ETV Bharat / city

અમદાવાદના 19 ફ્લાય ઓવર બ્રિજ નીચે પે એન્ડ પાર્ક બનાવવામાં આવશે

author img

By

Published : Jul 16, 2020, 7:29 PM IST

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ બેઠકમાં એક મહત્વનું ટેન્ડર પાસ કરવામાં આવ્યું છે. જેમાં શહેરમાં પાર્કીગની સમસ્યા હલ કરવા માટે કોર્પોરેશન દ્વારા ફ્લાયઓવર તેમજ રેલવે બ્રિજ નીચે 19 જગ્યાએ પે એન્ડ પાર્ક ઉભું કરવામા આવશે. રેવન્યુ શેરીંગના ધોરણે ઉભા કરવામા આવેલા આ પે એન્ડ પાર્કમાં કુલ 6500 ટુ વ્હીલર અને 760 ફોર વ્હીલર પાર્ક કરી શકાશે.

શહેરના 19 ફ્લાય ઓવર બ્રિજ નીચે પે એન્ડ પાર્ક બનાવવામાં આવશે
શહેરના 19 ફ્લાય ઓવર બ્રિજ નીચે પે એન્ડ પાર્ક બનાવવામાં આવશે

અમદાવાદ: મહત્વનું છે કે અમદાવાદનો વિસ્તાર વધતાં અને કેટલીક સાંકડી જગ્યા હોવાથી પાર્કિંગની સમસ્યા ઉદભવતી હોય છે અને સાથે પાર્કિંગની સમસ્યા થવાને લીધે ટ્રાફિકનો પ્રોબ્લેમ પણ રહેતો હોય છે. ત્યારે ઓવરબ્રિજની છે લોકો જ્યારે આડેધડ પાર્કિંગ કરે છે તેના બદલે હવે પે એન્ડ પાર્ક કરવું પડશે.

શહેરના તમામ બ્રિજ નીચે એક યા બીજાપ્રકારે દબાણ પણ થયેલાં છે. ત્યારે પાર્કિંગ સ્પેસ વધારવા માટે લેવાયેલાં આ નિર્ણયના પગલે આમ બ્રિજની નીચેની જગ્યાએ જ્યાં દબાણ થતું હતું તેમ જ જગ્યા ખાલી પડી રહેતી હતી તેનો સદઉપયોગ થશે.

શહેરના 19 ફ્લાય ઓવર બ્રિજ નીચે પે એન્ડ પાર્ક બનાવવામાં આવશે
શહેરના 19 ફ્લાય ઓવર બ્રિજ નીચે પે એન્ડ પાર્ક બનાવવામાં આવશે
નીચે જણાવેલ ઓવરબ્રિજ નીચે પે એન્ડ પાર્ક બનાવવામાં આવશે
સોલા રેલવે ઓવરબ્રિજ
ગોતા રેલવે ઓવરબ્રિજ
હેલમેટ ઓવરબ્રિજ
આંબેડકર બ્રિજ
રાણીપ રેલવે ઓવરબ્રિજ
ઇન્કમટેક્સ ઓવરબ્રિજ
એઇસી ઓવરબ્રિજ
ઠકકરબાપાનગર ઓવરબ્રિજ
બાપુનગર ઓવરબ્રિજ
સીટીએમ ઓવરબ્રિજ
ઇસનપુર ઓવરબ્રિજ
ઘોડાસર ગુરુજી બ્રિજ
સોનીની ચાલી ઓવરબ્રિજ
હાટકેશ્વર ઓવરબ્રિજ
જશોદાનગર ઓવરબ્રિજ
શિવરંજની ઓવરબ્રિજ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.