સાયબરની મોટી સિદ્ધિ, લોન ફ્રોડ કરતી 5 હજાર વેબ એપ્લિકેશનને કરાવી બંધ

author img

By

Published : Dec 27, 2022, 4:20 PM IST

beware of short term instant loan application

અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા ફ્રોડ લોન (beware of short term instant loan) એપ્લિકેશન અને વેબસાઇડ પર કાર્યવાહી કરી 5 હજાર જેટલી એપ અને વેબને બંધ કરાવી (5 thousand loan fraud web applications closed) છે. ગુજરાત સહિત દેશભરમાં શોર્ટ ટર્મ લોન લેવા માટે અનેક અલગ અલગ એપ્લિકેશન માર્કેટમાં આવી છે. જેના દ્વારા સમાન્ય લોકો નાની રકમની લોન મેળવે છે, પરંતુ આ લોકોને અંદાજો પણ નહિ હોય કે આવી લોન તેને કેટલી મોંઘી પડી શકે છે.

લોન ફ્રોડ કરતી 5 હજાર વેબ એપ્લિકેશન બંધ

અમદાવાદ: અમદાવાદ સાઇબર ક્રાઇમની ટીમ (ahmedabad cyber crime action against loan fraud app) હાલ એવી એપ્લિકેશન અને વેબ સાઇડ શોધી રહી છે કે જે શોર્ટ ટર્મ લોન આપવાના બહાને લોકો સાથે છેતરપિંડી કરી રહી છે અને લોકો નજીવી રકમની લોન મેળવી પોતાના બેન્ક એકાઉન્ટ અથવા ડેટ ને સામે ચાલીને લીક કરી રહ્યા છે. અમદાવાદ સાઇબર ક્રાઇમમાં રોજની સરેરાશ 5થી 6 અરજીઓ આવી રહી છે, જેમાં એપ્લિકેશન કે વેબ મારફતે નજીવી રકમની લોન લીધા બાદ તેનો મોબાઈલ ડેટા લીક થયો અને તેના ફોટો મોર્ફ કરી બ્લેકમેઇલ કરવામાં આવી રહ્યા છે. જેના આધારે સાઇબર ક્રાઇમ દ્વારા આવી વેબ અને એપ પર તપાસ શરૂ કરવામાં આવી અને તેના આધારે સાઇબર ક્રાઇમ વધુ 5 હજાર જેટલી એપ અને વેબ પર રોક લગાવી (5 thousand loan fraud web applications closed) છે. જો કે આટલી મોટી માત્રામાં રોક લગાવવાની કામગીરી કરનાર અમદાવાદ સાઇબર ક્રાઇમ દેશમાં પ્રથમ પોલીસ મથક બન્યું (ahmedabad cyber crime action against loan fraud app) છે.

આ પણ વાંચો ISROના ઈન્ટર્નને ઈમેલમાં મળી મારી નાખવાની ધમકી, નોંધાવી પોલીસ ફરિયાદ

સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે છેલ્લા કેટલાક મહિનાઓથી જુદા જુદા પ્લેટફોર્મ પર ઇન્સ્ટન્ટ લોન અંગેની 400 કરતા પણ વધારે જુદી જુદી લોન એપ્લીકેશનો અને વેબસાઇટો દ્વારા શોર્ટ ટર્મ લોન આપવાની લોભામણી લલચામણી જાહેરાતો આપી આ એપ્લીકેશનો જુદા જુદા લોકોને ડાઉનલોડ કરાવી શોર્ટ ટર્મ લોન ખુબજ સરળ પ્રોસીજરથી મેળવવાની લાલચ આપતા હતા. લોનની પ્રોસીજર કરાવી લોન એપ્લીકેશન યોગ્ય હોવા બાબતની ગ્રાહકને ખાત્રી થાય તે માટે જુદી જુદી એપ્લીકેશન ગુગલ પ્લેસ્ટોરમાં પણ વિવિધ કંપનીઓના નામે એકાઉન્ટ બનાવીને તે એકાઉન્ટમાં વિવિધ પ્રકારની લોન એપ્લીકેશનો મૂકતા હતા. જ્યારે કોઇ ગ્રાહકો શોર્ટ ટર્મ લોન મેળવેતો તેમને હેરેસમેન્ટ કરી લોનની રકમ કરતા વધુ રકમ મેળવી છેતરપીંડી કરતા હતા. આ સમગ્ર મામલાની તપાસમાં આશરે બીજી ચાર હજાર જેટલી એપ્લીકેશન વેબસાઇટ મળી આવી હતી. જે એપ્લીકેશન વેબસાઇટ બંધ કરાવવા માટેની તજવીજ કરવામાં આવી (ahmedabad cyber crime action against loan fraud app) છે.

