ETV Bharat / state

Arbitration Act Seminar: ગુજરાત હાઇકોર્ટ દ્વારા લોકોને આર્બિટ્રેશન એક્ટ સમજાવવા માટે સેમિનાર યોજાયો

author img

By

Published : Apr 23, 2022, 9:26 PM IST

ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ (Gujarat High Court)અને મુંબઇ સેંટર ફોર ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન (Arbitration Act)દ્વારા કોન્ફરન્સનું અયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં આર્બિટ્રેશન એક્ટ શું છે તે કંઈ રીતે કામ કરે છે. આ સેમિનારમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની એક અલગ હબ બનાવવું અને આર્બિટ્રેશન સેન્ટર(Arbitration Act Seminar)થકી શું લાભો થઈ શકે તેના પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો.

Arbitration Act Seminar: ગુજરાત હાઇકોર્ટ દ્વારા લોકોને આર્બિટ્રેશન એક્ટ સમજાવવા માટે સેમિનાર યોજાયો
Arbitration Act Seminar: ગુજરાત હાઇકોર્ટ દ્વારા લોકોને આર્બિટ્રેશન એક્ટ સમજાવવા માટે સેમિનાર યોજાયો

અમદાવાદઃ શહેરમાં ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court)એડવોકેટ અને મુંબઇ સેંટર ફોર ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન (Mumbai Center for International Arbitration)દ્વારા કોન્ફરન્સનું અયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આર્બિટ્રેશન પ્રણાલી અંગે સવિસ્તાર સમજાવવાના આવ્યું હતું. આ સેમિનારમાં આર્બિટ્રેશન એક્ટ શું છે તે કંઈ રીતે કામ કરે છે. ભારતના ઇન્ટરનેશનલ કમર્શિયલ વેપારને કંઈ રીતે આગળ વધારવો તેના વિશે વાત કરવામાં આવી હતી.

આર્બિટ્રેશન એક્ટ સેમિનાર - આ સેમિનારમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ.આર.શાહે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનો ઉલ્લેખ કર્યો હતો. જસ્ટીસ એમ.આર. શાહે જણાવ્યું કે, વર્તમાન સમયમાં આર્બિટ્રેશનના એક કેસમાં આર્બિટ્રેટર નક્કી કરવામાં લાંબો સમય વીતી ગયો છે. આ પ્રકારની વૈકલ્પિક પદ્ધતિમાં પણ ન્યાય મેળવવામાં વિલંબ સર્જાય તે ચિંતાનો વિષય છે. વિદેશમાં જે આર્બિટ્રેશનની વ્યવસ્થા છે એ જ રીતે દેશમાં (Arbitration Act India)પણ જ ડેવલપ થાય તે સમયની માંગ છે.

સ્કીલ બેઝ વિદ્યાર્થીઓને આર્બિટ્રેશન માટે તૈયાર કરવા જોઈએ - ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદકુમાર કહ્યું કે,આર્બિટ્રેશન પદ્ધતિ આપણા દેશ માટે નવી નથી, ભૂતકાળમાં મહાજન લોકો મોટા મોટા વેપાર-ધંધાના કિસ્સાનું સમાધાન લાવતા હતા. ઉપરાંત પંચાયતોમાં પણ આ પ્રકારે સમાધાન થકી અનેક બાબતોનું પણ આ પ્રકારે સમાધાન થકી અનેક બાબતોનું નિરાકરણ લાવવામાં આવતું. ગુજરાત અને દેશમાં સ્કિલ બેઝ આર્બિટ્રેટરની જરૂરિયાત પણ છે. સ્કીલ બેઝ વિદ્યાર્થીઓને આર્બિટ્રેશન માટે તૈયાર કરવા જોઈએ.

આ પણ વાંચોઃ દિલ્હી ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટરમાં આઠ જૂનથી આંશિક સુનાવણી શરૂ થશે

આર્બિટ્રેશન બાબતે કેટલાક મહત્વપૂર્ણ સૂચન - આ ઉપરાંત કેન્દ્ર સરકારના સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પણ આર્બિટ્રેશન બાબતે કેટલાક મહત્વપૂર્ણ સૂચન કર્યા હતાં. તેમણે કહ્યુ કે માત્ર વકીલો જ નહિ પરંતુ હવે પ્રોફેસર અથવા તો વિષયના જાણકારને પણ આર્બિટ્રેટર તરીકેની કામગીરી સોંપવી જોઈએ. સ્કીલ બેઝ વિદ્યાર્થીઓને આર્બિટ્રેશન માટે તૈયાર કરવા જોઈએ. કાયદાના અભ્યાસમાં આર્બિટ્રેશન સ્પેશ્યલાઇઝેશન કરેલ વિદ્યાર્થીઓ પણ હોવા જોઈએ.

ઇન્ડિયા આર્બિટ્રેશન માટે એક હબ બને - મુંબઈ સેન્ટર ફોર ઇન્ટરનેશનલના સીઈઓ મધુકર દેસાઈએ જણાવ્યું કે, આજના આ કાર્યક્રમમાં સુપ્રીમકોર્ટના જસ્ટિસ એમ.આર.શાહ, જસ્ટિસ બીએલ ત્રિવેદી સ્પીકર તરીકે હાજર હતા. આ કાર્યક્રમનો મૂળ મુદ્દો એ છે કે ઇન્ટરનેશનલ કમર્શિયલ થાય તે છે. આજની વ્યાપારની ઇન્ટરનેશનલ ક્ષેત્ર ઉપર અલગ લેવલ પર લઈ જવા માટે આ એકટના ઉપયોગ થી સમજી શકાય છે. ઇન્ડિયાએ આર્બિટ્રેશન માટે એક હબ બને તે માટે થઈને આજે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. અત્યારે જે નવા કાયદાના ફેરફાર સાથે આર્બિટ્રેશન જે આવ્યું છે તે લોકોને તેના વિશે જાણવા મળે.

આ પણ વાંચોઃ Consumer commission vacancies: કસ્ટમર કમિશનની ખાલી જગ્યાઓ અંગે સુપ્રિમ કોર્ટનો ચુકાદો

આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને એક અલગ હબ બનાવવું - હાઈકોર્ટના સેક્રેટરી હાર્દિક બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, એ આજની જ્યારે કોઈ બે પાર્ટી વચ્ચે કોઈ એગ્રીમેન્ટ ઉભો થાય ત્યારે પાર્ટીઓ કોર્ટમાં જતી હોય છે. કોર્ટમાં જઈને લેન્ધી પ્રોસેસમાંના પડવું પડે તે માટે એક જે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે તેનો આ એક ભાગ છે. મુંબઇ સેંટર, ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિયન દ્વારા આ સેમિનાર કરવામાં આવ્યો હતો. જેમાં આર્બિટ્રેશનને આગળ લઈ જવા માટે આ સેમિનાર કરવામાં આવ્યો હતો. જેમાં અલગ-અલગ સ્પીકર્સ દ્વારા આ વિષય ઉપર અલગ અલગ પાસાઓ પર ચર્ચા અને વિચારવિમર્શ કરવામાં આવશે જેની અંદર ભારતનું ભવિષ્ય,આર્બિટ્રેશન સેંટર શું છે. ભારત વિશ્વમાં આર્બિટ્રેશન કંઈ રીતે આવી શકે છે અને શું આપી શકે તેના પર ચર્ચાઓ થઈ હતી. આ સેમિનારમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની એક અલગ હબ બનાવવું અને આર્બિટ્રેશન સેન્ટર થકી શું લાભો થઈ શકે તેના પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. એ તમામ પાસા પર આ સેમિનારમાં વાત કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.