ETV Bharat / state

Patidar Reservation Movement : પાટીદાર આંદોલનમાં લાઠીચાર્જ બાબતે થયેલી પ્રાઈવેટ ફરિયાદ મામલે કોર્ટે તમામ સાક્ષીઓને તપાસ્યા

author img

By

Published : Mar 23, 2022, 8:57 AM IST

સેશન્સ કોર્ટમાં પાટીદાર આંદોલનમાં (Patidar Reservation Movement) લાઠી ચાર્જ બાબતે અધિકારીઓ વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવા માટે કોર્ટમાં અરજી (Application in Court Regarding Patidar Movement) કરવામાં આવી હતી. જેમાં તમામ સાક્ષીઓને તપાસવામાં આવ્યા છે.

Patidar Reservation Movement : પાટીદાર આંદોલનમાં લાઠીચાર્જ બાબતે થયેલી પ્રાઈવેટ ફરિયાદ મામલે કોર્ટે તમામ સાક્ષીઓને તપાસ્યા
Patidar Reservation Movement : પાટીદાર આંદોલનમાં લાઠીચાર્જ બાબતે થયેલી પ્રાઈવેટ ફરિયાદ મામલે કોર્ટે તમામ સાક્ષીઓને તપાસ્યા

અમદાવાદ : 2015માં થયેલા પાટીદાર અનામત આંદોલન (Patidar Reservation Movement) લઈને સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જે તે સમયે GMDC ગ્રાઉન્ડમાં લાઠી ચાર્જ કરવાના મામલે જવાબદાર ઉચ્ચ અધિકારીઓ વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવા માટે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જે મામલે કોર્ટમાં એક (SC on Patidar Agitation) પ્રાઇવેટ ફરિયાદ દાખલ થઈ છે. જેમાં તમામ સાક્ષીઓને તપાસવામાં આવ્યા છે.

પાટીદાર આંદોલનમાં લાઠી ચાર્જ બાબતે અધિકારીઓ વિરુદ્ધમાં અરજી

એક પ્રાઈવેટ ફરિયાદ - અરજદારના વકીલ આઈ.જી. ઝાલાએ જણાવ્યું કે, પાટીદાર અનામત આંદોલન સમયે પાટીદારો પર GMDC ગ્રાઉન્ડમાં લાઠીચાર્જ થયો હતો. તેના અનુસંધાને એક પ્રાઈવેટ ફરિયાદ કોર્ટમાં (Private Complaints Court in Patidar Movement) દાખલ થઈ છે. જેમાં તમામ સાક્ષીઓને તપાસવામાં આવ્યા છે. ફરિયાદ પક્ષ તરફથી જે કાર્યવાહી કરવામાં આવેલી જેમાં કોર્ટે ઉચ્ચ અધિકારીઓ વિરુદ્ધ જે પગલાં લેવા માટે નામંજૂર કરી હતી.

આ પણ વાંચો : Cases Against Patidar: હાર્દિક પટેલની સરકારને ચીમકી, બાકીના કેસો પાછા ખેંચવામાં નહીં આવે તો પરિણામ ભોગવવું પડશે

અધિકારી વિરુદ્ધ કાર્યવાહી - ફરિયાદી સેશન કોર્ટમાં ગયેલા અને સેશન કોર્ટમાં ઉચ્ચ અધિકારી વિરુદ્ધ પણ કાર્યવાહી કરવી જોઈએ એ બાબતની દલલીલો પૂર્ણ થઈ છે. આ ઉપરાંત રાજીવ રંજન ભગત, સેટેલાઇટ અને વસ્ત્રાપુરના અધિકારી PSI અને જાદવ પર અધિકારીઓ સામે દાખલ થઈ અને સુપ્રીમ કોર્ટના (Lathi Charge in Patidar Movement) નવ જજમેન્ટ પણ રજૂ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Cases Against Patidar: 140થી વધુ પેન્ડિંગ કેસોનો ઝડપથી નિકાલ કરવાની અલ્પેશ કથીરિયાની માંગ

શું હતો મામલો ? -

નામદાર કોર્ટે ઉચ્ચ અધિકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની અરજી કરવામાં આવી હતી. જે અરજી નામદાર કોર્ટે ના મંજુર કરી હતી. તેની વિરુદ્ધમાં ફરિયાદીએ (Patidar Movement in GMDC Ground) સેશન્સ કોર્ટમાં અરજી કરી છે. આ બાબતે સેશન્સ કોર્ટમાં ઉચ્ચ અધિકારીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવી જોઈએ. તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તે બાબતની દલીલો પૂર્ણ થઈ ગઈ છે. હવે સરકારી વકીલને સાંભળવા માટે 05 એપ્રિલના રોજ વધુ સુનાવણી સેશન્સ કોર્ટમાં હાથ ધરાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.