ETV Bharat / state

પ્રેમીએ અનેક વાર ગર્ભવતી બનાવી યુવતીને તરછોડી દીધી

author img

By

Published : Jan 8, 2023, 7:50 PM IST

Ahmedabad rape accused arrested : યુવકે લગ્નની લાલચ આપી હાથીજણ વિસ્તારમાં આવેલી એક હોટલમાં લઈ જઈ અવારનવાર તેની શારીરિક સંબંધ બાંધયો હતો, જેના કારણે 3 વાર યુવતીને ગર્ભ રહી જતા (lover made the girl pregnant many times) યુવકના કહેવાથી ગર્ભપાત કરાવ્યો હતો અને બાદમાં પણ યુવકે દુષ્કર્મ ગુજારવાનું શરૂ રાખતા યુવતી બીજી વાર ગર્ભવતી બની હતી.

lover made the girl pregnant many times
lover made the girl pregnant many times

ઇન્ચાર્જ એસીપી આર.ડી ઓઝા

અમદાવાદ: ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી યુવતીએ તેની સાથે કામ કરતા એક યુવક સામે દુષ્કર્મની (Ahmedabad rape case) ફરિયાદ નોંધાવી છે. યુવતી નોકરી કરતી હતી તે સ્થળે કામ કરતા એક યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જે બાદ યુવકે તેને લગ્નની લાલચ આપી હાથીજણ વિસ્તારમાં આવેલી એક હોટલમાં લઈ જઈ અવારનવાર તેની શારીરિક સંબંધ બાંધયો હતો, જેના કારણે 3 વાર યુવતીને ગર્ભ રહી જતા યુવકના કહેવાથી ગર્ભપાત કરાવ્યો હતો અને બાદમાં પણ યુવકે દુષ્કર્મ ગુજારવાનું શરૂ રાખતા યુવતી બીજી વાર ગર્ભવતી બની હતી. (lover made the girl pregnant many times)

આ પણ વાંચો: Rajkot Crime: અઢી વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો, હત્યા કરાયાની આશંકા

અંતે યુવતીને પોતાની સાથે દગો થયો હોવાનું ધ્યાને આવ્યુ : આ મામલે પોલીસે અતુલ શર્મા નામના યુવકની ધરપકડ (Ahmedabad rape accused arrested ) કરી છે. આરોપીએ સગીરાને પોતાની હવસનો વારંવાર શિકાર બનાવી પોતાનો પરિવાર તેની સાથે લગ્ન માટે માનતું ન હોવાનું કહી હાથ ઉંચા કરી દીધા હતા. ઉપરાંત તેની સાથે લગ્ન નહીં કરે તેવું જણાવતા અંતે યુવતીને પોતાની સાથે દગો થયો હોવાનું ધ્યાને આવ્યુ હતુ. જેથી ખોખરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. યુવતી પ્રેમી સાથે લગ્ન કરવા માંગતી હોય જેથી તેને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો હતો જો કે આરોપીએ તેને ધર છોડી દેતા અંતે તેણે પોલીસની મદદ માગી છે.

આ પણ વાંચો: તંત્ર વિદ્યાના ચક્કરમાં માતાએ પોતાના 4 મહિનાના બાળકનું બલિદાન આપ્યું

આ મામલે ખોખરા પોલીસે આરોપીની ધરપકડ કરી તેના ગુનાહિત ઇતિહાસ અને તેને આ રીતે અન્ય કોઈ યુવતી સાથે દુષ્કૃત્ય કર્યું છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે. આ અંગે આઇ ડિવિઝનના ઇન્ચાર્જ એસીપી આર.ડી ઓઝા એ જણાવ્યું હતું કે, આ ઘટના સંદર્ભે ખોખરા પોલીસ મથકે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે અને પોલીસે ફરિયાદ થતાની સાથે જ આરોપીને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.