ETV Bharat / state

Rajiv Gandhi's Birth Anniversary: રાજીવ ગાંધીની જન્મજયંતી નિમિત્તે અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા પદયાત્રા યોજાઈ

author img

By

Published : Aug 20, 2023, 7:54 PM IST

ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મજયંતી નિમિત્તે કોંગ્રેસ દ્વારા એક પદયાત્રા યોજાઈ હતી. અમદાવાદ સરદારબાગથી કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પદયાત્રામાં કોંગ્રેસના નેતા તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા.

f
d

ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મજયંતી નિમિત્તે કોંગ્રેસ દ્વારા એક પદયાત્રા યોજાઈ

અમદાવાદ: દેશના પૂર્વ વડાપ્રધાન તેમજ ભારત રત્ન રાજીવ ગાંધીની જન્મ જયંતી નિમિત્તે ગુજરાત કોંગ્રેસ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પદયાત્રામાં કોંગ્રેસના નેતા તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ,કોંગ્રેસ પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર, કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા, વિધાનસભા ઉપનેતા શૈલેષ પરમાર સહિતના નેતાઓ જોડાયા હતા.

કોંગ્રેસ પક્ષ દ્વારા સરદાર બાગથી પાલડી કોંગ્રેસ કાર્યાલય સુધી પદયાત્રાનું આયોજન
કોંગ્રેસ પક્ષ દ્વારા સરદાર બાગથી પાલડી કોંગ્રેસ કાર્યાલય સુધી પદયાત્રાનું આયોજન

" આજે ભારત રત્ન ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી જન્મ જયંતી છે. રાજીવ ગાંધી એક એવા વ્યક્તિ હતા કે જેમને દેશની અંદર કોમ્પ્યુટરનો ઉદભવ કરાવ્યો હતો. જે સમયે રાજીવ ગાંધીજીએ દેશમાં કોમ્પ્યુટર લાવ્યા હતા ત્યારે વિપક્ષ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો કે કોમ્પ્યુટર થી લોકો બેરોજગાર થશે અને રોજગારી ઊભી થઈ શકશે નહીં ત્યારે આજે તે જ લોકો કોમ્પ્યુટરથી દેશના યુવાનો વિદેશનું કામ સરળતાથી કરી રહ્યા છે." - કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે

વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણ સરદાર પાર્ક પદયાત્રા રેલીની અંદર શક્તિ પ્રદર્શન કર્યું હોય તેવા દ્રશ્ય સામે આવ્યા
વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણ સરદાર પાર્ક પદયાત્રા રેલીની અંદર શક્તિ પ્રદર્શન કર્યું હોય તેવા દ્રશ્ય સામે આવ્યા

" રાજીવ ગાંધીએ 18 વર્ષના યુવાનોને મત આકાર આપી દેશના વિકાસ માટે મહત્વનો ભાગ બનાવવા માટેનું મનોબળ પૂરું પાડ્યું હતું. મહિલાઓને સ્થાનિક સ્વરાજ સંસ્થાઓમાં પ્રતિનિધિત્વ આપી અનામત આપી મહિલાઓને ભાગીદારી સુચીત કરી અને આ દેશની 21મી સદીમાં કઈ રીતે લઈ જવાય તેનું સ્વપ્ન જોનાર રાજીવ ગાંધીની આજે જન્મ જયંતી છે. ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા સરદાર બાગથી પાલડી કોંગ્રેસ કાર્યાલય સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે." - અમીત ચાવડા, કોંગ્રેસ નેતા

200થી પણ વધારે કાર્યકર્તાઓને લઈને આપવા યાત્રામાં જોડાયા
200થી પણ વધારે કાર્યકર્તાઓને લઈને આપવા યાત્રામાં જોડાયા

શહેઝાદ ખાનનું શકિત પ્રદર્શન: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણ સરદાર પાર્ક પદયાત્રા રેલીની અંદર શક્તિ પ્રદર્શન કર્યું હોય તેવા દ્રશ્ય સામે આવ્યા હતા. અંદાજિત 200થી પણ વધારે કાર્યકર્તાઓને લઈને આપવા યાત્રામાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કોંગ્રેસ પક્ષમાં વિખવાદ જોવા મળી રહ્યો છે. તેની ફરિયાદ પણ પ્રદેશ કાર્યલય સુધી પહોંચી છે. ત્યારે આજની પદયાત્રામાં શક્તિ પ્રદર્શન કર્યું હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી આવ્યું હતું.

  1. Gujarat Congress: AAPમાં ભંગાણ યથાવત, પૂર્વ જિલ્લા પ્રમુખ ભેમા ચૌધરી સહિત કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા
  2. Manipur Violence: મણિપુરમાં 'જલ્દી ઉકેલ નહીં મળે તો પરિસ્થિતિ કાબૂ બહાર જઈ શકે છે'
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.