ETV Bharat / state

H3N2 Virus: શહેરના CHC અને PHC કેન્દ્રોમાં હવે રોજના 500 નહીં પણ 1,000 કોરોનાના ટેસ્ટ કરાશે

author img

By

Published : Mar 15, 2023, 9:08 PM IST

અમદાવાદ શહેરમાં H3N2 કેસ જોવા મળી રહ્યા છે. હાલમાં અમદાવાદ H3N2 અંદાજિત 11 જેટલા કેસ જોવા મળી રહ્યા છે. ત્યારે હવે સોલા સિવિલ, SVP હોસ્પિટલમાં કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. તો આગામી સમયમાં CHC અને PHC કેન્દ્રો પર કોરોના ટેસ્ટિંગની સંખ્યા વધારવામાં આવશે.

H3N2 Virus: શહેરના CHC અને PHC કેન્દ્રોમાં હવે રોજના 500 નહીં પણ 1,000 કોરોનાના ટેસ્ટ કરાશે
H3N2 Virus: શહેરના CHC અને PHC કેન્દ્રોમાં હવે રોજના 500 નહીં પણ 1,000 કોરોનાના ટેસ્ટ કરાશે

અમદાવાદ: દેશમાં ફરી એક વાર કોરોના નામનો રાક્ષસ માથું ઊંચું કરી રહ્યો છે. ગુજરાતમાં પણ ફરી એક વાર H3N2 કેસ સામે આવી રહ્યા છે. આના અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનનું આરોગ્ય વિભાગ એલર્ટ થઈ ગયું છે. સાથે જ વિભાગે આ વાઈરસ સામે લડી લેવા તૈયારી બતાવી છે. તો કૉર્પોરેશન હસ્તક આવેલા CHC અને PHC કેન્દ્રોમાં દૈનિક 500 ટેસ્ટ કરવામાં આવતા હતા. જયારે હવે દૈનિક 1,000 ટેસ્ટ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Corona New Virus: રાજ્યમાં H3N2ની એન્ટ્રી, અમદાવાદ સિવિલ હોસ્પિટલ વાઈરસને રોકવા એલર્ટ મોડ પર

દાખલ બાદ ટેસ્ટઃ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના હેલ્થ ઓફિસર ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, H3N2 એ વાઈરલ ઈન્ફેક્શન છે. માત્ર શરદી અને ઉધરસ હોય તેવા વ્યક્તિને આ ટેસ્ટ કરાવો એટલો બધો જરૂરી નથી, પરંતુ જો વધારે પ્રમાણમાં આવા કેસ સામે આવે તો દર્દીને પહેલા દાખલ કરવામાં આવે છે. જરૂર જણાય તો તેનો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. જોકે, આ ટેસ્ટ બહાર પ્રાઈવેટ લેબોરેટરીમાં અંદાજિત 3,500થી 4,000 રૂપિયાની આસપાસ થઈ રહ્યો છે.

છેલ્લા 3 માસના કેસઃ છેલ્લા 3 માસના કેસની વાત કરીએ તો, બી. જે. મેડિકલમાં જાન્યુઆરી મહિનામાં 128 ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેની સામે 3 પોઝિટિવ કેસ આવ્યા હતા. ફેબ્રુઆરીમાં 131 ટેસ્ટિંગની સામે 3 પોઝિટિવ કેસ, માર્ચ મહિનામાં 60 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં હજી એક પણ પોઝિટિવ કેસ જોવા મળી રહ્યો નથી. જ્યારે SVP હોસ્પિટલની વાત કરીએ તો, જાન્યુઆરી મહિનામાં 41 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેની સામે 7 પોઝિટિવ કેસ, ફેબ્રુઆરી માસમાં 16 ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેની સામે 6 અને માર્ચ મહિનામાં 5 ટેસ્ટ કરવામાં આવ્યા હત છે. આની સામે હજી એક પણ પોઝિટિવ કેસ સામે આવ્યો નથી.. ત્યારે સોલા સિવિલમાં જાન્યુઆરી માસમાં 131, ફેબ્રુઆરી માસમાં 224 અને માર્ચ મહિનામાં 33 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે. પરંતુ હજી એક પણ પોઝિટિવ કેસ આવ્યો નથી.

આ પણ વાંચોઃ H3N2 Virus cases in Bhavnagar : બે મહિનામાં H3N2ના બે કેસ, તૈયારીના નામે માત્ર ટેમીફ્લુ ટેબ્લેટ ઉપલબ્ધ

કોરોના ટેસ્ટિંગમાં વધારોઃ ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરની અંદર H3 અને N2ના અંદાજિત 11 જેટલા પોઝિટિવ કેસ આવી રહ્યા છે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સરકારી આંકડા મુજબ હજુ માર્ચ મહિનામાં એક પણ પોઝિટિવ કેસ જોવા મળતો નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવેલા CHC અને PHC કેન્દ્રમાં આગામી સમયમાં ટેસ્ટીંગમાં વધારો કરવામાં આવશે. હાલમાં દૈનિક 500 જેટલા ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે પરંતુ આગામી ટેસ્ટિંગ સંખ્યા 500થી વધારી 1.000 કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.