ETV Bharat / state

સંક્રમણ વધતા કોવિડ સેન્ટર વધારાયા, નવા 534 બેડ ઉપલબ્ધ કરાયા

author img

By

Published : Nov 25, 2020, 2:35 AM IST

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા દૈનિક માઈક્રો કન્ટેન્ટમેન્ટ યાદી જાહેર કરવામાં આવતી હોય છે. જેમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. મંગળવારે માઈક્રો કન્ટેન્ટ યાદી 200ને પાર પહોંચી ગઈ છે.

Covid Center
Covid Center

  • માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સતત વધારો
  • કોવિડ સેન્ટર પણ વધારવામાં આવ્યા
  • ખાનગી હોસ્પિટલમાં બેડ ભરવાની ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિ

અમદાવાદ : શહેરમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ તંત્ર દ્વારા દૈનિક માઈક્રો કન્ટેન્ટમેન્ટ યાદી જાહેર કરવામાં આવતી હોય છે. જેમાં વધતા જતા કોરોનાના પોઝિટિવ કેસને કારણે યાદીમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. બુધવારે માઈક્રો કન્ટેન્ટ યાદી 200ને પાર પહોંચી છે. આ યાદી અગાઉ ઓછી થઈ ગઈ હતી. માઈક્રો કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં ખૂબ મોટા પાયે વધારો થયેલો જોવા મળી રહ્યો છે. બીજી તરફ અગાઉ માઈક્રો કન્ટેન્ટમેન્ટ મૂકવામાં આવેલા વિસ્તારોને રદ્દ કરાયા.

Covid Center
નવા 534 બેડ ઉપલબ્ધ કરાયા

માઇક્રો કન્ટાઇનમેન્ટ વિસ્તારમાં થયો ખૂબ મોટો વધારો

મહત્વનું છે કે, કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે મંગળવારે પણ અમદાવાદમાં 328 કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ સતત કેસમાં વધારો થતાં જ માઇક્રો કન્ટેનમેન્ટ જાહેર કરી તેને લગતી તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે અને કોરોના કેસમાં વધારો થતાં અન્ય હોસ્પિટલને કોવિડ સેન્ટરની મંજૂરી આપવામાં આવી છે.

Covid Center
નવા 534 બેડ ઉપલબ્ધ કરાયા

સંક્રમણ વધતા કોવિડ સેન્ટર વધારવામાં આવ્યા

અમદાવાદમાં કોરોના કેસમાં વધારો થતા તંત્ર દ્વારા કોવિડ સેન્ટર્સમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં 6 ખાનગી હોસ્પિટલને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે જૂની 3 હોસ્પિટલમાં 37 બેડ વધારવામાં આવી છે. મહત્વનું છે કે, જે દર્દીઓને ICU અથવા તો વેન્ટિલેટરની જરૂરિયાત નથી, તેવા દર્દીઓને આઇસોલેટ થઈ શકે તે માટે હોસ્ટેલ અને હોટેલના કુલ 534 બેડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

Covid Center
નવા 534 બેડ ઉપલબ્ધ કરાયા

ઓક્સિજન લેવલ ઓછું હોય તેવા દર્દીઓને દાખલ કરવાની પ્રાથમિકતા આપવામાં આવે તેવા આદેશ કરાયા

આ બેઠકમાં શહેરમાં ખાનગી હોસ્પિટલ દ્વારા બેડ ભરવા માટે થઈ રહેલી ગેરકાયદે પ્રવૃત્તિ પર પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. જરૂરિયાત ન હોય તેવા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ ન કરવા અને જરૂરિયાત હોય એટલે કે, ઓક્સિજન લેવલ ઓછું હોય તેવા દર્દીઓને દાખલ કરવાની પ્રાથમિકતા આપવામાં આવે તેવી પણ આદેશ કરવામાં આવ્યા છે.

એક પરિવારના દર્દીઓને એક જ હોસ્પિટલમાં રાખવા આદેશ

AMC દ્વારા 108 સેવાને સૂચના આપવામાં આવી છે કે, એક જ પરિવારના દર્દીઓને બને ત્યાં સુધી એક જ હોસ્પિટલમાં લઈ જવામાં આવે. તેમ છતાં કોઈપણ વ્યક્તિગત કિસ્સાઓ પ્રકાશમાં આવે તો તેનું ધ્યાન દોરવા પણ અપીલ કરવામાં આવી છે.

બોપલમાં 304 મકાનને મૂકાયા કન્ટેન્ટમેન્ટ ઝોનમાં

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે બોપલ વિસ્તારમાં કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી ઇસ્કોન પ્લેટિનમ કુલ 304 મકાનને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રાખવામાં આવ્યા છે. આ બિલ્ડિંગમાં રહેતા 1150 લોકોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

Covid Center
નવા 534 બેડ ઉપલબ્ધ કરાયા

બોડકદેવમાં આવેલી કાસા વ્યોમા બિલ્ડિંગના 210 મકાનો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે બોડકદેવ વિસ્તારમાં કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. બોડકદેવમાં આવેલી કાસા વ્યોમા બિલ્ડિંગમાં કુલ 210 મકાનને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રાખવામાં આવ્યા છે. આ બિલ્ડિંગમાં રહેતા 850 લોકોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.