ETV Bharat / state

Ahmedabad Crime : સગીરાના 2 લાખમાં સોદાનું રેકેટ, આરોપી દુષ્કર્મ ગુજારતા રંગેહાથ ઝડપાયો

author img

By

Published : May 16, 2023, 9:27 PM IST

Updated : May 16, 2023, 9:40 PM IST

અમદાવાદ ગ્રામ્યની કણભા પોલીસે એક સગીરાનું અપહરણ કરી તેને રાજસ્થાનમાં વેચી દેવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સગીરા પર આરોપી દુષ્કર્મ ગુજારતા રંગેહાથ ઝડપાયો હતો. આ સમગ્ર મામલામાં આરોપીની પત્ની અને ધર્મની બનાવેલી બહેન પણ મદદગારી કરી રહી હતી. ત્યારે શું છે સમગ્ર મામલો જૂઓ.

Ahmedabad Crime : સગીરાના 2 લાખમાં સોદાનું રેકેટ, આરોપી દુષ્કર્મ ગુજારતા રંગેહાથ ઝડપાયો
Ahmedabad Crime : સગીરાના 2 લાખમાં સોદાનું રેકેટ, આરોપી દુષ્કર્મ ગુજારતા રંગેહાથ ઝડપાયો

કણભા પોલીસે સગીરાનું અપહરણ કરી તેને રાજસ્થાનમાં વેચી દેવાના કૌભાંડનો પર્દાફાશ

અમદાવાદ : ગ્રામ્યના કણભા પોલીસ મથકે એક 13 વર્ષની સગીરા ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જે કેસમાં પોલીસે માણસા નજીક એક ખેતરમાં બનાવેલી ઓરડીમાં પોલીસ પહોંચતા સગીરા પર આરોપીએ દુષ્કર્મ ગુજારતા રંગેહાથ ઝડપાયો અને તેની પત્ની પણ મદદગારી કરી રહી હતી. આરોપીઓએ સગીરાને રાજસ્થાનમાં બે લાખ રૂપિયામાં વેચી દેવાના હોવાની કબુલાત કરતા પોલીસે હ્યુમન ટ્રાફિકીંગની દિશામાં તપાસ શરૂ કરી છે.

શું છે સમગ્ર મામલો : ઓઢવમાં રહેતા એક વ્યક્તિએ 13મી મેના રોજ કણભા પોલીસ સ્ટેશનમાં સગીર પુત્રી અપહરણની ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી તરીકે મૂળ માણસાના અશોક પટેલ, તેની પત્ની હેતલ પટેલ અને ધર્મની બનાવેલી બહેન રૂપલના નામ સામે આવ્યા હતા. ફરિયાદમાં સગીરાના પરિવારે આક્ષેપ કર્યો હતો કે, મુખ્ય આરોપીએ તેની બહેનના લગ્ન થયા હોવાથી તેને તેડવા જવાનું કહી આ સગીરાને કપડાં લાવી દેવાના બહાને અપહરણ કરી લઇ ગયા હતા. જે ફરિયાદની ગંભીરતા દાખવવી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

આરોપી દુષ્કર્મ ગુજારતા ઝડપાઇ : પોલીસે બાતમીના આધારે ભોગ બનનાર સગીરા તેમજ આરોપી અશોક તેની પત્ની હેતલ અને ધર્મની બનાવેલી બહેન એવી રૂપલને બોરુ ગામના એક ખેતરમાંથી શોધી કાઢ્યા હતા. પોલીસ આરોપીઓ સુધી પહોંચી ત્યારે આરોપી અશોક દુષ્કર્મ ગુજારતા ઝડપાઇ ગયો હતો. જ્યારે તેની પત્ની મદદગારી કરી રહી હતી. પોલીસે તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરી સગીરાને મુક્ત કરાવી હતી.

રાજસ્થાનમાં આ સગીરાને કોણ ખરીદવાનું હતું અને આરોપીઓનો શું ઉદ્દેશ હતો. તે બાબતે હવે પોલીસે તપાસ શરૂ કરી છે. આ ગેંગનો મુખ્ય આરોપી અને માસ્ટરમાઈન્ડ અશોક પટેલ છે. તેના પર ભૂતકાળમાં પણ ચાણસ્મા, ઓઢવ અને વેજલપુર પોલીસ સ્ટેશનમાં આ જ પ્રકારના ગંભીર ગુના નોંધાઈ ચુક્યા છે. જેમાં તે જામીન પર મુક્ત છે. આરોપી અશોક જ્યારે જેલમાં હતો, ત્યારે જ તેણે આ બધી માહિતીઓ ભેગી કરી હતી. આ કેસમાં હજુય કેટલાક આરોપી હોવાની શંકા છે અને આરોપી દંપત્તિ અશોક અને હેતલ લગ્નવાંચ્છુક લોકો સાથે લગ્ન કરાવી પૈસા પડવાના પણ કેટલાય ગુના આચરી ચૂક્યા છે. સાથે જ પોલીસને શંકા છે કે આરોપીઓએ અન્ય કોઇ સગીરાને પણ વેચી હોઇ શકે છે અને તે જ દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. - ભાસ્કર વ્યાસ (અમદાવાદ ગ્રામ્યના DYSP)

સગીરાને વેચી દેવાનો સોદો નક્કી : પીડિત સગીરા અને આરોપીઓની પોલીસે પૂછપરછ કરી તો સામે આવ્યું કે, આરોપી અશોક પટેલ અને તેની પત્ની હેતલ પટેલ તેમજ રૂપલ આ સગીરાને વેચી દેવાની ફિરાકમાં હતા. આરોપીઓએ સગીરાને વેચી દેવાનો સોદો પણ નક્કી કર્યો હતો. માત્ર બે લાખ રૂપિયામાં આ નિર્દોષ અને માસુમ સગીરાને રાજસ્થાનમાં વેચી દેવાના હતા પણ સદનસીબે પોલીસે યોગ્ય દિશામાં મહેનત કરતા આ માસુમ બાળકીનું જીવન બચી ગયું હતું. આ અપહરણની ફરિયાદના મૂળ સુધી પોલીસે પહોંચી તો હ્યુમન ટ્રાફિકનું કૌભાંડ સામે આવ્યું હોવાનું પોલીસે જણાવ્યું છે.

Valsad Suicide Case: 12 સાયન્સની પરીક્ષામાં સતત બે વખત નાપાસ થતાં જીવનથી પણ હારી ગઈ વિદ્યાર્થીની

Ahmedabad Rape Case: વટવામાં 13 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ, પોલીસે આરોપીની કરી ધરપકડ

Surat Rape Case: સગીરા સાથે દુષ્કર્મનો મામલો, પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્ટ્રક્શન કર્યું

Last Updated : May 16, 2023, 9:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.