ETV Bharat / state

ગુજરાત ચૂંટણીના પરિણામથી ભાજપને રાજ્યસભામાં થશે મોટો લાભ

author img

By

Published : Dec 9, 2022, 3:20 PM IST

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના અભૂતપૂર્વ પ્રદર્શનના કારણે 156 બેઠક (Gujarat Election 2022 Result) મળી છે. ત્યારે હવે આ જ જીતના કારણે રાજ્યસભામાં ભાજપને (Gujarat Election 2022 Result BJP benefit) ઘણો લાભ થશે. આ સાથે જ ભાજપ રાજ્યસભાની 3 બેઠકો જીતવા માટે (Rajyasabha seats BJP) પણ તનતોડ મહેનત કરશે તે નક્કી છે.

ગુજરાત ચૂંટણીના પરિણામથી ભાજપને રાજ્યસભામાં થશે મોટો લાભ
ગુજરાત ચૂંટણીના પરિણામથી ભાજપને રાજ્યસભામાં થશે મોટો લાભ

અમદાવાદ રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 156 બેઠક જીતીને પહેલા જ ઈતિહાસ રચી દીધો છે. હવે આના કારણે ભાજપના રાજ્યસભામાં પણ ફાયદો (Gujarat Election 2022 Result BJP benefit) થશે. તે કઈ રીતે આવો જોઈએ આ અહેવાલમાં.

રાજ્યસભાની 11માંથી 8 ભાજપ પાસે ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠક છે. આમાંથી 8 બેઠક (Rajyasabha seats BJP) તો પહેલાથી ભાજપ પાસે છે. જ્યારે 3 કૉંગ્રેસ પાસે છે. હવે આ ચૂંટણીના પરિણામોના આધારે લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024) પહેલા ભાજપને કૉંગ્રેસની પણ 2 બેઠકનો ફાયદો મળી શકે છે. આનું કારણ એ જ છે કે, ભાજપના રાજ્યસભાના ત્રણ સભ્યો જેા કે, એસ. જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશચદ્ર અનાવડિયા ઓગસ્ટ 2023માં નિવૃત્ત થઈ રહ્યા છે. જોકે, ભાજપ આ બેઠકો હાંસલ કરવામાં કોઈ કસર નહીં છોડે તે તો જગજાહેર છે.

4 સભ્યો થશે નિવૃત્ત બીજી તરફ એપ્રિલ 2024માં લોકસભા ચૂંટણી (Lok Sabha Election 2024) વચ્ચે ગુજરાત રાજ્યસભાના 4 સભ્ય નિવૃત્ત થતાં 4 બેઠક ખાલી થઈ જશે. અહીંથી ભાજપના પરશોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા, કૉંગ્રેસના નારણ રાઠવા અને અમીબેન યાજ્ઞિક નિવૃત્ત થશે. એટલે હવે વર્ષ 2024માં કૉંગ્રેસની આ બંને બેઠક પર ભાજપની નજર રહેશે. એટલે ભાજપ કૉંગ્રેસ વચ્ચે આ બેઠક માટે રસાકસી થશે તે નક્કી છે.

ગુજરાતમાં ભાજપની ઐતિહાસિક જીત આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં ભાજપની ઐતિહાસિક જીત (Gujarat Election 2022 Result) થઈ છે. ત્યારે હવે આ જ પરિણામના કારણે ભાજપને તે સમયે ત્રણ બેઠક જીતવામાં કોઈ મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે, પરંતુ ચોથી બેઠક માટે પ્રાયોરિટી વૉટ કારગર રહેશે. તે નક્કી છે.

2026 સુધી જોવી પડશે રાહ આ ઉપરાંત જૂન 2026માં ભાજપના 3 અને કૉંગ્રેસના એક સભ્ય નિવૃત્ત થશે. તેમાં ભાજપના રામભાઈ મોકરિયા, રમીલાબેન બારા, નરહરિ અમીન, કૉંગ્રેસના શક્તિસિંહ ગોહિલનો સમાવેશ થશે. એટલે ભાજપે (Lok Sabha Election 2024) વર્ષ 2026માં થોડી મહેનત કરીને આ ચારેય બેઠક હાંસલ કરી શકે છે. એટલે કે આ તમામ બાબતોને જોતા એ સ્પષ્ટ થઈ ગયું છે કે, રાજ્યની તમામ 11 રાજ્યસભા બેઠક માટે ભાજપે વર્ષ 2026 સુધી રાહ જોવી જ રહી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.