ETV Bharat / state

Iskcon Bridge Accident: પ્રગ્નેશ પટેલની જામીન અરજી પર આજે સુનાવણી ટળી, 6 ઓગસ્ટના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે

author img

By

Published : Aug 3, 2023, 4:03 PM IST

આરોપી તથ્ય પટેલના પિતા પ્રગ્નેશ પટેલે જામીન મેળવવા માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં અરજી દાખલ કરી છે. આજે આ કેસમાં સુનાવણી ટળી હતી. હવે આગામી મુદતમાં સરકાર દ્વારા એફિડેવિટ રજૂ કરવામાં આવશે.

Etv Bharat
Etv Bharat

પ્રગ્નેશ પટેલના જમીન માટે હવે છ ઓગસ્ટના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે

અમદાવાદ: ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ મામલે તથ્ય પટેલે જેગુઆર કાર દ્વારા નવ લોકોની જિંદગી છીનવી લીધી હતી. આ ઘટના સ્થળે હાજર લોકોને તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. તેથી તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પ્રગ્નેશ પટેલે જામીન મેળવવા માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં અરજી દાખલ કરી છે. પ્રગ્નેશ પટેલની જામીન અરજી ઉપર આજે સુનાવણી ટળી હતી.

આજે આ સમગ્ર મામલે સરકાર તરફથી જવાબ રજૂ કરવામાં આવવાનો હતો. આ કેસમાં સરકારી અધિકારી કાર્યક્રમના બંદોબસ્તમાં વ્યસ્ત હોવાથી આજની સુનાવણી ટળી હતી. હવે આગામી મુદતમાં સરકાર દ્વારા એફિડેવિટ રજૂ કરવામાં આવશે. પ્રજ્ઞેશ પટેલે એવું કોઈ પણ કાર્ય કર્યું નથી જે કાયદા વિરુદ્ધનું હોય. તેમને પકડી શકવાના કોઈ મજબૂત પુરાવા પણ નથી. તેમના પર એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેઓ તેમના દીકરાને લઈ ગયા હતા પરંતુ હકીકતમાં મેડિકલ ટ્રીટમેન્ટ માટે તથ્યને લઈ જવામાં આવ્યો હતો. - નિસાર વૈદ્ય, એડવોકેટ

છ ઓગસ્ટના રોજ વધુ સુનાવણી: અત્રે મહત્વનું છે કે અત્યાર સુધીમાં પ્રગ્નેશ પટેલના કેસમાં કોઈપણ સિનિયર એડવોકેટ તેનો કેસ લડવા માટે નકારો ભરી રહ્યા હતા. જેને લઇને દર મુદ્દતે વકીલો પણ બદલાઈ રહ્યા હતા. આ કેસમાં હવે હાઇકોર્ટના સિનિયર એડવોકેટ જલ ઉનવાલાએ હાજર રહીને દલીલો કરી હતી. અગાઉ તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની જામીન અરજીની સુનાવણીમાં હાઇકોર્ટના સિનિયર એડવોકેટ એસ.વી. રાજુના પુત્ર ભદ્રેશ રાજુ હાજર રહ્યા હતા. પરંતુ કોઈ કારણોસર તેમણે પણ આ કેસ છોડી દીધો હતો. પ્રગ્નેશ પટેલના જમીન માટે હવે છ ઓગસ્ટના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

શું છે સમગ્ર કેસ: આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો 19 જુલાઈ 2023 ના રોજ વહેલી સવારે અમદાવાદમાં તથ્ય પટેલ ઇસ્કોન બ્રિજ ઉપર નવ લોકોને કચડી નાખ્યા હતા. તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલે ત્યાં હાજર સ્થળ પર રહેલા લોકોને ગાંધી મારી માથાની ધમકી આપી હતી અને તેની સામે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અત્રે મહત્વનું છે કે બંને આરોપીઓ તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલની ચાર્જશીટ જેલમાં મોકલી દેવામાં આવી છે. હાલ બને આરોપીઓ સાબરમતી જેલમાં છે.

  1. Iskcon Bridge Accident: ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં અંતે આરોપી તથ્ય પટેલ સામે ચાર્જશીટ ફાઈલ થઈ, જાણો સમગ્ર ઘટનાક્રમ
  2. Iskcon Bridge Accident : ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસની તપાસ પૂર્ણ, 5 હજાર પાનાની ચાર્જશીટ તૈયાર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.