ETV Bharat / state

Baba Bageshwar in Gujarat: ધીરેન્દ્ર શાસ્ત્રી ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલશે, તૈયારીઓને આખરી ઓપ

author img

By

Published : Jun 2, 2023, 1:55 PM IST

Updated : Jun 2, 2023, 3:05 PM IST

baba-dhirendra-shastri-will-greet-people-in-an-open-jeep-navalkhi-vadodara-all-preparations-are-finalised
baba-dhirendra-shastri-will-greet-people-in-an-open-jeep-navalkhi-vadodara-all-preparations-are-finalised

બાગેશ્વરધામ પીઠાધેશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી આવતીકાલે વડોદરાના નવલખી ખાતે દિવ્ય દરબાર યોજશે. આ કાર્યક્રમમાં નવ શક્તિ ગરબા મહોત્સવ અને બાગેશ્વરધામ આયોજક સમિતિ દ્વારા કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે.

આવતીકાલે યોજાનાર દિવ્ય દરબારને લઈ નવલખી ખાતે પત્રકાર પરિષદ

વડોદરા: આવતીકાલે સવારે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટથી બાય રોડ વડોદરા આવશે અને તેઓ ક્યાં રોકાશે તે અંગે હાલમાં કન્ફર્મેશન મળ્યું નથી. સાંજે 7 વાગે દિવ્ય દરબારની શરૂઆત થશે. આ કાર્યક્રમમાં દોઢ લાખથી વધુ લોકો આવે તેવી શકયતાઓ જોવા મળી રહી છે. કાર્યક્રમને લઈ આયોજન સમિતિ દ્વારા તમામ વ્યવસ્થાને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

બેઠક વ્યવસ્થા માટે કોઈ ચાર્જ નહી
બેઠક વ્યવસ્થા માટે કોઈ ચાર્જ નહી

ભારતીય બેઠક વ્યવસ્થા પ્રમાણે આયોજન: આ કાર્યક્રમમાં જે લોકો બેસી નથી શકતા અને અપંગ છે તેવા લોકો માટે અલગથી ખુરશીની વ્યવસ્થા કરવામાં આવી છે. વ્યવસ્થાના ભાગ રૂપે હાલમાં 23,000 જેટલા લોકોનું રજીસ્ટ્રેશન થયું છે અને અન્ય ભારતીય બેઠક વ્યવસ્થા પ્રમાણે આયોજન કરવામાં આવ્યું છે જેમાં 20 જેટલી વિશાળ એલઇડી સ્ક્રીન દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું સંચન થશે.

આયોજન સમિતિ દ્વારા તમામ વ્યવસ્થાને આખરી ઓપ
આયોજન સમિતિ દ્વારા તમામ વ્યવસ્થાને આખરી ઓપ

'આવતીકાલે નવલખી ગ્રાઉન્ડ ખાતે યોજાનાર બાગેશ્વરધામ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને લઈ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. તેઓ બાય રોડ રાજકોટથી વડોદરા આવશે અને તેઓના વિશ્રામ અંગે હાલમાં કોઈ સ્થળ નક્કી કરવામાં આવ્યું નથી. તેઓના પ્રતિનીઓ અહીં આવશે અને ત્યારબાદ નક્કી કરવામાં આવશે. સાથે મેડિકલ, પાર્કિંગ,બેઠક વ્યવસ્થા જેવી તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. પોલીસ અને પ્રાઇવેટ સિક્યુરિટીને પણ આ કાર્યક્રમમાં કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે તૈનાતી રાખવામાં આવશે. બાબાને નવલખી મેદનમાં ખુલ્લી જીપમાં લોકોના અભિવાદન માટે ફેરવવામાં આવશે.' -કમલેશ પરમાર, મુખ્ય આયોજક

બેઠક વ્યવસ્થા માટે કોઈ ચાર્જ નહી: આ અંગે ભાજપ શહેર અધ્યક્ષ ડો.વિજય શાહે જણાવ્યું હતું કે, નવ શક્તિ ગરબા મહોત્સવ આયોજન અને બાઘેશ્વરધામ સમિતિ દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં તમામ તૈયારીઓ કરવામાં આવી છે. આયોજનને લઈ સંત મહંતોને આમંત્રણ આપવામાં આવ્યું છે. સાથે જ આ કાર્યક્રમમાં બેસવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ રાખવામાં આવ્યો નથી. સાથે પ્રસદને લઈ કોઈ ચાર્જ અંતર્ગત વિતરણ કરવામાં નહીં આવે. ખુરશી પર બેસનારને પણ કોઈ ચાર્જ વસુલવામાં નથી આવ્યો, માત્ર જે લોકોએ રજિસ્ટ્રેશન કર્યું છે તેઓને ખુરશી પર બેસવા મળશે. આ માત્ર સિનિયર સીટીઝન અને અપંગ લોકો માટે ખુરશીની વ્યવસ્થા કરવામાં આવી છે.

  1. Baba Bageshwar In Gujarat: વડોદરામાં ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને આખરી ઓપ અપાયો, રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી રહેશે હાજર
  2. Baba Bageshwar: અમદાવાદમાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબારનું કાર્યક્રમ સ્થળ બદલાયું, હવે ઓગણજ ખાતે યોજાશે
Last Updated :Jun 2, 2023, 3:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.