ETV Bharat / state

Ahmedabad CP: અમદાવાદ CPનો યોજાયો વિદાય સમારંભ, પોલીસ અને પ્રજાનો માન્યો આભાર

author img

By

Published : Apr 30, 2023, 3:32 PM IST

અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ વય નિવૃત થતા પોલીસ હેડક્વાર્ટર ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેર પોલીસ કમિશનરને શહેર પોલીસ દ્વારા ભવ્ય વિદાય આપવામાં આવી હતી. 1987ની બેચના IPS સંજય શ્રીવાસ્તવે અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકે પોણા ત્રણ વર્ષ સુધી કાર્યભાર સંભળ્યો હતો.

પોલીસ અને પ્રજાનો માન્યો આભાર
પોલીસ અને પ્રજાનો માન્યો આભાર

સંજય શ્રીવાસ્તવ વય નિવૃત થતા પોલીસ હેડક્વાર્ટર ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન

અમદાવાદ: શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે વિધિવત રીતે સંજય શ્રીવાસ્તવને વિદાય કરવામાં આવી હતી. સંજય શ્રીવાસ્તવને અમદાવાદમાં કામ કરવાનો બહોળો અનુભવ રહ્યો છે. હવે શહેર પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ JCP ક્રાઈમ પ્રેમવીરસિંહ યાદવને સોંપવામાં આવ્યો છે.

સંજય શ્રીવાસ્તવને નિવૃત થતા વિદાય: અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ નિવૃત થતાં આજે તેમનો વિદાય સમારોહ યોજાયો હતો. આજે શાહીબાગ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સંજય શ્રીવાસ્તવને પોલીસ બેન્ડ અને પરેડ દ્વારા સન્માન અપાયું હતું. તેમની ઉપર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. આ દરમિયાન અમદાવાદના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં અમદાવાદ શહેરના તમામ IPS અધિકારી, DYSP અને પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: Mann Ki Baat 100 Episode: અત્યાર સુધીના એપિસોડમાં વડાપ્રધાન મોદીએ જે મુદ્દાઓ પર ચર્ચા કરી જાણો એનું લીસ્ટ

રાજકોટ પોલીસ કમિશનર પણ રહ્યા: સંજય શ્રીવાસ્તવ વર્ષ 2003થી 2005 સુધી રાજકોટ પોલીસ કમિશનર રહ્યા હતા. અગાઉ SP તરીકે કચ્છ, ભરૂચ, ગાંધીનગર, પાટણ, મહેસાણા ફરજ બજાવી ચૂકયા છે. જ્યારે અમદાવાદમાં પણ ઝોન - 1,2,3 અને 5 માં DCP તરીકે તેમજ શાહીબાગ પોલીસ હેડ કવાર્ટર તેમજ વહીવટી શાખામાં સંયુકત પોલીસ કમિશનર તરીકે પણ ફરજ બજાવી ચૂકયા છે.

આ પણ વાંચો: Dummy Candidates Scam: ડમીકાંડમાં વધુ એક વળાંક, ઘનશ્યામે કહ્યું ન્યાયતંત્ર પર ભરોસો

શહેરીજનોનો આભાર વ્યક્ત કર્યો: પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે આ પ્રસંગે વાતચીત કરતા છેલ્લા પોણા ત્રણ વર્ષમાં શહેર પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરી અને શહેરીજનોને સહકાર અંગે વાત કરવામાં આવી હતી. કોરોના કાળમાં યોજાયેલી રથયાત્રામાં મીડિયાના સહયોગથી ભક્તોએ ઘરમાં બેસીને રથયાત્રા નિહાળી હતી, જે બદલ તેઓએ મીડિયાનો આભાર માન્યો હતો. વધુમાં સંજય શ્રીવાસ્તવે અમદાવાદ શહેર પોલીસ દ્વારા પોલીસ દ્વારા ડ્રગ્સના દુષણ સામે કરવામાં આવેલી કામગીરી અંગે વાત કરી હતી. 2002 પછીના કોમી રમખાણો પછી અમદાવાદમાં કોમી એકતા જોવા મળ્યો છે જે અંગે પણ તેઓએ શહેરીજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.