ETV Bharat / state

Ahmedabad Rath Yatra 2023: રથયાત્રામાં જોડાશે 101 ટ્રક જાણો શુ હશે ટ્રકમાં નવું

author img

By

Published : Jun 14, 2023, 1:17 PM IST

અમદાવાદની ઓળખ એટલે જગન્નાથ મંદિર અને રથયાત્રા.ભગવાન જગન્નાથની 146 મી રથયાત્રા દર વર્ષે ટ્રક આકર્ષણ કેન્દ્ર બને છે. આ વર્ષે પણ 101 જેટલી ટ્રક રથયાત્રામાં જોડાશે. જેમાં G20,નવું સાંસદ ભવન, અમરનાથ મંદિર સહિત થીમ પર ટ્રકોને શણગારવામાં આવશે. જેમાં સૌથી સારી ટ્રક શણગારવામાં આવી હશે તેને ઇનામ આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે.

Ahmedabad Rath Yatra 2023: રથયાત્રામાં જોડાશે 101 ટ્રક જાણો શુ હશે ટ્રકમાં નવું
Ahmedabad Rath Yatra 2023: રથયાત્રામાં જોડાશે 101 ટ્રક જાણો શુ હશે ટ્રકમાં નવું

રથયાત્રામાં જોડાશે 101 ટ્રક જાણો શુ હશે ટ્રકમાં નવું

અમદાવાદ: અમદાવાદ જગન્નાથ રથયાત્રાની રાહ લોકો જોઇ રહ્યા છે. દેશની બીજા નંબરની સૌથી મોટી ભગવાન જગન્નાથ રથયાત્રા અમદાવાદ શહેરમાંથી નીકળે છે. ત્યારે આ 21 કિમી લાંબી આ રથયાત્રા અનેક કરતબ બાજો, અખાડા,ભજન મંડળી,ટ્રક ચાલકો આ રથયાત્રા જોડાય છે. જેમાં ટ્રક એસોસિએશન દ્વારા દર વર્ષે અવનવી ટ્રક શણગારીને લોકોનું ધ્યાન ખેંચવામાં આવ્યું હોય છે. ત્યારે આ વર્ષે G20, નવું સંસદ ભવન, અમરનાથ મંદિર લોકોનું ધ્યાન ખેચે.

G30 અને સંસદ ભવન જોવા મળશે: ટ્રક એસોસિએશન પ્રમુખ વિશાલ લોધા etv bharat સાથે વાત કરતા જણાવ્યું હતું આ વખતે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રામાં દેશમાં તૈયાર નવું થયેલ સંસદ ભવનની પ્રતિકૃતિ તેમજ દેશના જી-20 ની યજમાનની પ્રાપ્ત થઈ હતી. જેમાં G20ના સભ્ય દેશોના પ્રતિનિધિ તેમજ એક પૃથ્વીના ગોળા વચ્ચે ભારતનો ધ્વજ ફરકતો હશે. તેવી પ્રતિકૃતિ ધરાવતું એક ટ્રક આ વખતની રથયાત્રામાં સૌનું આકર્ષણનું કેન્દ્ર બનશે. આ ઉપરાંત એક ટ્રકમાં અમરનાથનું શિવલિંગ બરફથી તૈયાર કરવામાં આવશે.આ વખતની રથયાત્રાની અંદર 101 જેટલી ટ્રક સામેલ થશે.

ટ્રકને ઇનામ આપવામાં આવશે: ટ્રક એસોસિએશન દ્વારા તમામ ટ્રકો સુંદર રીતે શણગારીને રથ યાત્રામાં સામેલ થાય તે માટે પ્રોત્સાહન આપવામાં આવતું હોય છે. જે પણ ટ્રક સૌથી સારી શણગારેલી હોય છે તેવી અંદાજે 30 જેટલી ટ્રકોને યોગ્ય ઇનામ પણ આપવામાં આવે છે. જેમાં શણગારેલી ટ્રક, ટ્રક માં વિશે વેશભૂષા અને કઈ થીમ પર ટ્રકને શણગારવામાં આવી છે. દરેક બાબતોનું ધ્યાન રાખીને તમને યોગ્ય પુરસ્કાર આપવામાં આવે છે.

રજીસ્ટ્રેશન વગરની ટ્રક: રથયાત્રામાં જોડાનાર તમામ ટ્રક સંચાલકોને યાત્રા દરમિયાન કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખી તેની પર સૂચના આપવામાં આવી છે .આ ઉપરાંત લોકોને વધુને વધુ સારી રીતે શણગારીને સમયસર મંદિર પહોંચવા રજીસ્ટ્રેશન વગરની ટ્રકોમાં લોકોને કોઈને બેસવા ન દેવા, કોઈ અપશબ્દ ના બોલે કે પ્રસાદી ફેંકીને ન આપવાની સૂચનાઓ પણ ટ્રક એસોસિએશન દ્વારા આપવામાં આવી છે.

ઓળખપત્ર આપવામાં આવશે: ટ્રક એસોસિએશન પ્રમુખ તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં પોલીસે તમામ લોકોની વિગતો આપવા જણાવ્યું હતું. જેમાં ટ્રક ડ્રાઇવર નું ઓળખપત્ર, લાયસન્સ, આધાર કાર્ડ તેમજ ટ્રકનું ફિટનેસ સર્ટિફિકેટ, પીયુસી, આરસી બુક, ઇન્સ્યોરન્સ તમામ પ્રકારની માહિતી માંગવામાં આવે છે. આ ઉપરાંત ડ્રાઇવર પાસેથી જરૂરી પુરાવા લઈને પોલીસ દ્વારા તેમને ઓળખપત્ર પણ આપવામાં આવશે.

  1. Rath Yatra 2023: રાજસ્થાની શૈલીથી તૈયાર થયેલા વાઘામાં જગન્નાથ આપશે દર્શન
  2. Rath Yatra 2023 : અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રાને લઈને તૈયારી તડામાર, 250 જેટલા ધાબા પર પોલીસ પોઇન્ટ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.