ETV Bharat / state

Ahmedabad Rathyatra 2023: બન્ને કી મસ્જિદમાં મહંત દીલિપદાસજીએ 5 હજારનું દાન આપ્યું

author img

By

Published : Jun 21, 2023, 11:07 AM IST

Updated : Jun 21, 2023, 1:35 PM IST

અમદાવાદમાં શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા પૂર્ણ થઈ હતી. જેમાં આ વખતે મંદિરના પૂજારીએ બન્ને કી મસ્જીદ માટે રૂપિયા 5000નું દાન આપ્યું હતું. જ્યારે આ વખતે રથયાત્રામાં કોમી એકતાના દર્શન થયા હતા. અનેક લોકો તથા સેવાભાવી સંસ્થાઓએ પાણી તથા છાશની સેવા આપી હતી.

Ahmedabad Rathyatra 2023: બન્ને કી મસ્જિદમાં મહંત દલિપદાસજીએ 5 હજારનું દાન આપ્યું
Ahmedabad Rathyatra 2023: બન્ને કી મસ્જિદમાં મહંત દલિપદાસજીએ 5 હજારનું દાન આપ્યું

Ahmedabad Rathyatra 2023: બન્ને કી મસ્જિદમાં મહંત દીલિપદાસજીએ 5 હજારનું દાન આપ્યું

અમદાવાદઃ અમદાવાદના દરિયાપુરમાં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા ઉત્સાહભેર નીકળી હતી. ત્યાં રાષ્ટ્રીય એકતાનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું. જેમાં દરિયાપુરની બન્ને કી મસ્જિદમાં જગન્નાથ મંદિરના મહંત દલિતદાસજીએ 5 હજાર રૂપિયા આપીને રાષ્ટ્રીય એકતાનું અનોખું ઉદાહરણ રજૂ કર્યું હતું. આ અંગે મહંમદ કાસમે જણાવ્યું હતું કે, હું વર્ષોથી મસ્જિદમાં સેવા આપું છું. 35 વર્ષ પહેલા આ વિસ્તારમાંથી રથયાત્રા શરૂ થઈ.

પરંપરા શરૂ કરીઃ જગન્નાથ મંદિરના મહંતે રાષ્ટ્રીય એકતા જાળવવા માટે મસ્જિદને સવા રૂપિયા આપ્યા આ પરંપરા ની શરૂઆત કરી. જે હાલ સુધી યથાવત છે. ગત વર્ષે મહંત દલિતદાસજીએ 5800 રૂપિયા આપ્યા હતા. કોરોના દરમિયાન જગન્નાથ મંદિરના મહંત દિલપ દાસજીએ રમઝાનમાં ફળો-ટોપલી ભરીને આપ્યા હતા. આ વર્ષે પણ દિલિપ દાસજીએ આપી 5 હજાર રૂપિયા આપ્યા છે.

સ્વાગત કરાયું હતુંઃ મહારાજનું લમડી ચોક દરિયાપુર ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે બન્ને કી મસ્જિદ માટે ભેટ આપી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હિંદુ-મુસ્લિમ એકતા જાળવી રાખવા માટે મસ્જિદમાં દાનની શરૂઆત કરવામાં આવી હતી.આ પૈસાથી અમે ગરીબોને મદદ કરીએ છીએ. ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા સંપન્ન થઈ હતી. સરસપુરમાં કોમી એકતાના દર્શન થયા હતા. મુસ્લિમ ભાઈઓ રથયાત્રામાં ભાગ લેતા ભાવિકોને પાણી તથા છાશની સેવા પૂરી પાડી હતી.

નવા રથમાં યાત્રાઃ 72 વર્ષ બાદ નવા રથમાં બેસીને પ્રભુ નગરચર્યાએ નીકળ્યા હતા. આ વખતે રથને ખેંચવા માટે 12000 જેટલા ખલાસી ભાઈઓ જોડાયા હતા. અલગ અલગ વેશભૂષામાં આવેલા કલાકારો શ્રદ્ધાળુઓના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સરસપુરમાં સાધુ સંતોથી લઈને શ્રદ્ધાળુઓએ પ્રસાદ લીધો હતો. એ પછી રથયાત્રા નિશ્ચિત માર્ગ પર આગળ વધી હતી. રથયાત્રાના આખા રૂટ પર સેવાભાવી સંસ્થાઓએ પાણી, શરબત, છાશ વિતરણ કર્યું હતું.

  1. Rathyatra 2023 : વલસાડ, વાપી સહિત દમણમાં ભગવાન જગન્નાથએ કરી નગરચર્યા
  2. Ahmedabad Rath Yatra 2023: રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન, જગતના નાથના દર્શન કરીને ભક્તો થયા અભિભૂત
Last Updated :Jun 21, 2023, 1:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.