ETV Bharat / state

Ahmedabad News : મુખ્યપ્રધાનના મતવિસ્તારમાં બનશે ફ્લાય ઓવર બ્રિજ, કેટલો ખર્ચ અને કેવો હશે બ્રિજ જૂઓ

author img

By

Published : Apr 11, 2023, 4:18 PM IST

Ahmedabad News : મુખ્યપ્રધાનના મતવિસ્તારમાં બનશે ફ્લાય ઓવર બ્રિજ, કેટલો ખર્ચ અને કેવો હશે બ્રિજ જૂઓ
Ahmedabad News : મુખ્યપ્રધાનના મતવિસ્તારમાં બનશે ફ્લાય ઓવર બ્રિજ, કેટલો ખર્ચ અને કેવો હશે બ્રિજ જૂઓ

અમદાવાદમાં સતાધાર જંક્શન પર નવો ફ્લાય ઓવર બ્રિજ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. એએમસી રોડ અને બિલ્ડીંગ કમિટી દ્વારા અપાયેલી માહિતી મુજબ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને દેશના ગૃહપ્રધાન અમિત શાહના મતવિસ્તારમાં અંદાજિત 81 કરોડના ખર્ચે 4 લેન બ્રિજ તૈયાર કરવામાં આવશે.

અંદાજિત 81 કરોડના ખર્ચે 4 લેન બ્રિજ બનશે

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ એક ફ્લાય ઓવર બ્રિજ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. અમદાવાદના સત્તાધાર જંકશન પર 975 મીટર લાંબો અને 16.50 મીટર પહોળો બ્રિજ અંદાજિત 81 કરોડના ખર્ચે તૈયાર થશે. જેનું કામ 2 વર્ષમાં પૂર્ણ કરવાનો પ્રાથમિક અંદાજ મુકવામા આવ્યો છે.

81 કરોડના ખર્ચે 4 લેન બ્રિજ : અમદાવાદમાં મ્યુનિશિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ચાર રસ્તા સિગ્નલમુક્ત બને તે માટે અલગ અલગ મોટા જંકશન પર ફ્લાયઓવર બ્રિજ તૈયાર કરવામાં આવ્યા છે. શહેરમાં હાલમાં 80 જંકશન પર બ્રિજ તૈયાર કરવામાં આવ્યા છે. આગામી સમયમાં પણ હજુ એક નવો બ્રિજ ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને દેશના ગૃહપ્રધાન અમિત શાહના મતવિસ્તારમાં અંદાજિત 81 કરોડના ખર્ચે 4 લેન બ્રિજ તૈયાર કરવામાં આવશે.

આ પણ વાંચો અમદાવાદના 19 ફ્લાય ઓવર બ્રિજ નીચે પે એન્ડ પાર્ક બનાવવામાં આવશે

કેવો હશે બ્રિજ : એએમસી રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈએ જણાવ્યું હતું કે શહેરમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે ઓવરબ્રિજ કે અંડર બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં સતાધાર જંકશન પર બ્રિજ બનાવવામાં આવશે જે આગામી 24 મહિનામાં પૂર્ણ કરવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. આ ફ્લાય ઓવરની લંબાઈ આશરે 975 મીટર જ્યારે પહોળાઈ 16.50 મીટરની રહેશે. આ જંકશનમાં ઓબ્લિગેટરી પબ્લિક ગેટરની સ્પાનની લંબાઈ 35 મીટર અને ક્લિયર ઊંચાઈ 5.50 મીટર રાખવામાં આવશે.

બંને સાઈડ કુલ 26 સ્પાન : વધુમાં મહાદેવ દેસાઈએ જણાવ્યું હતું કે આ ફ્લાય ઓવર બ્રિજ પોર્શન સાઈટ પરથી ઝડપથી કામગીરી થઈ શકે તે માટે બંને સાઈડ કુલ 26 સ્પાન પ્રીકાસ્ટ પોસ્ટ ટેન્સનિંગ મેથડથી લોન્ચ કરવાનું પ્લાનિંગ કરવામાં આવ્યુ છે. જેમાં 30 મીટરની લંબાઈના કુલ 15 સ્પાન, 35 મીટરના 3 સ્પાન, 25 મીટરના અને 28 મીટર લંબાઈના 1 સ્પાન અને 20 મીટર લંબાઈના કુલ 6 સ્પાનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ 12 મીટર લંબાઈના કુલ 11 સ્પાન સોલિડ સ્લેબ મેથડથી કરવામાં આવશે. આ ફ્લાય ઓવર બ્રિજ અંદાજિત ખર્ચ 81 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે. આ બ્રિજનું અંદાજિત 2 વર્ષની અંદર કામ પૂર્ણ કરવાનો અંદાજ પણ મૂકવામાં આવ્યો છે.

આ પણ વાંચો Ahmedabad Swimming Pools: આંતરરાષ્ટ્રીય કક્ષાના 8 સ્વિમિંગ પુલ, આવી જોરદાર છે સુવિધાઓ

નવું ફાયર સ્ટેશન : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટીપી સ્કીમ નંબર 56 માં જગ્યા ફાળવીને અંદાજિત 13,83,68,677 રૂપિયાના ખર્ચે નવું ફાયર સ્ટેશન તેમજ ફાયર ટીમના ક્વાર્ટર તૈયાર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ઘણા સમયથી સોલા, ગોતા, ઓગણજ ખાતે ફાયર સ્ટેશનની માંગ હતી. જેને આખરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રોડ ઇન બિલ્ડીંગ કમિટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.