ETV Bharat / state

CPCB Report on River Pollution : સૌથી પ્રદૂષિત નદીઓમાં બીજા સ્થાને અમદાવાદની સાબરમતી નદીને સ્થાન મળ્યું

author img

By

Published : Feb 3, 2023, 6:08 PM IST

Updated : Feb 3, 2023, 6:19 PM IST

દેશની સૌથી પ્રદૂષિત નદી કઈ છે તે વિશે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB Report on River Pollution )ના રિપોર્ટમાં જાણકારી સામે આવી છે. ચેન્નાઈની કૂમ નદી દેશની સૌથી પ્રદૂષિત નદી છે અને અમદાવાદની સાબરમતી નદી (Ahmedabad Sabarmati River ) દેશમાં બીજા નંબર પર સૌથી પ્રદૂષિત નદી (Water pollution in India ) તરીકે જોવા મળી રહી છે.

CPCB Report on River Pollution : સૌથી પ્રદૂષિત નદીઓમાં બીજા સ્થાને અમદાવાદની સાબરમતી નદીને સ્થાન મળ્યું, બીજી 11 છે
CPCB Report on River Pollution : સૌથી પ્રદૂષિત નદીઓમાં બીજા સ્થાને અમદાવાદની સાબરમતી નદીને સ્થાન મળ્યું, બીજી 11 છે

સાબરમતી નદીના શુદ્ધિકરણ માટે સરકાને સમય નથી

અમદાવાદ: સેન્ટ્રલ પોલ્યુશન બોર્ડ દ્વારા દેશની પ્રદૂષિત નદીઓનો એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતની સાબરમતી નદીએ દેશમાં સૌથી પ્રદૂષિત નદીઓમાં બીજા નંબરે આવી છે. આ ઉપરાંત ગુજરાતી અન્ય 12 નદીઓનો પણ સમાવેશ થયો છે જેના પગલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે ભાજપ સરકારને ખેડૂતોના બોર કે કૂવા ઉપર મીટર લગાવવા માટે સમય છે પરંતુ રાજ્યની નદીઓનું શુદ્ધિકરણ કરવા માટે સમય નથી.

ચોંકાવનારો રિપોર્ટ : લોકોને પીવા માટે પાણી પૂરું પાડવામાં આવતું હોય તો તે સૌથી મોટો સ્ત્રોત હોય તો તે ગુજરાતની નદીઓ છે. જે છેવાળાના લોકો સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડે છે. પરંતુ એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. સેન્ટ્રલ પોલ્યુશન બોર્ડ દ્વારા દેશની સૌથી પ્રદૂષિત નદીઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતની સૌથી મોટી નદી ગણાતી સાબરમતી નદી દેશની બીજા નંબરની સૌથી પ્રદૂષિત નદી છે. જ્યારે આ સિવાય ગુજરાતની બીજી બાર નદીઓ પણ પ્રદૂષિત નદીઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો સાબરમતીના પ્રદૂષિત પાણીને લઈ હાઈકોર્ટનું આકરૂં વલણ, દાખલ કરી સુઓમોટો

શુદ્ધ કરવા માટે કોઈ પ્લાન નહીં : આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે ગુજરાતની સાબરમતી નદી એ દેશની સૌથી પ્રદૂષિત નદીઓમાં બીજા નંબરે આવી છે. જે આપણા માટે શરમજનકની વાત કહેવાય ગુજરાતમાં ભાજપ સરકાર છેલ્લા ઘણા સમયથી સરકાર બનાવી રહે છે. પરંતુ સાબરમતી નદીને શુદ્ધ કરી શકી નથી. ભાજપ સરકારને ખેડૂતોના બોર ઉપર મીટર નાખવાનું યાદ આવી જાય છે. ખેડૂતોના કૂવા ઉપર મીટર નાખવાનું યાદ આવી જાય છે. પરંતુ સાબરમતી નદીને શુદ્ધ કરવાનો ક્યારેય વિચાર આવતો નથી. જેના પરિણામે આજે દેશની સૌથી પ્રદૂષિત નદીઓમાં સાબરમતી નદી બીજા ક્રમે આવી છે.

  • देश की प्रदूषित नदियों में दूसरे नम्बर पर साबरमती नदी है ! देख लीजिए किस तरह भाजपा के राज में साबरमती नदी की हालत हुई है ! पानी पी ने लायक़ तो छोड़ो स्नान करने लायक़ भी नहीं है ! भाजपा उनको साफ़ करने की बजाय किसान को परेशान करने के लिए उनके बोरवेल पे मीटर लगा रही है ! pic.twitter.com/DbUabR0uiX

    — Isudan Gadhvi (@isudan_gadhvi) February 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

પગલા લેવામાં આવે : વધુમાં જણાવ્યું હતું કે યમુના નદીઓને લઈને અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહાર કરવામાં આવતા હતા પરંતુ સાબરમતી નદી તો દેશમાં સૌથી પ્રદુષિત નદીઓમાં બીજા ક્રમે આવી છે. જેમાં માત્ર સાબરમતી જ નહીં પરંતુ ગુજરાતમાં બીજી બાર નદીઓ પણ પ્રદૂષિત જાહેર કરવામાં આવી છે. ગુજરાતની નદીઓ એટલી હદે ખરાબ થઈ ગઈ છે કે પીવા લાયક તો નહીં પરંતુ હવે નાહવાલાયક પણ પાણી રહ્યું નથી જેના માટે સરકારે પગલાં લેવા જોઈએ.

આ પણ વાંચો Mann Ki Baat : " વિશ્વ નદી દિવસ" એટલે પરંપરાઓને જોડનારો દિવસ, આપણે ત્યાં નદીને માતા કહેવાય છે તો આટલી પ્રદૂષિત કેમ!

ગુજરાતની બાર નદીઓ પ્રદૂષિત : દેશની પ્રદૂષિત નદીઓમાં ગુજરાતની બીજી પણ છે. ઉલ્લેખનીય છે કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિપોર્ટ અનુસાર દેશની સૌથી પ્રદૂષિત નદીઓની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ચેન્નઈની ખૂબ નદી દેશની સૌથી પ્રદૂષિત નદી તરીકે જાહેર કરવામાં આવી છે. ત્યારબાદ ગુજરાતની સાબરમતી નદી બીજા નંબરે સૌથી પ્રદૂષિત નદી છે. આ ઉપરાંત ગુજરાતની અન્ય 11 નદીઓ પણ પ્રદૂષિત નદીઓ જાહેર કરવામાં આવી છે જેમાં ભાદર, ભોગાવો ,દમણ ગંગા, ખારી, મહી,તાપી, શેઢી, વિશ્વામિત્રી, ભૂખી, અમલખાડી જેવી નદીઓનો સમાવેશ થયો છે.

Last Updated : Feb 3, 2023, 6:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.