ETV Bharat / state

Cyber Scam: વર્ક ફ્રોમ હોમના નામે આવતી જાહેરાતોથી ચેતજો, નહીં તો ખિસ્સા થઈ જશે ખાલી

author img

By

Published : Apr 2, 2023, 4:01 PM IST

સાયબર ગઠિયાઓએ હવે વર્ક ફ્રોમ હોમની પદ્ધતિથી લોકોને છેતરવાનું શરૂ કર્યું છે. કોરોનાકાળ બાદ બંધ થયેલી આ મોડ્સ ઓપરેન્ડી સાયબર ગઠિયાઓએ ફરીથી શરૂ કરી છે અને લોકોને પોતાના શિકાર બનાવવાનું શરૂ કર્યું છે. આ અંગે ફરિયાદો વધતાં અમદાવાદ સાયબર ક્રાઇમ અને સીઆઈડી ક્રાઇમ સક્રિય બન્યું છે.

અમદાવાદ સાયબર ક્રાઇમ અને સીઆઈડી ક્રાઇમ સક્રિય
અમદાવાદ સાયબર ક્રાઇમ અને સીઆઈડી ક્રાઇમ સક્રિય

વર્ક ફ્રોમ હોમના નામે થતી છેતરપિંડી

અમદાવાદ: કોરોના કાળમાં વર્ક ફ્રોમ હોમ ત્યારબાદ ન્યૂડ વીડિયો કોલ, બાદમાં લોન એપ્લિકેશન ફ્રોડ, બાદમાં વીડિયો લાઈક ફ્રોડ શરૂ થયું અને હવે ફરીથી વર્ક ફ્રોમ હોમના નામે લોકો સાથે સાઇબર ગઠિયાઓએ છેતરપીંડીની શરૂઆત કરી છે. લોકોને કોઈ પદ્ધતિનો ખ્યાલ આવી જાય ત્યારે સાયબર ગઠિયાઓ નવી પદ્ધતિથી લોકોને છેતરે છે.

વર્ક ફ્રોમ હોમના નામે છેતરપિંડી: અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં સાયબર ગઠિયાઓ દ્વારા સોશિયલ મીડિયા મારફતે લોકોને ઘર બેઠા કામ કરી પૈસા કમાવવાની જાહેરાતો મોકલવામાં આવે છે. જેનાથી લલચાઈને લોકો આવી લીંક ઓપન કરે છે અને પોતાની ડીટેઈલ ભરે છે. જેનાથી સાયબર ગઠિયાઓને સરળતાથી લોકોનો ડેટા મળી જાય છે અને બાદમાં છેતરપિંડી આચરે છે.

લીંકમાં બેન્ક એકાઉન્ટની માહિતી: મહત્વનું છે કે સાયબર ગઠિયાઓ લોકોને છેતરવા માટે સમયાંતરે પોતાની પદ્ધતિઓ બદલે છે. જાણીતી કંપનીઓના નામે ઘર બેઠા કામ કરવા માટે લોભામણી લાલચો આપે છે. સામાન્ય કામ કે જે મહિલાઓ કે અન્ય લોકો પણ ઘર બેઠા સરળતાથી કરી શકે છે અને પૈસા કમાઇ શકે છે. જેની લાલચમાં આવી લોકો આવી જાહેરાતોની લીંક ઓપન કરી પોતાની માહિતી આપે છે. બેન્ક એકાઉન્ટની પણ માહિતીઓ આપે છે જેનાથી તેમના બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા ઉપડી જવાના કિસ્સાઓ સામે આવ્યા છે.

અમદાવાદ સાયબર ક્રાઇમ અને સીઆઈડી ક્રાઇમ સક્રિય
અમદાવાદ સાયબર ક્રાઇમ અને સીઆઈડી ક્રાઇમ સક્રિય

આ પણ વાંચો: કોઈ અજાણી વ્યક્તિ તમારો ફોન માંગે તો થઈ જાઓ સાવધાન

સાયબર ક્રાઈમ સક્રિય: આ અંગે અમદાવાદ સાયબર ક્રાઈમના ACP જે.એમ યાદવે જણાવ્યું હતું કે અલગ અલગ માધ્યમ થકી લોકોને વર્ક ફ્રોમ હોમના નામે સંપર્ક કરીને ઠગાઈ આચરવામાં આવે છે ત્યારે આ અંગે સાયબર ક્રાઈમ સતત કાર્યવાહી કરી રહ્યું છે.

આ પણ વાંચો: અ'વાદ સાયબર ક્રાઈમ વિભાગે 400 વધુ લોન એપ્સ બંધ કરાવી, જાણો મોડસ ઓપરેન્ડી

તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા અપીલ: હાલમાં થોડા સમયથી વર્ક ફ્રોમ હોમના નામે થતી છેતરપિંડીનાં કિસ્સાઓ વધતા સાયબર ક્રાઇમ અને સીઆઈડી ક્રાઇમ વધુ સક્રિય બન્યું છે અને આવી લીંક પર કાર્યવાહી કરી તેને બંધ કરાવી રહી છે. મહત્વનું છે કે સાઇબર ક્રાઇમ પણ લોકોને અપીલ કરી રહી છે કે આ પ્રકારે અજાણી લીંક ઓપન કરવી નહીં અને પોતાની બેન્ક ડીટેલ પર શેર કરવી નહિ. જો લોકો આવા ફ્રોડનો શિકાર બન્યા હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા પણ પોલીસ લોકોને અપીલ કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.