આ પણ વાંચો 1992 પછી પહેલી વખત રાજ્યના દરિયાકાંઠાની આંતરરાષ્ટ્રીય બોર્ડર પર હથિયાર સાથે ડ્રગ્સ ઝડપાયું: DGP

સાવચેત રહો: સામાન્ય રીતે લોકો કોઈ પણ લોન એપ્લીકેશ(loan application), ઇન્વેસ્ટમેન્ટ એપ્લીકેશન(investment application), ગેમીંગ એપ્લીકેશનમાં (gaming application)ઇન્સ્ટોલ, વપરાશ તેમજ પેમેન્ટ કરતા પહેલા અમુક મુદ્દાઓ ધ્યાન રાખવું જરૂરી છે. જેમાં વિવિધ પ્લેટફોર્મ પરથી ક્યારેય પણ લોન એપ્લીકેશ, ઇન્વેસ્ટમેન્ટ એપ્લીકેશન, ગેમીંગ એપ્લીકેશન ઇન્સ્ટોલ કરવી નહીં. લોન એપ્લીકેશ, ઇન્વેસ્ટમેન્ટ એપ્લીકેશન, ગેમીંગ એપ્લીકેશન ડાઉનલોડ કરવા માટે હંમેશા ગુગલ પ્લેસ્ટોરનો જ ઉપયોગ કરવો, પ્લેસ્ટોર પરથી જ્યારે એપ્લીકેશન ડાઉનલોડ કરો ત્યારે તેમના રીવ્યુ આર.બી.આઇ.રજીસ્ટર્ડ છે કે કેમ? તે બાબતે ગુગલ પર ઘણીબધી વેબસાઇટ પર કમ્પ્લેન રજીસ્ટર હોય છે તે ચકાસ્યા બાદ જ એપ્લીકેશન ઇન્સ્ટોલ કરવી.

આ પણ વાંચો અમેરિકાની ટ્રમ્પ વૉલ કૂદતા બ્રિજકુમાર યાદવના મોત બાદ પત્ની અને બાળક USની કસ્ટડીમાં

શું શું રાખવી કાળજી?: એપ્લીકેશન જ્યારે ઇન્સ્ટોલ કરો છો ત્યારે વિવિધ પ્રકારની પરમીશનો માંગવામાં આવે છે તે ખાસ ધ્યાન (beware of short term instant loan) રાખવું. કેમેરાની પરમીશન આપેલ હોય તો તે તમારો ફોટોગ્રામ ગમે ત્યારે લઇને તમારી જાણ બહાર સર્વર પર મોકલી શકે છે. એસ.એમ.એસ.ની પરમીશન આપેલ હોય તો તમારા બેંકીંગના મેસેજ રીડ તેમજ રાઇટ કરી શકે છે. લોકેશનની પરમીશન આપેલ હોય તો તમારી દરેક હિલચાલ પર નજર રાખી શકે છે. માઇક્રોફોનની પરમીશન આપેલ હોય તો આપણી એપ બંધ હોય તો પણ તમામ વાતચીત સાંભળી શકે (beware of short term instant loan) છે. કોન્ટેક્સની પરમીશન આપેલ હોય તો તમારા મોબાઇલમાં રહેલા તમામ કોન્ટેકસને પોતાના સર્વર પર સ્ટોર કરી શકે છે. સ્ટોરેજની પરમીશન આપેલ હોય તો તમારા મોબાઇલમાં રહેલ ફોટા, એપ્સ, ગેલેરીમાં રહેલ તમામ ઇમેજીસ પોતાના સર્વર પર મેળવી લે છે. એડ વોઇસ મેઇલ પરમીશન આપેલ હોય તો કોઇપણ એપ આપના ફોનમાં વોઇસ મેઇલ ઉમેરી શકે છે અને વોઇસમેઇલના આધારે વોઇસ મેઇલમાં આપેલ નંબર પર કોલ કરતા બેંક એકાઉન્ટમાં રહેલ નાણા ઉપડી થઇ શકે છે. વિવિધ પ્લેટફોર્મ પરથી ઇન્વેસ્ટમેન્ટ એપ્લીકેશન ડાઉનલોડ કર્યા બાદ તે એપ્લીકેશનમાં નાણા ઇન્વેસ્ટ કરવા પ્રોસીજર કરો છો ત્યારે જુદા જુદા યુ.પી.આઇ, આઇ.ડી., બેંક એકાઉન્ટ તેમજ પેમેન્ટ ગેટ વે જોવા મળે છે. જો આવી અલગ અલગ પ્રકારની યુ.પી.આઇ. આઇ.ડી, બેંક એકાઉન્ટ, પેમેન્ટ ગેટવે આવતા હોય તો તે એપ્લીકેશન ફ્રોડ કરતી હોઇ શકે (online fraud by mobile application) છે.

