ETV Bharat / state

ગુજરાતમાં ડેરી અને પોલિટિક્સ, દૂધસાગર બનાસ કે અમૂલ કોણ બચ્યું છે?

author img

By

Published : Nov 18, 2022, 8:34 PM IST

Updated : Nov 18, 2022, 8:53 PM IST

ગુજરાતમાં ડેરી અને પોલિટિક્સ ( Dairy and Politics in Gujarat ) આંખે ઊડીને વળગે તેવી રીતે સામે આવ્યાં છે. દૂધસાગર ડેરી અને વિપુલ ચૌધરીનો કેસ ( Vipul Chaudhary corruption in Dudhsagar Dairy ) છીડે ચડેલો છે એટલે મોટો દેખાય. પણ ગુજરાતની અન્ય જાણીતી સહકારી ડેરીઓ બનાસ ડેરી, અમૂલ ડેરી વગેરેમાં પણ રાજકારણનો એરુ ( corruption in cooperative sector ) આભડ્યાં વિના રહ્યો નથી. ઝીણી નજરે જોઇએ કેટલીક હકીકતો.

ગુજરાતમાં ડેરી કૌભાંડો અને પોલિટિક્સ, દૂધસાગર બનાસ કે અમૂલ કોણ બચ્યું છે?
ગુજરાતમાં ડેરી કૌભાંડો અને પોલિટિક્સ, દૂધસાગર બનાસ કે અમૂલ કોણ બચ્યું છે?

ન્યૂઝ ડેસ્ક ગુજરાતની આર્થિક પ્રગતિમાં સહકારી પ્રવૃત્તિઓનું ખૂબ ગૌરવવંતુ સ્થાન છે. નહીં નફો નહીં નુકસાન અને વિના સહકાર નહીં ઉદ્ધારના સૂત્રો સાથે ગુજરાતમાં એંશીના દાયકામાં મોટાપાયે લોકો એકમેકના સહકારથી અનેક પ્રકારની વ્યાપારિક પ્રવૃત્તિઓ કરતાં થયાં હતાં. જે હવેના સમયમાં રાજકારણનો અખાડો બની ગઇ હોય તેવા ખબર સામે આવતાં રહે છે. અનેક સભ્યોની મહેનતની સામે ડેરીના સંચાલકો વગદાર બનીને રાજકારણ ( Dairy and Politics in Gujarat ) કરે તેવું બન્યું છે.

ઉમદા પ્રવૃત્તિને લૂણો લાગી રહ્યો છે ગુજરાતની મહત્ત્વની ડેરીઓમાં ( Dairy and Politics in Gujarat )વાત કરીએ તો મહેસાણાની દૂધસાગર ડેરી ( Doodhsagar Dairy ), બનાસકાંઠાની બનાસ ડેરી (Banas Dairy ) અને આણંદની અમૂલ ડેરી ( Amul Dairy ) લોકજીભે રમતાં નામ છે. પાછલા કેટલા અરસામાં આ ડેરીઓમાં વિવાદો ( cooperative sector ) બહાર આવતાં સભાસદોના ભરોસાના ભંગ સાથે સહકારી પ્રવૃત્તિ જેવી ઉમદા પ્રવૃત્તિને લૂણો લાગી રહ્યો છે જે છેવટે વ્યાપક નુકસાન તરફ ધકેલશે તેવો ભય અસ્થાને નથી.

મહેસાણાની દૂધસાગર ડેરી અને કૌભાંડ મહેસાણાની શ્વેતક્રાંતિ સમાન દૂધસાગર ડેરીમાં કરોડોના કૌભાંડોનું ગ્રહણ લગતા દૂધ ઉત્પાદકોની પ્રગતિ રૂંધાઇ હતી. આ દૂધ ઉત્પાદક સંઘ સાથે મહેસાણા, ગાંધીનગર બનાસકાંઠા સહિતના જિલ્લાના 1504 ગામોના 5 લાખ જેટલા દૂધ ઉત્પાદકો જોડાયેલા છે. જોકે મહેસાણા દૂધસાગર ડેરીમાં ચાલેલા કુટિલ રાજકારણને પગલે ગત 2005થી 2020ના સમયગાળા દરમિયાન વિપુલ ચૌધરી અને મળતિયાઓએ ગેરરીતિઓ આચરી હોવાની હકીકતો (Vipul Chaudhary corruption in Dudhsagar Dairy) સામે આવી છે. વિપુલ ચૌધરીએ અર્બુદા સેનાના નામે સમાજનું પીઠબળ દર્શાવી પોતાના કાંડ દબાવવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ સમાજમાં જ અન્ય કેટલાક આગેવાનો તેમના સાબિત થયેલા ભ્રષ્ટાચારની બાબતે વિરોધનો મત ધરાવે છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 લડવા અંગે સમાજના જોરે શક્તિ પ્રદર્શન પણ વિપુલ ચૌધરીએ કરી લીધું છે.

