ETV Bharat / state

Bageshwardham in Ahmedabad : બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીની હાથીજણમાં હનુમંત કથાની તૈયારીઓ, એક દિવસીય દિવ્ય દરબાર પણ યોજાશે

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 5, 2023, 8:46 PM IST

અમદાવાદનાં હાથીજણમાં શિવકૃપા મિત્ર મંડળ દ્વારા બાગેશ્વર ધામની હનુમંત કથા અને એક દિવસીય દિવ્ય દરબારનું આયોજન કરાયું છે. 18 થી 20 ઓક્ટોબર સુધી કાર્યક્રમને લઈને આયોજક દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. હાથીજણ ખાતે કાર્યક્રમ સ્થળ પર ભૂમિપૂજન અને હનુમાનજીની ધ્વજા ફરકાવી તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.

Bageshwardham in Ahmedabad : બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીની હાથીજણમાં હનુમંત કથાની તૈયારીઓ, એક દિવસીય દિવ્ય દરબાર પણ યોજાશે
Bageshwardham in Ahmedabad : બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીની હાથીજણમાં હનુમંત કથાની તૈયારીઓ, એક દિવસીય દિવ્ય દરબાર પણ યોજાશે

આયોજક દ્વારા તૈયારીઓ

અમદાવાદ : અમદાવાદના આંગણે યોજાનાર બાબા બાગેશ્વરના દિવ્ય દરબાર અને હનુમંત કથા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં કથા સ્થળ પર 5 લાખ લોકોનો સમાવેશ થઈ શકે તે માટે વિશાળ જગ્યા છે. તેમજ 17મી ઓક્ટોબરના રોજ કળશ યાત્રા યોજાનાર છે જેમાં પણ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહેશે.

દિવ્ય દરબારનું આયોજન : થોડા મહિનાઓ પહેલા અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી એટલે કે બાબા બાગેશ્વરના દિવ્ય દરબારનું ગુજરાતમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ બાબા બાગેશ્વરની એક ઝલક નિહાળવા અને કથા સાંભળવા માટે ઉમટી પડ્યા હતાં. ત્યારે હવે ફરી એકવાર બાબા બાગેશ્વર ગુજરાતના મહેમાન બનવા જઈ રહ્યા છે. જેમાં અમદાવાદ અને અંબાજીમાં બાબા બાગેશ્વરના ત્રણ ત્રણ દિવસના કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

હનુમંત કથા પણ યોજાશે : અમદાવાદના હાથીજણ ખાતે 18 થી 20 ઓક્ટોબર સુધી બાબા બાગેશ્વરની હનુમંત કથા અને એક દિવસીય દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. બાબા બાગેશ્વરના આગમનને લઈને આયોજક દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હાથીજણ સર્કલ પાસે આવેલા સિધ્ધ બાગેશ્વર મેદાન ખાતે આ કાર્યક્રમનું આયોજન થશે. તે સ્થળ પર આયોજકો દ્વારા સંતો મહંતો અને સ્થાનિક આગેવાનોને સાથે રાખીને ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

કળશ યાત્રાનું આયોજન : બાબા બાગેશ્વરની હનુમંત કથાના આગલા દિવસે 17 ઓક્ટોબરે કળશ યાત્રાનું આયોજન કરાયું છે. જેમાં સવારે 8 વાગે અમરધામ લાલ ગેબી આશ્રમથી આ પગપાળા શરૂ થઈ બપોરે 12 કલાકે કથા મંડપમાં કળશયાત્રા પૂર્ણ કરવામાં આવશે. બાબા બાગેશ્વરના કાર્યક્રમ માટે વિશાળ ડોમ બનાવવાની કામગીરી પણ પૂરજોશમાં આરંભી દેવાઈ છે. સાથે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીની સુરક્ષાને લઇને પણ તેમના નિવાસ માટે જગ્યાની પસંદગી કરી દેવાઈ છે. આ સાથે રાજકીય આગેવાનો સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓને પણ સભામાં પધારવા આમંત્રણ આપી દેવાયું છે.

ત્રણ દિવસીય આયોજન : બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદ આવે તે પહેલા અમદાવાદના ઈસ્કોન ગૃપના ચેરમેન પ્રવીણ કોટક દ્વારા અંબાજી ખાતે અંબા વેલીમાં બાબા બાગેશ્વરની બે દિવસીય કથા અને એક દિવસીય દિવ્ય દરબારનું આયોજન કરાયું છે. 15 થી 17 ઓક્ટોબર સુધી ત્રણ દિવસીય આયોજન કરવામાં આવ્યું છે. જે કથામાં 2 લાખથી વધુ લોકો આવે તેવી શક્યતાઓ છે. જેને લઈને પણ તૈયારીઓ હાથ ધરાઈ છે.

Bageshwardham in Ahmedabad : બાગેશ્વર ધામનાં પીઠાધિશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી બનશે અમદાવાદના મહેમાન, હનુમંત કથા અને દિવ્ય દરબારના કાર્યક્રમ સ્થળ અને તારીખો જાણો

  1. Baba Bageshwar in Gujarat: ધીરેન્દ્ર શાસ્ત્રી ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલશે, તૈયારીઓને આખરી ઓપ
  2. Bageshwar Dham in Vadodara: કાફલો ઊભો રખાવીને ધીરેન્દ્ર શાસ્ત્રીએ રસ્તા વચ્ચે માણ્યો પાણીપુરીનો સ્વાદ, પાણીપુરી વિક્રેતા રાજીના રેડ
  3. Bageshwar Dham in Vadodara : હિન્દુ રાષ્ટ્ર અંગે પોતાના વિચારો સ્પષ્ટ કરતાં બાગેશ્વર ધામ, રાજનીતિમાં આવવા અંગે શું કહ્યું જૂઓ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.