ETV Bharat / state

Ahmedabad Rathyatra 2023: જગન્નાથની રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ, પોલીસ પરેડ સાથે સજ્જડ બંદોબસ્ત ગોઠવાયો

author img

By

Published : Jun 19, 2023, 8:22 PM IST

અમદાવાદમાં અષાઢી બીજે યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. રથયાત્રા પૂર્વે કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે પોલીસ પરેડ સાથે સજ્જડ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ડ્રોનની લેટેસ્ટ ટેકનોલોજીની પણ મદદ લેવામાં આવશે.

Ahmedabad Rathyatra 2023
Ahmedabad Rathyatra 2023

26 હજાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ પર રહેશે

અમદાવાદ: મંગળવારે અષાઢી બીજના દિવસે અમદાવાદમાં યોજાનારી 146મી રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવાની સાથે એટલું પોલીસ તંત્ર પણ સજ્જ થઈ ગયું છે. આ વખતે નિજમંદિર, વ્યૂહાત્મક કેન્દ્ર સહિત સમગ્ર રૂટ પર 3ડી મેપિંગ ટેક્નોલોજી અને ડ્રોનથી નજર રાખવામાં આવશે. અમદાવાદ ઉપરાંત રાજ્યમાં 198 સ્થળોએ રથયાત્રા કાઢવામાં આવશે.

ડ્રોનની લેટેસ્ટ ટેકનોલોજીની મદદ
ડ્રોનની લેટેસ્ટ ટેકનોલોજીની મદદ

ડ્રોનની લેટેસ્ટ ટેકનોલોજીની મદદ: અમદાવાદની 146મી જગન્નાથ ભગવાનની રથયાત્રાને લઈને આ વર્ષે રથયાત્રામાં સૌ પ્રથમવાર 3D મેપિંગ ટેકનોલોજીના ઉપયોગ કરવામાં આવશે. જેનાથી તમામ જગ્યાએ પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવશે. આ વર્ષે ગુજરાતમાં રથયાત્રામાં પ્રથમવાર સમગ્ર યાત્રા રૂટ, નિજમંદિર, સ્ટ્રેટેજીક પોઇન્ટ સહિતની બાબતો પર 3D મેપિંગથી નજર રાખવામાં આવશે. આ સાથે પોલીસ દ્વારા ડ્રોનની લેટેસ્ટ ટેકનોલોજીની પણ મદદ લેવામાં આવશે. જેનાથી રથ યાત્રાને આવરી લેતા તમામ રૂટો પર પોલીસ અધ્યતન ડ્રોનની મદદથી સંપૂર્ણ રથયાત્રા પર ચાંપતી નજર રાખશે..

26 હજાર પોલીસ અધિકારીઓ તૈનાત: અમદાવાદમાં લાખોની સંખ્યામાં ભગવાનના દર્શન માટે ભીડ ઉમટે છે ત્યારે સરકાર અને પોલીસ દ્વારા સાંપ્રદાયિકતા જાળવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જમાલપુરમાં આવેલા ભગવાન જગન્નાથના નિજ મંદિરેથી ભગવાન દર્શન આપવા પોતાના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે પોતાના રથમાં નીકળશે. તેમની સાથે રથયાત્રામાં અર્ધલશ્કરી દળ ઉપરાંત કુલ 26 હજાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ પર રહેશે એટલું જ નહીં પણ અમદાવાદના 45 જેટલા સંવેદનશીલ સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.

25 જેટલા વાહનોમાં જીપીએસ સિસ્ટમ: જેમાં ભીડ પર નજર રાખવામાં આવશે. આ ઉપરાંત રથયાત્રામાં બે હજાર ત્રણસો બાવીસ પોલીસ જવાનોને બોડી વોર્ન કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે.રથયાત્રામાં ભાગ લેનારા 25 જેટલા વાહનોમાં જીપીએસ સિસ્ટમ અને સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જેથી સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવશે.

  1. Ahmedabad Rath Yatra 2023 : રથયાત્રાના શુભારંભ પહેલા પહિન્દ વિધિ કરાવાય છે, શું છે આ પહિન્દ વિધિ?
  2. Ahmedabad Rathyatra 2023: પ્રથમવાર 3D મેપિંગ દ્વારા રથયાત્રા પર રખાશે બાજ નજર, ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કર્યું નિરીક્ષણ
  3. Ahmedabad Rathyatra 2023: સરસપુરમાં બે લાખ જેટલા શ્રદ્ધાળુ લેશે પ્રસાદનો લાભ, જાણો કેવી છે તેયારીઓ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.