ETV Bharat / state

Gujarat University defamation case : કેજરીવાલના વકીલે હાઈકોર્ટમાં હિયરિંગ પહેલા સેશન્સ કોર્ટમાં હિયરિંગ રાખવા આપી અરજી, મંગળવારે ચુકાદો આવશે

author img

By

Published : Aug 21, 2023, 10:53 PM IST

Updated : Aug 22, 2023, 10:17 AM IST

ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસમાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના વકીલે હાઇકોર્ટ પહેલા સેશન્સ કોર્ટમાં હીયરિંગ માટે અરજી દાખલ કરી છે. આ અરજી પર મંગળવારે ચુકાદો આવવાની શક્યતા છે.

Etv Bharat
Etv Bharat

અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસમાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને સાંસદ સંજય સિંઘ સામે અમદાવાદ મેટ્રો કોર્ટે બે વખત સમન્સ જાહેર કર્યા હતા. મેટ્રો કોર્ટના સમન્સને રદ કરવા માટે કેજરીવાલે અમદાવાદ સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જ્યાં સેશન્સ કોર્ટે અરવિંદ કેજરીવાલની વચગાળાની રાહત અરજી ફગાવી દીધી હતી. આ કેસમાં આજે વધુ સુનાવણી હાથ ધરાઈ હતી.

સેશન્સ કોર્ટમાં હિયરિંગ રાખવા આપી અરજી : આ સમગ્ર મુદ્દે આજે સેસન્સ કોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં આજની સુનાવણીમાં યુનિવર્સીટી વતી એડવોકેટ અમિત નાયર ઉપસ્થિત થયા હતા. જો કે કેજરીવાલના વકીલ સોમનાથ વત્સ દ્વારા અરજન્ટ હિયરિંગની માંગને કોર્ટે નકારી દિધી હતી. તેમજ મેટ્રો કોર્ટને અપાયેલ અન્ડરટેકિંગ મુજબ આગળની કાર્યવાહી થવા દેવા જણાવ્યું હતું. આ કેસમાં હવે હાઇકોર્ટમાં 29 ઓગસ્ટે સુનાવણી થશે, જ્યારે મેટ્રો કોર્ટમાં 31 ઓગસ્ટે સાક્ષીઓની જુબાની લેવાની કાર્યવાહી થશે. ત્યારે હવે અરવિંદ કેજરીવાલના વકીલ સોમનાથ દ્વારા હાઇકોર્ટની સુનાવણી પહેલા સેશન કોર્ટમાં સુનવમી રાખવા અરજી કરાતા પોસ્ટ આ અરજી પર આવતીકાલે ચુકાદો આપશે.

આ અરજી પર આવતીકાલે ચુકાદો આવશે : અત્રે મહત્વનું છે કે, સેશન્સ કોર્ટમાં જ્યારે અરવિંદ કેજરીવાલ અને સંજયસિંઘની વચગાળાની રાહત માંગતી અરજી કરવામાં આવી હતી ત્યારે યુનિવર્સીટી અને રાજ્ય સરકારને નોટીસ મળી હતી. ત્યારે યુનિવર્સિટી તરફથી વકીલ રોકવા માટે 20 દિવસનો સમય માંગવામાં આવ્યો હતો. જોકે જ્યારે અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ વચગાળાની રાહત માંગતી અરજી કરી હતી ત્યારે સંસ્કૃતિ આ અરજીમાં મહત્વનું અવલોકન કર્યું હતું કે, બંને નેતાઓ વતી તેમના વકીલે 11 ઓગસ્ટે મેટ્રો કોર્ટમાં ઉપસ્થિત રહેવા બાંહેધરી આપી છે અને હવે તેઓ ઉપસ્થિતિમાંથી મુક્તિ માંગી રહ્યા છે. આથી 05 ઓગસ્ટે ચુકાદો આપતા સેશન્સ કોર્ટે તેમની વચગાળાની રાહતની અરજી ફગાવી દિધી હતી. તેમજ અરવિંદ કેજરીવાલને હાઇકોર્ટ માંથી પણ ફટકાર પડી હતી.

  1. Gujarat University defamation case: અરવિંદ કેજરીવાલે સમન્સ રદ કરવા માટે ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા
  2. PM Modi degree controversy case : દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહને મેટ્રો કોર્ટેમાં ફરજીયાત હાજરીમાંથી આપી રાહત
Last Updated : Aug 22, 2023, 10:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.