ્નેશ મેવાણી સહિતના નેતાઓ મહેસાણા વિદ્યાર્થીઓના સમર્થનમાં આવ્યા હતા પરંતુ તેના આગલા દિવસે એટલે કે શનિવારે અહીંયા કોઈ જ હાલ સુધી જોવા મળ્યું નથી. બીજી તરફ આંદોલન પણ તૂટી ગયું હોવાથી વિધાર્થીઓ સંખ્યા પણ ખૂબ જ ઘટી રહી છે. બપોરના 1 વાગ્યા સુધીમાં માત્ર 30-40 વિધાર્થીઓ વિરોધ કરતા નજરે ચડ્યાં છે...

સરકાર દ્વારા સમગ્ર કેસની SIT તપાસની જાહેરાત કરતા આંદોલન બે જૂથમાં ફસડાઈ પડ્યું છે જેમાં એક વર્ગ SITનું સમર્થન જ્યારે બીજો તેનો વિરોધ કરતો દેખાય છે... ચોથા દિવસે આંદોલન કરી રહેલા છત્ર આકાશ કુમારે ઇટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે SIT તપાસ એક લોલીપોપ છે અને તેમને એમાં શંકા લગતા પરીક્ષા રદ કરવા માટેના ધરણાં જારી રાખ્યા હોવાની વાત કરી હતી. મધ્યપ્રદેશના વ્યાપમ ઘોટાડા કરતા ગુજરાત સરકારની ગેરરીતિ મોટી હોવાનો દાવો કર્યો હતો...Conclusion:શૈલેષ ઠક્કર નામના ખેડૂત આગેવાન જે પહેલા દિવસથી આંદોલનને સમર્થન કરી રહ્યા છે તેમણે જણાવ્યું હતું કે યુવરાજસિંહ સરકારના SIT લોલીપોપમાં આવી ગયા છે પરંતુ અમારો આંદોલન જારી રહેશે.. બીજી તરફ યુવરાજ સિંહ એક વીડિયો અપલોડ કરી જણાયું છે કે ખોટી અફવા બને છે.તેને બનવા દેજો અને કોઈનો ભોગ ન બનતા. લોકો પોતાના રોટલા શેકી રહ્યાં છે ત્યારે અમને આશા છે કે નિર્ણય પોઝિટિવ આવશે ...

બાઈટ - આકાશ કુમાર, વિધાર્થી, CUG, ગાંધીનગર

શૈલેષ ઠક્કર - આગેવાન, છાત્ર આંદોલન, ગાંધીનગર


ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.