કોર્ટમાં થઈ પીઆઈએલ સહકાર ક્ષેત્રમાં નહીં નફો નહીં ખોટ અને વિના સહકાર નહીં ઉદ્ધાર સૂત્રને લજવતાં એક નહીં અનેક કૌભાંડો વિપુલ ચૌધરીના સમયમાં (Vipul Chaudhary corruption in Dudhsagar Dairy) થયાં છે. સેવા શબ્દના નામે કરોડોના કૌભાંડ આચરવામાં આવ્યા હતાં. તેમના કૌભાંડો દૂધ ઉત્પાદક હિતરક્ષક સમિતિએ તાજેતરમાં વિપુલ ચૌધરીના કૌભાંડોને જાહેર કર્યા હતાં. વર્ષ 2010 થી 2011માં હિત રક્ષક સમિતિ દ્વારા કોર્ટમાં PIL દાખલ કરાઈ હતી બાદમાં 2017માં વિપુલ ચૌધરી પર 750 કરોડનું કૌભાંડ કર્યાની કોર્ટ મેટર દાખલ થઇ હતી. જેમાં કોર્ટે પ્રાદેશિક રજિસ્ટાર સહકારી મંડળી ગાંધીનગરને તપાસના આદેશ કર્યા હતાં.

11.25 કરોડ વિપુલ ચૌધરી દ્વારા પરત જમા થયાં કોર્ટના આદેશથી રજિસ્ટાર દ્વારા બે ટીમો બનાવી 15-15 મુદ્દાઓની તપાસ કરાવાઈ હતી. જેમાં 2021-22 ના તપાસ રિપોર્ટ આધારે પોલીસે વિપુલ ચૌધરીની ધરપકડ કરી હતી. વિપુલ ચૌધરીએ ચેરમેન પદ દરમિયાન પોતાના પરિવારના સભ્યોના નામે વિવિધ કંપનીઓ ખોલી ડેરીમાં ભ્રષ્ટાચાર આચર્યાની ( Vipul Chaudhary corruption in Dudhsagar Dairy ) વિગતો તપાસમાં સામે આવી. વિપુલ ચૌધરીએ કર્મચારીઓને બે બોનસ પગાર કરી આપી 14 કરોડ પરત મેળવી લેવામાં આવ્યા હતાં. NDDB ના ચેરમેન બનવા અને શરદ પવારને ખુશ કરવા ડેરીમાંથી 22 કરોડનું કૌભાંડ આચર્યું હતું, જેમાં કોર્ટે આદેશ કરતા 11.25 કરોડ વિપુલ ચૌધરી દ્વારા પરત જમા કરાવવામાં આવી હતી.

ખાંડ ખરીદી, દૂધ પાવડર, પશુ આહાર અને ગેરરીતિઓ વિપુલ ચૌધરીએ 27 રૂપિયા કિલોના ભાવની ખાંડ 47 રૂપિયે ખરીદ કરી 17 કરોડનું કૌભાંડ આચર્યું હતું. 2012-13માં 205 રૂ.પ્રતિ કિલોના ભાવનો દૂધનો પાવડર દિલ્હીની ખાનગી કંપનીને 164 રૂપિયે વેચી 28 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. પશુ આહાર પ્લાન્ટમાં ટેન્ડર વગર રોમટીરીયલની ખરીદી કરી કરોડોનો ભ્રષ્ટાચાર આચર્યો હતો.

વિપુલ ચૌધરીની જામીન અરજી પર 21 નવેમ્બરે સુનાવણી થશે
વિપુલ ચૌધરીની જામીન અરજી પર 21 નવેમ્બરે સુનાવણી થશે

