ETV Bharat / state

Valsad Suicide Case: 12 સાયન્સની પરીક્ષામાં સતત બે વખત નાપાસ થતાં જીવનથી પણ હારી ગઈ વિદ્યાર્થીની

author img

By

Published : May 3, 2023, 9:13 AM IST

Updated : May 3, 2023, 9:22 AM IST

વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં સતત બે વખત નાપાસ થતાં છોકરીએ જીવન ટૂંકાવ્યું
વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં સતત બે વખત નાપાસ થતાં છોકરીએ જીવન ટૂંકાવ્યું

દક્ષિણ ગુજરાતના વલસાડમાં એક સગીરાએ જીવનનો અંત આણ્યો હતો. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ સતત બીજી વખત નાપાસ થતાં સગીરાએ અચાનક આ પગલું ભરી લીધું હતું. આત્મહત્યા માટેનું પગલું ભરતા પહેલા છોકરીએ પોતાના પિતા સાથે ફોન પર વાત કરી હતી. અચાનક દીકરીનો ફોન કટ થઈ જતા પિતા તેમજ પરિવારના જીવ તાળવે ચોટયા હતા. પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું.

વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં સતત બે વખત નાપાસ થતાં છોકરીએ જીવન ટૂંકાવ્યું

વલસાડ: પરિણામ જોઈને આઘાતમાં સરી પડતા વિદ્યાર્થીઓ ક્યારેક અણધાર્યું પગલું ભરી બેસે છે. જેના કારણે એના પરિવારજનોને કાયમી ખોટ ખાવાનો વારો આવે છે. આવો જ કિસ્સો વલસાડમાંથી સામે આવ્યો છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થતાં, સતત બીજી વખત પરીક્ષામાં નાપાસ થવાના કારણે યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી. દીકરીના પિતા શાકભાજીની લારી ચલાવે છે. પોલીસને ઘટનાની જાણ થતા ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

આ પણ વાંચો Valsad suicide: પ્રેમિકાના આપધાતની ખબર મળતા પ્રેમીએ પણ દુનિયાને અલવિદા કહ્યું

યુવતીએ દમ તોડી દીધો: પારડી તાલુકાના નજીકના વાઘછીપા ગામે રહેતી સગીરાએ અગાઉ પણ ધોરણ 12 પ્રવાહની પરીક્ષા આપી હતી. પરંતુ તે સમયે પણ તે પાસ થઈ શકી ન હતી. ફરી પરીક્ષા આપવા છતાં આ વખતે પણ પરિણામ નાપાસ આવતા તે હતાશામાં સરી પડી હતી. જે બાદ છોકરીએ જીવન ટૂંકાવ્યું હતું. બનાવની જાણ થતાની સાથે લોકોએ બુમા બુમ કરતા ચંદ્રપુર રહેવાથી લાઈફ સેવર ગ્રુપના તરવૈયા દ્વારા તુરંત દોડી આવ્યા હતા. સગીરાને બહાર કાઢી બચાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ તે પહેલા જ આ યુવતીએ દમ તોડી દીધો હતો.

પિતા જોડે ફોન ઉપર વાત: સમગ્ર ઘટનાની જાણ પાડી પોલીસને કરવામાં આવતા પારડી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. સગીરાના પરિવારજનોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં સગીરા પારડી નજીકના એક ગામના હોવાનું બહાર આવ્યું હતું. સગીરાએ આત્મહત્યા કરતા પહેલા પિતા જોડે ફોન ઉપર વાત કરી હતી. ધોરણ 12 નું પરિણામ આવ્યા બાદ હતાશ થયેલી આ સગીરા પોતાના પિતા સાથે ફોન ઉપર આત્મહત્યા કરતા પૂર્વે વાત કરી હતી. જોકે તે સમયે તેના પિતાએ સગીરાને ઘરે પરત આવી જવા માટે પણ જણાવ્યું હતું. છતાં પણ હતાશામાં સરી પડેલી આ સગીરાએ જીવન ટૂંકાવ્યું હતું.

આ પણ વાંચો Valsad news: ધરમપુરથી 9 લાખનો કોસ્મેટીક ચોરનાર વોન્ટેડ ઝડપાયો

શાકભાજીની લારી: મૃતક સગીરાના પિતા નજીકના એક ગામમાં શાકભાજીની લારી ચલાવે છે. પોતાની પુત્રીનો ફોન અચાનક જ વાત કરતા કરતા કટ કરી દેતા તાત્કાલિક તેઓ નદીના બ્રિજ પાસે દોડી આવ્યા હતા. જોકે તે આવે તે પહેલા જ તેમની પુત્રીએ જિંદગીને અલવિદા કહી દીધી હતી. સમગ્ર કિસ્સામાં સગીરાના પિતાએ પારડી પોલીસમાં જણાવ્યું છે કે ' ધોરણ 12 નું પરિણામમાં હતાશ થયેલી દીકરીએ આ પગલું ભર્યું છે. હાલ તો પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કર્યો છે.

Last Updated :May 3, 2023, 9:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.