ETV Bharat / state

Azan Loudspeaker Application: લાઉડ સ્પીકરથી થતી અઝાન મુદ્દે કરેલી અરજી પરત ખેંચવા અરજદારે કરી કોર્ટમાં રજૂઆત

author img

By

Published : Mar 31, 2022, 9:36 PM IST

ગુજરાત હાઇકોર્ટમાં( Gujarat High Court )મસ્જિદોમાં અઝાન માટે સ્પીકરના ઉપયોગ (Azan Loudspeaker Application)માટે જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. જેમાં અરજદારે હવે અરજી પરત ખેંચી લેવા માટે મુખ્ય ન્યાયાધીશ ખંડપીઠ સમક્ષ રજૂઆત કરી છે.

Azan Loudspeaker Application: લાઉડ સ્પીકરથી થતી અઝાન મુદ્દે હાઈકોર્ટમાં કરેલી અરજી પરત ખેંચવા અરજદારે કરી કોર્ટમાં રજૂઆત
Azan Loudspeaker Application: લાઉડ સ્પીકરથી થતી અઝાન મુદ્દે હાઈકોર્ટમાં કરેલી અરજી પરત ખેંચવા અરજદારે કરી કોર્ટમાં રજૂઆત

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટમાં રાજ્યની મસ્જિદોમાં અઝાન માટે (Azan Loudspeaker Application)થતા સ્પીકરના ઉપયોગ માટે જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. જેમાં હવે અરજદારે ( Gujarat High Court )અરજી પરત ખેંચી લેવા માટે મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠ સમક્ષ રજૂઆત કરી છે.

ધ્વનિ પ્રદૂષણના કાયદાની જોગવાઇઓનો ભંગ - જાહેર હિતની અરજીમાં અરજદાર રજૂઆત કરી હતી કે, લાઉડ સ્પીકર માટે 80 ડિસેબલની (Mosques loudspeaker)મર્યાદા નિશ્ચિત કરવામાં આવી છે, જોકે મસ્જિદમાં નમાજ દરમિયાન નિર્ધારિત ડિસેબલ કરતા વધુ છે. જ્યારે વ્યક્તિની ઈચ્છા વિપરીત હોય એ પ્રકારેનો અવાજ આવે, તે કેમ સાંભળે ? જેઓ ઇસ્લામમાં માનતાં નથી તેઓ શાં માટે ધ્વનિ પ્રદૂષણ(Noise pollution) કરતો આવો અવાજ સાંભળે? કાયદા મુજબ પણ ધ્વનિ પ્રદૂષણના કાયદાની જોગવાઇઓનો ભંગ કરતા હોય તેના પર પ્રતિબંધ ફરમાવવો જોઇએ.

આ પણ વાંચોઃ Chief Justice of HC : HCના ચીફ જસ્ટિસે 'થ્રી ઇડિયટ' ફિલ્મનો ઉલ્લેખ કરી વકીલોને કરી ટકોર

લાઉડ સ્પીકરનો ઉપયોગ નથી કરવામાં આવી રહ્યો - અરજદારના વકીલે નિવેદન કર્યું છે, કે તેઓ રહે છે, ત્યાં લાઉડ સ્પિકર વગાડવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. જેથી તેઓ આ અરજી પરત લેવા માગે છે. જેમાં અરજદારે હવે અરજી પરત ખેંચી લેવા માટે મુખ્ય ન્યાયાધીશ ખંડપીઠ સમક્ષ રજૂઆત કરી છે. અરજદારે કોર્ટ સમક્ષ નિવેદન કર્યું છે કે, હવે તેઓ ગાંધીનગરના જે વિસ્તારમાં રહે છે ત્યાં આ લાઉડ સ્પીકરનો ઉપયોગ નથી કરવામાં આવી રહ્યો. જેથી તેઓ આ અરજી પરત ખેંચવા માંગે છે.

પક્ષકારોને નોટિસ ઈશ્યુ કરી ખુલાસો કરવો - જોકે આ અંગે હાઇકોર્ટ આ બાબત રાજ્યના અન્ય સ્થાનો પર સ્પર્શે છે કે કેમ તે અંગે પણ રાજ્ય સરકાર પાસે જાણકારી માગી છે. ચીફ જસ્ટિસની બેંચે કહ્યું કે અરજદાર અરજી પાછી ખેંચવા માટે સોગંદનામું કરે એ બાદ કોર્ટ નિર્ણય લેશે. આ અગાઉ હાઇકોર્ટે આ અરજીની પ્રાથમિક સુનાવણી બાદ પક્ષકારોને નોટિસ ઈશ્યુ કરી ખુલાસો કરવા આદેશ કર્યો હતો. સાથે સાથે અરજદારને એફિડેવિટ કરી તેમની રજૂઆત મુકવા માટે પણ કહ્યું છે. જે સાંભળી આ મામલે અરજદારના વકીલને સોગંદનામું કરવા માટે કહ્યું છે. જે બાદ આ મામલે સોમવારે સુનાવણી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચોઃ Income Tax Department: આતંકી હુમલામાં મોતના કેસમાં વળતર પર ટેકસ વસૂલી મુદ્દે હાઈકોર્ટે કર્યો વેધક સવાલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.