આ પણ વાંચો સુરતના અમરોલી ત્રિપલ મર્ડર કેસમાં વધુ એક સીસીટીવી સામે આવ્યા

ગેમીંગ એપ્લીકેશન થકી પ્રોફીટ બાબતે રાખો સાવચેતી: ઇન્વેસ્ટમેન્ટ તેમજ ગેમીંગ એપ્લીકેશન થકી પ્રોફીટ થયેલ નાણા જ્યારે તમારા બેંક એકાઉન્ટમાં પરત મેળવો છો ત્યારે પણ તમારા બેંક એકાઉન્ટમાં તપાસો કે તમે પ્રોફીટ સ્વરુપે મેળવેલ નાણા તે જ કંપનીના નામે આવે છે કે કેમ? તેની ચકાસણી કરો. જો અલગ અલગ એકાઉન્ટમાંથી નાણા આવતા હોય તો તે ફ્રોડ હોઇ શકે. કોઇ વ્યકિત દ્વારા તમને એવુ કહેવામાં આવે કે તમારુ એકાઉન્ટ બે થી પાંચ દિવસ વાપરવા માટે અમોને આપો, અમે તમને એકાઉન્ટમાં જમા થયેલ રકમના બે થી પાંચ ટકા કમિશન આપીશુ, તો આવી લાલચમાં આવવુ નહી અને આવુ કહેનાર સામે સાયબર ક્રાઇમની અંદર જાણ કરવી. કારણ કે આવા વ્યકિતઓ તમારા એકાઉન્ દુરુપયોગ કરીને ફ્રોડના નાણા મેળવી લે છે. ગમે ત્યારે બેંક ખાતા ધારક તરીકે તમારા વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી થઇ શકે છે.

આ પણ વાંચો વાઘ આવ્યો વાઘ આવ્યો: પાછળની સીટ પર લખ્યું હતું, આ ફ્લાઈટમાં બોંબ છે

શોર્ટ ટર્મ ઇન્સ્ટન્ટ લોન એપ્લીકેશનોથી સાવધાન: વિવિધ પ્લેટફોર્મ પર ક્રીપ્ટો કરન્સી એપ્લીકેશનમાં ઉંચા વળતર આપવાના બહાને નાગરીકો પાસે પૈસા ભરાવડાવે છે અને તે પૈસા ક્રીપ્ટો કરન્સી થૂ ફ્રોડ (fraud by Crypto Currency) વ્યકિત વિદેશમાં લઇ જતા હોય છે. જેથી આવી કોઇ ક્રીપ્ટો એપ્લીકેશનમાં પૈસા રોકાણ કરતા પહેલા તે એપ્લીકેશનના રીવ્યુ અને રજીસ્ટ્રેશન થયેલ છે કે કેમ? તેની ચકાસણી કરવી. સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જોવા મળતી વિવિધ શોર્ટ ટર્મ ઇન્સ્ટન્ટ લોન એપ્લીકેશનો જે ગેરકાયદે લોનનુ ધીરાણ ઓનલાઇન કરતી હોય છે તે એપ્લીકેશનો લોભામણી લાલચ આપી પર્સનલ ડેટાનો એક્સેસ એપ્લીકેશન ડાઉનલોડ સમયેજ મેળવી લઇ ગુપ્ત ડેટા તેમના સર્વર પર સ્ટોર કરી બ્લેકમેલ કરી પૈસા પડાવી સમાજમાં બદનામ કરવા જેવી પ્રવૃતિઓ કરી રહી (beware of short term instant loan) છે. આવી શોર્ટ ટર્મ ઇન્સ્ટન્ટ લોન એપ્લીકેશનોથી સાવધ રહેવા પણ સાઇબર ક્રાઇમ લોકોને સલાહ આપે (beware of short term instant loan) છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.