ધારુંહેડા પ્લાન્ટની સ્થાપનાની ગેરરીતિ ધારુંહેડા ખાતે 458 કરોડનો જરૂરિયાત કરતાં વધુ ક્ષમતાનો પ્લાન્ટ નાખી કૌભાંડ ( Vipul Chaudhary corruption in Dudhsagar Dairy ) કરાયું હતું. 4 લાખ લીટર ઉપયોગ સામે 30 લાખ લીટરનો પ્લાન્ટ નાખ્યો હતો. સાગરદાણ ફેકટરીમાં 200 ગાડી જેટલો કાચો માલ ફેકટરીમાં લાવ્યા વગર બારોબાર 2.50 કરોડના કૌભાંડની ફરિયાદ નોંધાવાઈ હતી, ધારુંહેડા ખાતે 120 ફ્લેટ ખરીદના નામે 47 કરોડ ચૂકવાયા છતાં ફ્લેટ હજુ પણ ડેરીના નામે થયા નથી. માર્કેટિંગના નામે દિલ્હીમાં 16 કરોડનો બંગલો અને અમદાવાદમાં 4 કરોડના ખર્ચે ઓફિસ બનાવી ખોટા ખર્ચ કરાયા હતાં.

15 વર્ષના શાસનમાં કૌભાંડોની વણઝાર વિપુલ ચૌધરીએ રાજસ્થાનમાં દૂધ ખરીદ માટે વજન કાંટો અને કોમ્પ્યુટર વચેટિયા રાખી ખરીદ કરતા 20 કરોડનું કૌભાંડ ( Vipul Chaudhary corruption in Dudhsagar Dairy ) આચર્યું હતું. તેમને દૂધસાગર ડેરીમાં 15 વર્ષ શાસન કરી 40 વૈભવી ગાડીઓની ખરીદી કરી તેના સંચાલન પાછળ કરોડોનો ખર્ચ કરાયાં. વિપુલ ચૌધરીએ ડેરીના પગાર પર તેમના પોતાના ઘરે કામ કરવા માણસો રાખવામાં આવ્યાં હતાં. એટલું જ નહીં ડેરીના ખર્ચા પર જ કોર્ટ કેસોમાં પોતાનો બચાવ અને જાહેરાતો પાછળ પણ કરોડો ખર્ચ કરવામાં આવ્યાં હતાં.

અમૂલ ડેરી આગેવાનોની સ્થાનિક રાજકારણ પકડ મજબૂત આ ડેરી ( Amul Dairy )ગુજરાતમાં સહકારીક્ષેત્ર આગવું મહત્વ ધરાવે છે. સહકારી આગેવાનો હોદ્દેદારો જનસમાન્યના સંપર્કમાં રહેતા હોવાની બાબતને લઈ સ્થાનિક રાજકારણ તેમની પકડ મજબૂત હોય છે. ગ્રામપંચાયતથી લઈ વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ પણ ઉમેદવારો ( Dairy and Politics in Gujarat) સ્થાનિક કક્ષાના સહકારી અગેવાન હોદ્દેદાર પોતાના પ્રચારમાં સાથે રહે તેવી ઈચ્છા ધરાવતા હોય છે. ગ્રામ્ય કક્ષાએ સહકારી માળખું એટલે ગ્રામ સહકારી મંડળી, કો.ઓ.ક્રેડિટ સોસાયટી અને બેન્ક, ગ્રાહક મંડળીઓ, ખાતર મંડળીઓ અને સૌથી વધુ પ્રભાવી દૂધ મંડળીઓના હોદ્દેદારોનું વર્ચસ્વ સ્થાપિત થયેલું છે.

પ્રજામાનસમાં સહકારી આગેવાનો બિનરાજકીય વ્યક્તિત્વ આણંદ જિલ્લામાં શરૂ થયેલ ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ એટલે કે અમૂલ ડેરી ( Amul Dairy ) સહકારી વિકાસ મોડેલનું સૌથી શ્રેષ્ઠ અને સફળ મોડેલ છે.તેવી જ રીતે ધી.ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક પણ ખેડૂત અને પશુપાલકોની બેન્ક ગણાય છે. તેવી જ રીતે જિલ્લા અને તાલુકા સ્તરે સહકારી ખરીદ વેચાણ સંઘ ,અને એપીએમસી બજાર સમિતિ સહકારીક્ષેત્રે પ્રભાવી સ્થાન અને મહત્વનું સ્થાન ( Dairy and Politics in Gujarat ) ધરાવે છે.આ સંસ્થાના હોદ્દેદારો અને આગેવાનો ખેડૂત ,પશુપાલન ,ધંધા રોજગાર જેવી જનસમાન્યની જરૂરિયાતોની આપૂર્તિ સાથે સંકળાયેલા હોઈ પ્રજામાનસમાં સહકારી આગેવાનોને બિનરાજકીય વ્યક્તિત્વ ગણવામાં આવતું હતું. વળી આ આગેવાનો રાજકારણમાં વ્યક્તિગત સીધા ભાગ લેતા નહોતા.

