Sokhada Haridham Controversy: હાઇકોર્ટે કર્યું હરિભક્તોની સતામણી થઇ હોવાનું અવલોકન, જાણો સમગ્ર મામલે વધુ શું થયાં આદેશ

author img

By

Published : Apr 21, 2022, 8:48 PM IST

હાઇકોર્ટે કર્યું હરિભક્તોની સતામણી થઇ હોવાનું અવલોકન, જાણો સમગ્ર મામલે વધુ શું થયાં આદેશ

સોખડા હરિધામ મંદિર વિવાદ મામલે હાઈકોર્ટે (Sokhada Haridham Controversy) કહ્યું કે તમામ હરિભક્તોને 4 મહિના દરમિયાન ખૂબ જ હેરાન કરવામાં આવ્યા હતા. કોર્ટે મહિલા સંતોને બાકરોલ અને મહિલા હરિભક્તોને નિર્ણયનગરના સંત નિવાસ કેમ્પસમાં રાખવાનો વચગાળાનો હુકમ કર્યો છે. આ મામલે આવતા સપ્તાહે વધુ સુનાવણી હાથ ધરાશે.

અમદાવાદ: સોખડા સ્વામિનારાયણ મંદિર (Sokhada Haridham Controversy)ના વિવાદનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો છે. આજે હાઈકોર્ટે સમગ્ર મામલે સુનાવણી હાથ ધરી હતી. હાઇકોર્ટે જસ્ટિસ સોનિયા ગોકાણીની ખંડપીઠમાં આજે 180 જેટલા હરિભક્તોને વડોદરાની સેશન કોર્ટ (vadodara sessions court)માંથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી હાજર રખાયા હતા અને તેમને સાંભળવામાં આવ્યા હતા.

180 જેટલા હરિભક્તોને વડોદરાની સેશન કોર્ટમાંથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી હાજર રખાયા હતા.

દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે- હાઇકોર્ટમાં સુનાવણી શરૂ થાય તે પહેલા આશ્રમના (vadodara swaminarayan temple) વકીલે કોર્ટમાં એ પણ દલીલ કરી હતી કે, સાધુ-સંતોને હાજર કર્યા પહેલા આશ્રમના વકીલને સાંભળી લેવામાં આવે. હાઇકોર્ટે આશ્રમના વકીલને ટકોર કરતાં કહ્યું હતું કે, સુનાવણી શરૂ થાય ત્યારે સાધુ-સંતોને હાજર રાખીને જ સુનાવણી શરૂ કરવામાં આવશે. સાધુ-સંતો હાજર હશે ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે એવું હાઈકોર્ટે કહ્યું હતું. ત્યારબાદ ગુજરાત હાઇકોર્ટ (high court on Sokhada Haridham Controversy) માં સુનાવણી શરૂ થતા 180 જેટલા સંતો અને હરિભક્તોને સાંભળવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: Sokhada Haridham Controversy : આખા ગામને શાંતિનો પાઠ ભણાવનારા સ્વામિનારાયણ સંસ્થાના સંતોને સત્તાનો નશો ચડતા વિવાદ

સંતોને ખરાબ રીતે હેરાન કરવામાં આવ્યા- જસ્ટિસની ચેમ્બરમાં સંપૂર્ણ બંધ બારણે આ સુનાવણી થઈ હતી. આ સુનાવણી દરમિયાન, અરજદારના વકીલ, ચિત્રજીત ઉપાધ્યાયએ જણાવ્યું કે, સોખડા હરિધામ વિવાદ મામલે ગુજરાત હાઇકોર્ટે 180 સંતોને આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સાંભળ્યા હતા અને કોર્ટે આની ગંભીર નોંધ લેતા કહ્યું કે, આ સંતોને 4 મહિનામાં ખરાબ રીતે હેરાન કરવામાં આવ્યા છે. કોર્ટે વચગાળાનો હુકમ કરતા કહ્યું કે, જેટલા પણ મહિલા સંતો છે તેમને બાકરોલ ખાતેના આશ્રમ (Ashram In Bakrol Anand)માં લઈ જવામાં આવે અને જેટલા પણ મહિલા હરિભક્તો છે એમને નિર્ણયનગરના સંત નિવાસ કેમ્પસ (Sant Niwas Campus nirnay nagar)માં રાખવામાં આવે.

આ પણ વાંચો: Vadodara Sokhda Controversy: વડોદરા હરિધામ સોખડાનો ગાદી વિવાદ પહોંચ્યો હાઈકોર્ટ

આ એક ધાર્મિક મામલો- આ ઉપરાંત જે પણ તમામ સંતો અને હરિભક્તોના પાસપોર્ટ મોબાઈલ કેમેરા સહિતના પુરાવા સંતો દ્વારા જપ્ત કરવામાં આવ્યા હતા તેને પણ તમામ હરિભક્તોને પરત કરી દેવાનો કોર્ટે હુકમ કર્યો છે. આ મામલે કોર્ટે એક મહત્વનું અવલોકન ટાંકતા કડક શબ્દોમાં કહ્યું છે કે, જે પ્રેમસ્વામી, ત્યાગસ્વામી અને મંદિરના સંયુક્ત સેક્રેટરી જે.એમ.દવેએ જ્યાં હરિભક્તોને રાખવામાં આવશે ત્યાં જવાનું નહીં. કોર્ટે એમ પણ કહ્યું કે, આ એક ધાર્મિક મામલો હોવાથી ધાર્મિક સંપ્રદાય સાથે જોડાયેલો છે. તેથી આ મામલે સમાધાનકારી વલણ અપનાવવામાં આવે તો એ ખૂબ સારું રહેશે એવું પણ કોર્ટ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે. આ સમગ્ર મામલે આવતા સપ્તાહમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.