ETV Bharat / city

વિપુલ ચૌધરીનું 800 કરોડનું કૌભાંડ, ગેરરીતિના નાણાં સાચવવા 31 કંપની ઉભી કરી

author img

By

Published : Sep 15, 2022, 8:00 PM IST

વિપુલ ચૌધરીનું 800 કરોડનું કૌભાંડ, ગેરરીતિના નાણાં સાચવવા 31 કંપની ઉભી કરી
વિપુલ ચૌધરીનું 800 કરોડનું કૌભાંડ, ગેરરીતિના નાણાં સાચવવા 31 કંપની ઉભી કરી

મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહપ્રધાન વિપુલ ચૌધરી સામે એન્ટિ કરપ્શન બ્યૂરો એસીબીમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ નોંધાયેલી ફરિયાદ મુજબ વિપુલ ચૌધરીનું 800 કરોડનું કૌભાંડ બહાર આવ્યું છે.તેમના પુત્ર, પત્ની અને સીએના નામ પણ તેમાં છે. Police Complaint Against Vipul Chaudhary , ACB Big Statement on Vipul Chaudhary Arrest , Vipul Chaudhary Rs 800 Crore Scam

અમદાવાદ મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન ( Dudhsagar Dairy Ex Chairman Vipul Chaudhary Scam )અને પૂર્વ ગૃહપ્રધાન વિપુલ ચૌધરી, તેમના પુત્ર પવન ચૌધરી,પત્ની ગીતા ચૌધરી અને CA શૈલેષ વિરુદ્ધ મહેસાણા ACB પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ( Police Complaint Against Vipul Chaudhary )નોંધાઇ છે.પોતાના કાર્યકાળ દરમિયાન વિપુલ ચૌધરીએ 800 કરોડનું કૌભાંડ (Vipul Chaudhary Rs 800 Crore Scam ) કર્યું છે.આ કૌભાંડ મામલે ગત મોડી રાતે વિપુપ ચૌધરી અને તેમના CA ની ACB એ ધરપકડ (ACB Big Statement on Vipul Chaudhary Arrest) કરી છે.

વિપુલ ચૌધરીના પત્ની, પુત્ર અને સીએ પણ ઝપટમાં લેવાયા

વિપુલ ચૌધરીનું 800 કરોડનું કૌભાંડ ACB ના જોઈન્ટ ડાયરેકટર મકરંદ ચૌહાણે જણાવ્યું હતું કે વિપુલ ચૌધરીનો કાર્યકાળ 2005 થી 2016 સુધીનો રહ્યો હતો. વિપુલ ચૌધરીની ધરપકડ અંગે એસીબીનું મોટું નિવેદન (ACB Big Statement on Vipul Chaudhary Arrest) આપતાં જણાવાયું કે આ કાર્યકાળ દરમિયાન વિપુલ ચૌધરીએ અલગ અલગ 800 કરોડથી વધુનું કૌભાંડ (Vipul Chaudhary Rs 800 Crore Scam ) કર્યા છે. તેમને કાર્યકાળ દરમિયાન મિલ્ક કુલરની ખરીદી કરી હતી. તેમાં સરકારની ગાઈડલાઇન અને ટેન્ડરનું ઉલ્લંઘન કરીને ખરીદીમાં ગેરરીતિ કરી હતી. 485 કરોડના બાંધકામ કરાવ્યા હતાં જે બાંધકામ માટે પણ SOP નું પાલન કર્યું ન હતું અને ગેરરીતિ કરી હતી. ડેપ્યુટી સેક્રેટરી વિરુદ્ધ રિવિઝન અરજી કરી હતી જે માટે વકીલનો ખર્ચ પણ દૂધ ઉત્પાદન સંઘમાં ઉધાર્યો હતો.

ગેરરીતિના નાણાં સાચવવા 31 કંપની ઉભી કરી વિપુલ ચૌધરીએ બારદાન ખરીદી માટે ઓછા ભાવની એજન્સી હોવા છતાં વધારે ભાવ ખરીદી કરી 13 લાખની ગેરરીતિ કરી હતી. પ્રચાર પ્રસાર માટે જે એજન્સીને કામગીરી સોંપવાની હોય તેની જગ્યાએ ઊંચા ભાવની એજન્સીને કામ સોંપીને ગેરરીતિ કરી હતી. આ ઉપરાંત કૌભાંડથી ભેગા કરેલ રકમ માટે 31 કંપની ઉભી કરી હતી. આ 31 કંપની ખોટા ડોક્યુમેન્ટના આધારે રજીસ્ટર્ડ કરાવી હતી. આ કંપનીમાં તેમના પત્ની અને પુત્ર પણ ડાયરેકટર હતાં.

2 ટીમ બનાવી તપાસ આ સમગ્ર મામલે જિલ્લા રજિસ્ટ્રારે હાઇકોર્ટનો હુકમ મેળવ્યો હતો. જે બાદ 2 ટીમ બનાવી તપાસ કરી હતી. આ તપાસમાં બંને ટીમે 14 14 મુદ્દા નોંધ્યા હતાં. આ 14 મુદ્દા ચોકસી અધિકારીને સોંપ્યા હતા. ચોકસી અધિકારીને 10 મુદ્દાની તપાસતાં હકીકતમાં ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે હાલ ACB ( Police Complaint Against Vipul Chaudhary ) દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.