બીજી પેઢીના નેતાઓ રાજકીય પ્રભાવથી અછૂત ન રહ્યાં મહત્વનું છે કે ગુજરાતથી શરૂ થયેલ અમૂલનું ( Amul Dairy ) સહકારી માળખું દેશ અને દુનિયામાં શ્વેતક્રાંતિનું સફળ મોડેલ બન્યું અને તે સાથે ગુજકામાસોલ, કૃભકો, સહિતની રાજ્ય અને કેન્દ્રીય સહકારી સંસ્થાઓનો પણ વિકાસ થયો. જેમ જેમ સ્થાપક સહકારી આગેવાનો સંસ્થાઓમાંથી મુક્ત થતા ગયા તેમ તેમ બીજી પેઢીના આગેવાનો તૈયાર થયાં. પરંતુ તે રાજકીય પ્રભાવથી અછૂત ન રહી શક્યા અને તેઓ સહકારી ક્ષેત્રના પ્રભાવ અને પ્રતિષ્ઠાને સક્રિય પક્ષીય રાજકારણમાં વટલાવ ( Dairy and Politics in Gujarat ) કરવા લાગ્યા. હાલ રાજ્યની મોટાભાગની સહકારી સંસ્થાઓમાં પક્ષીય પરોક્ષ રીતે રાજકારણનું દૂષણ ઉમેરાયું છે.

બનાસ ડેરી અને રાજકારણનો સીધો સંબંધ બનાસ ડેરીની (Banas Dairy) વાત કરીએ તો આ ડેરી અને શંકર ચૌધરીનો ગાઢ નાતો રહ્યો છે. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી રાજકારણી જ છે. બનાસડેરી સાથે 1400 દૂધમંડળીઓ જોડાયેલી છે. સાડા ત્રણ લાખથી વધુ સભાસદો ધરાવે છે. ડેરીએ એક જ દિવસમાં 90 લાખ લીટર દૂધ એકત્ર કરવાનો વિક્રમ સર્જેલો છે. ડેરીનું વાર્ષિક ટર્નઓવર 12.170 કરોડની ઉપર પહોંચી ગયું છે. તેમની સામે ડેરીની ચૂંટણી સમયે નનામી પત્રિકાઓ ફરતી થઇ હોવાના અહેવાલો સામે આવ્યાં હતાં. જેમાં ચેરમેન શંકર ચૌધરીએ 340 કરોડ રુપિયાનું કૌભાંડ આચર્યું ( Dairy Scams and Politics in Gujarat ) હોવાનું જણાવાયું હતું. બનાસ ડેરીની ઘી જેવી પ્રોડક્ટમાં ડાલડાની ભેળસેળનો મામલો પણ બહાર આવ્યો હતો. બનાસ ડેરી સાથેની ફતેપુરા દૂધ ઉત્પાદક મંડળીનો વિવાદ પણ સપાટી પર આવ્યો હતો. જેમાં 240 પશુપાલકોના સાડા ચાર કરોડ રુપિયા રાજકીય વિવાદના કારણે ફસાયાં હતાં. મંડળીના પૂર્વપ્રધાને 27 લાખની ઉચાપત કરી હોવાના આક્ષેપ થયેલાં છે. છેલ્લા એક વર્ષમાં બનાસ ડેરીના ડિરેક્ટરોની ચૂંટણીમાં પણ રાજકારણનો પ્રભાવ જોવા મળ્યો હતો. માવજી દેસાઇ અને શંકર ચૌધરીના જૂથોનો વિવાદ સહકારની ભાવનાને આહત કરનારો છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પણ શંકર ચૌધરી ટિકીટ મેળવી ગયાં છે અને હરીફ માવજી દેસાઇની ટિકીટ કાપવામાં આવી છે. ત્યારે આગામી સમયમાં બનાસડેરીનું રાજકારણ વધુ ગરમાશે તે નક્કી છે.

