ETV Bharat / state

Ahmedabad Crime: મહિનાથી નકલી ચલણી નોટો છાપતા હતા ભેજાબાજ, પોલીસે 25 લાખની નોટ કબજે કરી

author img

By

Published : Mar 21, 2023, 6:01 PM IST

અમદાવાદના ચાંદખેડામાં નકલી ચલણી નોટોની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. પોલીસે 25 લાખથી વધુની કિંમતની નકલી ચલણી નોટો ઝડપી પાડી હતી. સાથે જ પોલીસે આરોપીઓની ધરપકડ કરી આ મામલે તેમની પૂછપરછ શરૂ કરી છે.

Ahmedabad Crime: ચાંદખેડામાં મહિનાથી નકલી ચલણી નોટો છાપનારા 4 આરોપી ઝડપાયા, પોલીસે 25 લાખની નોટ કબજે કરી
Ahmedabad Crime: ચાંદખેડામાં મહિનાથી નકલી ચલણી નોટો છાપનારા 4 આરોપી ઝડપાયા, પોલીસે 25 લાખની નોટ કબજે કરી

આરોપીઓની પૂછપરછ શરૂ

અમદાવાદઃ શહેરમાં ગુનાખોરી વધી રહી છે. ત્યારે હવે અહીં ફરી એક વખત નકલી ચલણી નોટો ઝડપાઈ છે. આ વખતે પોલીસે 25 લાખથી વધુની કિંમતની નકલી નોટો ઝડપી પાડી હતી. સાથે જ પોલીસે 4 યુવકની ધરપકડ પણ કરી હતી. તો આ આરોપીઓ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એક મકાનમાં છેલ્લા 1 મહિનાથી નકલી નોટો છાપવાનું કામ કરતા હોવાનો ખૂલાસો થયો છે.

આ પણ વાંચોઃ Rajkot Crime News : રાજકોટમાં નકલી નોટો આંગડિયા મારફતે વટાવવાનું કૌભાંડ, આ 5 પકડાયાં

પોલીસે 10 લાખની નોટો ઝડપીઃ મળતી માહિતી અનુસાર, ઝોન 2 એલસીબીની ટીમ ચાંદખેડા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાદમી મળી હતી કે, શૈલેષ ક્રિશ્ચિયન નામનો વ્યક્તિ પોતાની પાસેની ઈકો કારમાં નકલી ચલણી નોટોનો જથ્થો લઈને ચાંદખેડામાંથી પસાર થઈ રહ્યો છે. તેના આધારે પોલીસે ગાડીને રોકીને તપાસ કરતા તેમાંથી 10 લાખ રૂપિયાની નકલી ચલણી નોટો મળી આવી હતી. આ સમગ્ર મામલે તપાસ કરતા તેણે જણાવ્યું હતું કે, તે પોતાના મિત્ર પરાગ ઉર્ફે પકો વાણિયા તેમ જ અન્ય 2 મિત્રોની મદદથી બનાવટી ચલણી નોટો દાસ્તાન સર્કલ પાસે આવેલા એક મકાનમાં ભાડે રાખીને બનાવે છે.

પોલીસે નકલી નોટો કબજે કરી
પોલીસે નકલી નોટો કબજે કરી

પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યાઃ ત્યારબાદ ઝોન 2 LCBની ટીમે ત્યાં જઈને તપાસ કરતા મકાનમાં લેપટોપ, કલર પ્રિન્ટર સહિતના મુદ્દામાલ સાથે વધુ 15,98,800 રૂપિયાની નકલી ચલણી નોટો મળી આવી હતી. સાથે જ ત્યાં પરાગ ઉર્ફે પકો વાણિયા તથા જગદીશ પટેલ અને બ્રિગનેશ પટેલ નામના આરોપીઓ મળી આવતા તેઓને પણ ઝડપી લેવામાં આવ્યા હતા.

પોલીસે શરૂ કરી તપાસઃ આ સમગ્ર મામલે પકડાયેલા આરોપીઓની તપાસ કરતા તેમાંથી પરાગ ઉર્ફે પકો વાણિયા અગાઉ વર્ષ 2021માં નકલી ચલણી નોટોના ગુનામાં SOG ક્રાઈમના હાથે ઝડપાયો હોવાનું સામે આવ્યું હતું. આ સમગ્ર મામલે પકડાયેલા આરોપીઓ પાસેથી 25,98,000થી વધુની કિંમતની નકલી ચલણી નોટો કબજે કરી આરોપીઓ સામે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તો આ ગુનામાં અન્ય કોઈ આરોપીઓ સામેલ છે કે કેમ આરોપીઓ નકલી ચલણી નોટો બજારમાં ફરતી કરી ચૂક્યા છે કે કેમ તે તમામ દિશામાં પૂછપરછ હાથ ધરાઈ છે.

આ પણ વાંચોઃ Fake Currency Notes : સુરતમાં નકલી નોટ છાપી બજારમાં ફરતી કરનાર શખ્સ ઝડપાયો

આરોપીઓની પૂછપરછ શરૂઃ આ અંગે ઝોન 2 ઈન્ચાર્જ ડીસીપી સફિન હસને જણાવ્યું હતું કેસ બાતમીના આધારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે ચાંદખેડા પોલીસમાં ગુનો દાખલ કરી તેઓ કેટલા સમયથી નકલી ચલણી નોટો બનાવતા હતા. તેમ જ નકલી ચલણી નોટો બજારમાં ફરતી કરી છે કે, કેમ તે દિશામાં પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.