ETV Bharat / state

કોંગ્રેસનો સરકાર પર આક્ષેપ, સરકાર દુષ્કર્મના ગુનાઓના આંકડાઓ છુપાવી રહી છે

author img

By

Published : Jan 4, 2023, 10:17 PM IST

ગુજરાત કોંગ્રેસ (Gujarat congress ) દ્વારા સરકાર પર દુષ્કર્મના ગુનાઓના આંકડાઓ છુપાવવાનો (Gujarat government hide statistics of rape cases )આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ગુજરાત વિધાનસભામાં અને લોકસભામાં રજૂ થયેલા દુષ્કર્મ અને સામૂહિક દુષ્કર્મના આંકડાઓ અલગ અલગ છે. કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ ( Parthivrajsinh Kathvadia ) જણાવ્યું હતું કે દુષ્કર્મના આંકડાઓ સરકારે યોગ્ય રીતે રજૂ કર્યા નથી.

કોંગ્રેસનો સરકાર પર આક્ષેપ, સરકાર દુષ્કર્મના ગુનાઓના આંકડાઓ છુપાવી રહી છે
કોંગ્રેસનો સરકાર પર આક્ષેપ, સરકાર દુષ્કર્મના ગુનાઓના આંકડાઓ છુપાવી રહી છે

દુષ્કર્મના આંકડાઓ સરકારે યોગ્ય રીતે રજૂ કર્યા નથી

અમદાવાદ ગુજરાત કોંગ્રેસ Gujarat congress દ્વારા સરકાર પર આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે ગુજરાત વિધાનસભામાં અને લોકસભામાં રજૂ થયેલા દુષ્કર્મ અને દુષ્કર્મના આંકડાઓ અલગ અલગ (Gujarat government hide statistics of rape cases )છે. તેમજ કોંગ્રેસ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે સરકારી દુષ્કર્મના આંકડાઓ યોગ્ય રીતે રજૂ કર્યા નથી. ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા આંકડા મુજબ 3796 દુષ્કર્મની ઘટના અને લોકસભામાં રજૂ થયેલા આંકડા મુજબ રાજ્યોમાં 1075 દુષ્કર્મની ઘટના બની છે. પરંતુ લોકસભામાં અને ગુજરાતના વિધાનસભામાં બંને જગ્યાએ આંકડાઓ અલગ અલગ દેખાડવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા મોકૂફ રાખવાના પત્ર અંગે અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું

ગુજરાતના ગૃહપ્રધાન ખોટું બોલીને આંકડા છુપાવવાનો આક્ષેપ કોંગ્રેસ Gujarat congress ના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ ( Parthivrajsinh Kathvadia ) જણાવ્યું હતું કે, ભાજપ સરકારની બેટી બચાવો અને બેટી પઢાઓની વાતો માત્ર કાગળ પર જ રહી ગઈ છે. કારણ કે દુષ્કર્મના આંકડા પ્રમાણે કારણ કે કાં તો ગુજરાતના ગૃહપ્રધાન ખોટું બોલીને આંકડા છુપાવી(Gujarat government hide statistics of rape cases ) રહ્યા છે અથવા કેન્દ્રના ગૃહ પ્રધાન દુષ્કર્મના આંકડા છુપાવી રહ્યા છે. દુષ્કર્મ અને સામૂહિક દુષ્કર્મના આંકડાની રમત રાજ્યની વર્તમાન સરકાર કરી રહી છે. કેન્દ્રની ભાજપ સરકાર આંકડા છુપાવી રહી છે અને યોગ્ય તપાસ કરવામાં આવે અને જેને પણ ખોટા આંકડા રજૂ કર્યા હોય તેને યોગ્ય પગલાં લેવામાં આવે.

આ પણ વાંચો સબસલામતની વાત કરતી સરકારના રાજમાં ગુજરાતની મહિલાઓ અસલામત, કૉંગ્રેસે કર્યા પ્રહાર

વર્ષ 2020 અને 2021ના આંકડા રજૂ પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ ( Parthivrajsinh Kathvadia ) જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યની વિધાનસભામાં તારીખ 10 માર્ચ 2022ના રોજ પુછાયેલ સવાલના જવાબમાં ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા અને ગૃહપ્રધાન દ્વારા રજૂ કરેલ જવાબમાં વર્ષ 2020 અને 2021 ના બે વર્ષ દરમ્યાન રાજ્યમાં 3796 દુષ્કર્મ અને 61 સામુહિક દુષ્કર્મના ગુન્હાઓ નોંધાયા હતા તેમ વિધાનસભાના ગૃહમાં રજૂ કરેલ હતો. જ્યારે તારીખ 20 ડિસેમ્બર 2022 ના રોજ લોકસભામાં પૂછાયેલ સવાલના જવાબમાં કેન્દ્ર સરકારના ગૃહ વિભાગ અને ગૃહપ્રધાન દ્વારા ગુજરાત રાજ્યમાં નોંધાયેલા દુષ્કર્મ અને સામૂહિક દુષ્કર્મના આંકડા રજૂ કરવામાં (Gujarat government hide statistics of rape cases )આવ્યા હતાં.

આંકડાની વિસંગતતા લોકસભામાં દર્શાવેલ આંકડા પ્રમાણે વર્ષ 2020 અને 2021 દરમિયાન બે વર્ષમાં 1075 દુષ્કર્મ અને સામૂહિક દુષ્કર્મનાના 35 ગુના નોંધાયા હતાં. લોકસભામાં કેન્દ્રની સરકાર દ્વારા 2020 અને 2021ના બે વર્ષની દુષ્કર્મના 2721 અને સામૂહિક દુષ્કર્મના 26 ગુન્હા, ગુજરાત વિધાનસભા કરતાં ઓછા (Gujarat government hide statistics of rape cases )દર્શાવવામાં આવ્યા છે.

કેન્દ્રની કે રાજ્યની સરકારમાં કોણ જૂઠું પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ ( Parthivrajsinh Kathvadia ) જણાવ્યું હતું કે વિધાનસભા અને લોકસભામાં ગુજરાતમાં બનેલ દુષ્કર્મ અને સામૂહિક દુષ્કર્મના ગુનાના આંકડાની વિસંગતતા દર્શાવે છે કે કેન્દ્રની સરકાર અથવા ગુજરાતની સરકારમાંથી કોઈ એક જૂઠું બોલી રહ્યા છે. વિધાનસભા હોય કે લોકસભા હોય જો ખોટા આંકડા દર્શાવવામાં આવે તો દેશના નાગરિકોને લોકતંત્ર ઉપરથી વિશ્વાસ ઉઠી જશે અને સરકાર ઉપરથી ભરોસો ઉઠી જશે. આંકડા છુપાવવાનું રાજકારણ શું કામ ? કોણ જુઠ્ઠુ બોલી રહ્યું છે અને કોણ સત્ય બોલી રહ્યું છે તે ગુજરાત અને દેશની જનતા જાણવા માંગે છે. સરકાર ખુલાસો આપે કે સાચા આંકડા (Gujarat government hide statistics of rape cases )કયાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.