બનાસ ડેરી અને શંકર ચૌધરીનું રાજકારણ એશિયાની સૌથી મોટી ડેરી ગણાતી બનાસ ડેરી દૈનિક 70 લાખ લિટરથી વધુ દૂધ એકત્ર કરે છે. દૂધ પ્રોડક્ટોના વેચાણ થકી 12,000 કરોડ નું ટર્નઓવર ધરાવતી બનાસ ડેરીએ જિલ્લાની કાયાપલટ કરી દીધી છે. વર્ષ 2014માં શંકરભાઈ ચૌધરીએ બનાસ ડેરીનું સુકાન સંભાળ્યું હતું. બનાસ ડેરી ગુજરાતના સહકારી ક્ષેત્રમાં હાલના સમયનું સૌથી મોટું માળખું બની ગઈ છે. શંકર ચૌધરીએ 25 વર્ષથી બનાસ ડેરીના સતત ચેરમેન રહેલા પરથીભાઇ ભટોળની સત્તા ઉખેડી વર્ષ 2014માં બનાસ ડેરીનું સુકાન સંભાળ્યું હતું. શંકર ચૌધરીએ વર્ષ 1998ની ગુજરાત વિધાનસભાની રાધનપુર બેઠકની પેટાચૂંટણીમાં ગુજરાતના મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા સામે લડીને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેઓ વર્ષ 2002 અને 2007 માં રાધનપુરના ધારાસભ્ય તરીકે અને 2012 ની ચૂંટણીમાં વાવના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતાં. ત્યારબાદ 2017 માં ગેનીબેન ઠાકોર સામે હાર્યાં ત્યાં સુધીમાં બનાસ ડેરી અને બનાસ બેંકનું ચેરમેન પદ હંસલ કરી લીધું હતું. સરકારમાં પણ તેઓ 2007માં રાજ્યકક્ષાના મંત્રી 2012માં રાજ્યકક્ષાના પ્રધાન અને કેબિનેટપ્રધાન તરીકે રહી ચૂક્યા છે. આ વખતે યોજનારી વિધાનસભાની ચૂંટણીમાં ફરી એકવાર 2022 માં તેઓએ થરાદ વિધાનસભા બેઠક પરથી ભાજપમાં ઉમેદવારી નોંધાવી છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે એશિયાની નંબર વન બનાસ ડેરીના ચેરમેન આ વખતે ફરી એકવાર રાજકીય મેદાનમાં ઊતર્યા છે.

સહકારી ડેરીઓમાં રાજકારણ અગાઉથી ભળેલું છે આ મુદ્દે અર્થશાસ્ત્રી અને પ્રોફેસર હેમન્તકુમાર શાહે ETV Bharatને જણાવ્યું હતું કે ગુજરાતમાં 13,000થી વધુ સહકારી દૂધ ઉત્પાદક મંડળીઓ અને ડેરીઓ આવેલી છે. આ ડેરીઓના ઉદભવ વખતથી રાજકારણ ( Dairy and Politics in Gujarat )ભળેલું છે. અગાઉ ડેરીઓના નેતા રાજકીય નેતા બનતા હતાં. અત્યારે રાજકીય નેતાઓ ડેરીઓના વહીવટમાં નેતાઓ બને છે. હાલ ભાજપના નેતાઓ ડેરીઓના નેતા બની રહ્યા છે. મૂળભુત રીતે જોઈએ તો છેલ્લા 20 વર્ષથી સહકારી ડેરીઓને કબજે કરવા ભાજપે એક અભિયાન શરૂ કરાવ્યું છે. પરિણામે સહકારી ડેરીઓ આજે ભાજપના બખેડાનો ભોગ બની રહી છે. રૂપિયા 60,000 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતાં અમૂલને પણ ભાજપના નેતાઓ આભડી ગયા છે.

સહકારી ક્ષેત્રમાં પદાર્પણ કરી ભાજપે વર્ચસ્વ વધાર્યું રાજકીય વિશ્લેષક જયવંતભાઈ પંડ્યાએ ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે સહકારી આગેવાનો રાજકારણમાં પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે ભૂમિકા ( Dairy and Politics in Gujarat ) ભજવે છે. 2001ની આસપાસ જ્યાં સુધી અમિત શાહે સહકારી ક્ષેત્રે પદાર્પણ નહોતું કર્યું ત્યારે ગ્રામીણ ક્ષેત્રમાં ભાજપને ફટકો પડતો હતો. ત્યાર પછી ભાજપે ક્રમશઃ સહકારી ક્ષેત્રે વર્ચસ્વ વધાર્યું અને જીત હાંસલ થઈ. 2017માં અમુલના ચેરમેન રામસિંહ પરમારને ભાજપમાં પ્રવેશ અપાયો હતો. આ રીતે 2021 સુધી સહકારી સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપે મહત્વનો રોલ અદા કર્યો છે અને તેનાથી ભાજપને ફાયદો પણ થયો છે. સહકારી ક્ષેત્ર દિવસેને દિવસે ફુલતુંફાલતું જઈ રહ્યું છે.

Last Updated : Nov 18, 2022, 8:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.