ETV Bharat / state

World Cup 2023 : ટીમ ઈન્ડિયા અમદાવાદ પહોંચી, 14મીએ વર્લ્ડ કપના સૌથી રોમાંચક મુકાબલામાં ભારત પાકિસ્તાન મેચ

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 12, 2023, 6:18 PM IST

World Cup 2023 : ટીમ ઈન્ડિયા અમદાવાદ આવી, 14મીએ વર્લ્ડ કપના સૌથી રોમાંચક મુકાબલામાં ભારત પાકિસ્તાન મેચ
World Cup 2023 : ટીમ ઈન્ડિયા અમદાવાદ આવી, 14મીએ વર્લ્ડ કપના સૌથી રોમાંચક મુકાબલામાં ભારત પાકિસ્તાન મેચ

વર્લ્ડ કપ 2023ની ભારત પાકિસ્તાનની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાને હવે ગણતરીના કલાકો બાકી છે. એવામાં આજે ભારતીય ક્રિકેટ ટીમ અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચી હતી. ભવ્ય સ્વાગત બાદ ટીમ ઈન્ડિયા આઈટીસી નર્મદા હોટલમાં રોકાણ માટે રવાના કરવામાં આવી હતી.

આઈટીસી નર્મદા હોટલમાં રોકાણ માટે રવાના

અમદાવાદ : ભારતે વર્લ્ડ કપમાં તેની પ્રથમ બંને મેચ જીતી લીધી છે. જેમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવી જીતની શરૂઆત કરી હતી અને બીજી મેચમાં અફઘાનિસ્તાનને 8 વિકેટથી હરાવી પોતાનો દબદબો જમાવી દીધો છે. ત્યારે પાકિસ્તાન સામે રમાનારી આગામી મેચને લઇને કંઇ અલગ માહોલ છે. આ વચ્ચે પાકિસ્તાની ક્રિકેટ ટીમ બાદ હવે ટીમ ઇન્ડિયા પણ અમદાવાદ આવી પહોંચી હતી.

ટીમ ઈન્ડિયાનું ભવ્ય સ્વાગત : 14 ઓક્ટોબરે વર્લ્ડ કપમાં ત્રીજી મેચમાં ટીમ ઇન્ડિયાની પાકિસ્તાન ટીમ સામે ટક્કર થશે. પાકિસ્તાન સાથે ભારત 14 ઓક્ટોબર, શનિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટકરાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મોટી મેચ પર આખી દુનિયાની નજર છે. ત્યારે આ મહામુકાબલા માટે ટીમ ઇન્ડિયા અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચી હતી, જ્યાં ટીમ ઈન્ડિયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

સઘન સુરક્ષા વ્યવસ્થા : પાકિસ્તાન બાદ આજે ભારતીય ક્રિકેટ ટીમ અમદાવાદ પહોંચી ગઈ છે. જ્યાં એરપોર્ટ પર ભારતીય ક્રિકેટ ખેલાડીઓ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષાના ભાગરૂપે 1 ડીસીપી, 1 એસીપી, 4 પીઆઈ , 5 પીએસઆઈ અને 60થી વધુ પોલીસ કોન્સ્ટેબલ દ્વારા એરપોર્ટ પર કોઈ અવ્યવસ્થા ન ફેલાય તે માટે સઘન વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. દરમ્યાન એરપોર્ટ ઓથોરિટી સહિત bdds ટીમ દ્વારા પણ સઘન ચેકીંગની કામગીરી કરવામાં આવી હતી સાથે હાજર પોલીસ ટીમ દ્વારા પણ પ્રવાસીઓ સહિત ખેલાડીઓનું રૂટિન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

આઇટીસી નર્મદા હોટેલમાં રોકાણ : ટીમ ઇન્ડિયાના અમદાવાદ એરપોર્ટ પર આગમન બાદ ભારતીય ટીમ આઈટીસી નર્મદા હોટેલમાં જવા રવાના થઈ હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ટીમ ઇન્ડિયા હોટેલમાં જવા રવાના થતાં તેમની સાથે સુરક્ષાકર્મીઓ પણ રવાના થયાં હતાં. એરપોર્ટથી ITC નર્મદા હોટલમાં ગયા બાદ આવતી કાલે ભારતીય ખેલાડીઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નેટ પ્રેક્ટિસ કરશે.

વિશ્વની નજરમાં મેચ : આપને જણાવી દઈએ કે 11 વર્ષ પછી લોકોને ભારત પાકિસ્તાનની મેચ નિહાળવાનો મોકો મળવાનો છે. ત્યારે સમગ્ર દેશમાં ભારત પાકિસ્તાનની મેચને લઈને રોમાંચ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપની મેચમાં અન્ય મુકાબલા કરતા ભારત અને પાકિસ્તાનના મુકાબલા પર વિશ્વની નજર હોય છે. 11 વર્ષ પછી ગુજરાતની ધરા પર યોજાઈ રહેલા મહામુકાબલામાં લોકોમાં ઉત્સુકતા સાથે રોમાંચ પણ જોવા મળી રહ્યો છે.

  1. Cricket World Cup 2023: પાકિસ્તાનની ટીમનું અમદાવાદમાં આગમન, ભારે બંદોબસ્ત વચ્ચે હોટેલ હયાતમાં રોકાશે
  2. Cricket world Cup 2023 : ભારતે અફઘાનિસ્તાનને હરાવીને સતત બીજી જીત નોંધાવી, રોહિત શર્માએ બનાવ્યા રેકોર્ડ
  3. Cricket world cup 2023 10th Match : ઓસ્ટ્રેલિયા પ્રથમ મેચ જીતવાના ઈરાદા સાથે ઉતરશે, જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.