ETV Bharat / state

Bullet Train Project: બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન કર્યું હોવા છતાં 5 વર્ષે પણ ખેડૂતને રૂપિયા ચૂકવાયા નથી

author img

By

Published : Mar 21, 2022, 8:38 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના(Prime Minister Narendra Modi) ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કાર્યરત છે. અમદાવાદના વિસ્તારોમાં જમીન સંપાદનની કામગીરી પૂર્ણ કરવામાં (Bullet Train Project)આવી છે. જે જમીન સંપાદન કરવામાં આવી તેના પૈસાની ચૂકવણી સરકારે હજુ સુધી કરી નથી ત્યારે ખેડૂતો હજુ પણ પૈસા લેવા માટે સરકારી ઓફિસોમાં ધક્કા ખાઇ રહ્યા છે.

Bullet Train Project: બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન કર્યું હોવા છતાં 5 વર્ષે પણ ખેડૂતને રૂપિયા ચૂકવાયા નથી
Bullet Train Project: બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન કર્યું હોવા છતાં 5 વર્ષે પણ ખેડૂતને રૂપિયા ચૂકવાયા નથી

અમદાવાદઃ અમદાવાદ અને મુંબઈ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ (Prime Minister Narendra Modi) કાર્યરત છે. આ માટે અમદાવાદના અનેક વિસ્તારોમાં અને જિલ્લાઓમાં માટેની જમીન સંપાદનની(Bullet train land acquisition)કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. વિધાનસભા ગૃહમાં ભાજપના ધારાસભ્ય રાકેશ શાહે અમદાવાદ જિલ્લા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદન (Bullet Train Project) અંગેનો પ્રશ્ન કર્યો જેમાં 31 ડિસેમ્બર 2021ની પરિસ્થિતિ આ પ્રોજેક્ટ માટે કુલ 27 -15-17 હેક્ટર આરે ચોરસ મીટર જમીન સંપાદન કરવામાં આવ્યું છે.

બુલેટ ટ્રેન જમીન સંપાદન

બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન રૂપિયા ખેડૂતોને ચૂકવાયા નથી - વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય રાકેશ શાહ વિધાનસભામાં બુલેટ ટ્રેન જમીન સંપાદન અંગે પ્રશ્ન કર્યો ત્યારે સરકાર ત્યારબાદ અમદાવાદ જિલ્લામાં કેટલી જમીન સંપાદન કરવામાં આવી કેટલી બાકી અને કેટલી રકમની ચૂકવણી કરવામાં આવી તે વિશેની માહિતી આપી હતી. આ મામલે ETV Bharatની ટીમે ગ્રાઉન્ડ રિપોર્ટ ચેક કર્યો તો સરકારે 2017 માં બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન કર્યું હતું તેના રૂપિયા હજુ સુધી ખેડૂતોને ચૂકવાયા નથી. ખેડૂતો દ્વારા કલેકટર તેમજ સરકારમાં પણ અનેક વખત રજૂઆતો કરી અને અરજીઓ આપી હોવા છતાં ખેડૂતોને તેમના હકના પૈસા હજુ મળ્યા નથી.

આ પણ વાંચોઃ Bullet Train Project: સુરતથી બીલીમોરા વચ્ચે પહેલી ટ્રાયલ થશે, 520 જેટલા ટાવર ઊભા કરવામાં આવ્યા

સરકાર માત્ર ગોળ ગોળ વાતો કરે - આ મામલે રઘુ દેસાઈ નામના ખેડૂતે જણાવ્યું હતું કે 2017માં અમારી જમીન બુલેટ ટ્રેન માટે સરકારને આપી હતી. જે તે સમયે સરકારે અમને પૈસા આપવાની વાત કરી હતી. ત્યારબાદ જમીનનો કેસ સામે આવ્યો હતો. તેમ છતાં અમે કેસ જીતી ગયા હોવા છતાં હજુ સુધી અમને રૂપિયાની ચૂકવણી કરવામાં આવી નથી. પાંચ વર્ષ થયાં હોવા છતાં પણ સરકાર માત્ર ગોળ ગોળ વાતો કરે છે.

ખેડૂતો પૈસા ઓફિસોમાં ધક્કા ખાઇ રહ્યાં છે - આ સમગ્ર મામલે હાલ બુલેટ ટ્રેન કામગીરી છે તે પુરપાટ ઝડપે ચાલી રહી છે. પરંતુ જે જમીન સંપાદન કરવામાં આવી હતી તેના જે પૈસાની ચૂકવણી સરકારે હજુ સુધી કરી નથી. ત્યારે ખેડૂતો હજુ પણ પૈસા લેવા માટે સરકારી ઓફિસોમાં ધક્કા ખાઇ રહ્યાં છે.
આ પણ વાંચોઃ Bullet train project protests : વડોદરામાં બુલેટ ટ્રેન પ્રોજેકટ બાબતે સ્થાનિકોનો વિરોધ, શું થયું જાણો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.