ETV Bharat / state

Ahmedabad crime news: સાબરમતીમાં જુગાર રમવા બાબતનો વિરોધ કરનારને પથ્થરમારો કરી હત્યા કરનારા શખ્સો સામે ફરિયાદ

author img

By

Published : Mar 12, 2023, 4:32 PM IST

અમદાવાદ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. સાબરમતી વિસ્તારમાં જુગાર રમાડવાનો વિરોધ કરતા યુવક પર પથ્થરમારો કરી હુમલો કરવામા આવ્યો હતો, જે ઘટનામાં યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. જે અંગે સાબરમતી પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવાની તજવીજ તેજ કરી છે.

complaint-against-persons-who-stoned-to-death-those-protesting-against-gambling-in-sabarmati
complaint-against-persons-who-stoned-to-death-those-protesting-against-gambling-in-sabarmati

પથ્થરમારો કરી હત્યા કરનારા શખ્સો સામે ફરિયાદ

અમદાવાદ: 8 મી માર્ચે મોડી રાતના સમયે શહેરના સાબરમતી વિસ્તારમાં અરવિંદ પરમાર નામના યુવક પર 5 થી 6 જેટલા શખ્સોએ પથ્થરમારો કરી હુમલો કર્યો હતો. જે બનાવમાં ઇજાગ્રસ્ત અરવિંદ પરમાર સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. હુમલાના ગુનામાં સાબરમતી પોલીસે પિયુશ પરમાર, જયેશ પરમાર, સમીર, શેખર તથા બે અજાણ્યા યુવક વિરુદ્ધ રાયોટિંગ અને હુમલાની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવવાહી હાથ ધરી હતી. જેમાં યુવકનું સારવાર દરમિયાન મોત થઈ જતા હત્યાની કલમનો ઉમેરો કરી ફરાર આરોપીને પકડવા શોધખોળ હાથ ધરી છે.

પોલીસની કામગીરી પર આક્ષેપો: હત્યાના બનાવ બાદ પરિવારજનોએ પોલીસની કામગીરી પર આક્ષેપો કર્યા હતા. જોકે આ ઘટનાને પાંચ દિવસ વીતી ગયા છતાં એક પણ આરોપી પોલીસે ધરપકડ ન કરતી હોવાનો આરોપ લગાવ્યો છે. જે ઉપરાંત ફરાર આરોપીઓ જાહેરમાં જુગાર રમાડતા હતા તેનો વિરોધ કરતા આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો Surat news: સુરતમાં લવ જેહાદનો મામલો સામે આવ્યો, યુવકે હિન્દૂ હોવાની ઓળખાણ આપી યુવતીને પ્રેમ જાળમાં ફસાવી

પોલીસની નિષ્ક્રિયતા: માથાભારે આરોપીઓ ફરાર હોવાથી મૃતકના પરિવાર અને સ્થાનિક લોકો પર હુમલો કરે તેવી શકયતા વ્યક્ત કરી છે. સાબરમતીના ગાંધીવાસમાં છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલા જુગારધામનો સ્થાનિકો વિરોધ કરી રહ્યા હતા પરતું પોલીસની નિષ્ક્રિયતાથી હત્યા થઈ હોવાનો મૃતકના પરિવાજનોએ આક્ષેપ કર્યો છે. હાલમાં સ્થાનિકોએ કરેલા આક્ષેપને લઈ પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. હત્યાના ગુનામાં રહેલા 6 જેટલા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.

આ પણ વાંચો Ahmedabad Crime : ક્રિકેટ નિહાળવા જતા લોકોને આતંકીઓએ આપી ધમકી, પોલીસે તપાસનો કર્યો ધમધમાટ

આરોપીઓને પકડવાની તજવીજ તેજ: આ અંગે સાબરમતી પોલીસ સ્ટેશનના PI એચ. એન પટેલે ETV ભારત સાથે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી આરોપીઓને પકડવા મામલે અલગ અલગ ટીમો કામે લગાડી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.