ETV Bharat / state

Ahmedabad Crime : ક્રિકેટ નિહાળવા જતા લોકોને આતંકીઓએ આપી ધમકી, પોલીસે તપાસનો કર્યો ધમધમાટ

author img

By

Published : Mar 11, 2023, 3:09 PM IST

Updated : Mar 11, 2023, 9:09 PM IST

અમદાવાદમાં ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ જોવા જનાર લોકોને આતંકીઓની ધમકીના મેસેજ મળ્યા છે. ખાલિસ્તાની આતંકીઓએ કહ્યું કે, ઘરમાં રહો, સુરક્ષિત રહો જેવા મેસેજ મોકલ્યા છે. ધમકીની બાબત સામે આવતા ગુજરાત પોલીસે તપાસનો ધમધમાટ બોલાવ્યો છે.

Ahmedabad Crime : ક્રિકેટ નિહાળવા જતા લોકોને આતંકીઓએ આપી ધમકી, પોલીસે તપાસનો કર્યો ધમધમાટ
Ahmedabad Crime : ક્રિકેટ નિહાળવા જતા લોકોને આતંકીઓએ આપી ધમકી, પોલીસે તપાસનો કર્યો ધમધમાટ

પોલીસે તપાસનો કર્યો ધમધમાટ

અમદાવાદ : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ ક્રિકેટ મેચ જોવા માટે જઈ રહેલા લોકોને ખાલિસ્તાની આતંકીઓએ ઘરમાં રહો, સુરક્ષિત રહોના પ્રિરેકોર્ડેડ મેસેજ કરીને ધમકીઓ આપી હોવાની બાબત સામે આવી છે. જે મામલે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે પ્રી રેકોર્ડેડ મેસેજ ટ્રેસ કરીને જાણવાજોગ દાખલ કરી તપાસ શરૂ કરી છે.

રાજ્યની પોલીસ એલર્ટ પર : મહત્વનું છે કે આ પ્રકારની પ્રિરેકોર્ડેડ ધમકીઓ મળતા ભારત અને ઓસ્ટ્રેલિયા ટીમના ખેલાડીઓ સહિત સ્ટેડિયમમાં આવનાર તમામ પ્રેક્ષકોની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે જાણવા જોગ દાખલ કર્યા બાદ સમગ્ર રાજ્યની પોલીસ એલર્ટ પર જોવા મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે મેચ નિહાળવા માટે આવ્યા તે પહેલા જ આ રેકોર્ડેડ મેસેજ રાજ્યમાં અનેક લોકોને કરવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો છે.

રેકોર્ડ થયેલા મેસેજ : અમેરિકા સ્થિત ખાલિસ્તાની આતંકી ગુરુપતવંતસિંહના પન્નુના અવાજમાં રેકોર્ડ થયેલા મેસેજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અનેક ઉચ્ચારણો કર્યા છે. ગુજરાતના લોકોને ઘરમાં રહો, સુરક્ષિત રહો તે પ્રકારે અંગ્રેજીમાં મેસેજ કરવામાં આવ્યો છે. જે મેસેજ રાજ્યના અલગ અલગ જિલ્લાના લોકોને ફોન કરીને સંભળાવવામાં આવ્યો છે.

મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ : અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે આ મેસેજને ટ્રેસ કરીને તપાસ શરૂ કરી છે, ત્યારે આ મેસેજ પાકિસ્તાન બેઝ ખાલીસ્તાની ગ્રુપના લોકોનું ષડયંત્ર હોવાનો ખુલાસો થયો છે. આ મેસેજ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ વાયરલ કરવામાં આવી રહ્યો છે. જેમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનના નામ જોગ સંબોધન પણ જોવા મળી રહ્યું છે, જેના પગલે પોલીસે સુરક્ષામાં વધારો કર્યો છે.

આ પણ વાંચો : Patan Crime News : નશામુક્તિ કેન્દ્રમાં ઘરે જવાની જીદ કરતા યુવકને સંચાલકે એટલો માર્યો કે તે મરી ગયો, CCTVએ ભાંડો ફોડ્યો

રાજ્યની અલગ અલગ પોલીસ ટીમ : મહત્વનું છે કે, ગુજરાત પોલીસે આ સમગ્ર મેસેજને પગલે ખાસ કાર્યવાહી શરૂ કરી છે. ખાલીસ્તાની આતંકીઓને ISISનું સમર્થન હોવાથી સ્લીપર સેલ મેચ દરમિયાન કોઈ ઘટનાને અંજામ ન આપે તે માટે પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આ મામલે ગુજરાત ATS, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ SOG અને સાયબર ક્રાઈમે અલગ અલગ રીતે તપાસ શરૂ કરી રહી છે. સોશિયલ મીડિયા પર પણ ખાસ બાજ નજર રાખવાની શરૂ કરી છે. દેશ વિરોધી માનસિકતા ધરાવતા લોકો ઉપર પણ ખાસ નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Surat Crime: ઉધનામાં લક્ષ્મીનારાયણ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતા યુવકનો મૃતદેહ મળ્યો, અંગત અદાવતમાં હત્યાનું અનુમાન

પોલીસનું શું કહેવું છે : વાયરલ મેસેજમાં ખાલીસ્તાની આતંકી ગુરુપતસિંહ પન્નુએ આગામી દિવસોમાં અમૃતસરમાં યોજાઈ રહેલી G20ની સમિટ અંગે ધમકી આપી છે. જેને પગલે દેશભરની સુરક્ષા એજન્સીઓએ સમિટની સુરક્ષા સમીક્ષા શરૂ કરી છે. આ અંગે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના DCP ચૈતન્ય મંડલી કે, ETV Bharat સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જાણવાજોગ દાખલ કરીને અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે. મેસેજ મોકલનાર કોણ છે અને સોશિયલ મીડિયા પર મેસેજ વાયરલ કરનાર કોણ છે. તેને પકડવા માટે હાલ અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે.

Last Updated :Mar 11, 2023, 9:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.