ETV Bharat / state

Kiran Patel Case: મેટ્રો કોર્ટે કિરણ પટેલના સાત દિવસના રીમાન્ડ મંજૂર કર્યા

author img

By

Published : Apr 9, 2023, 8:44 AM IST

Updated : Apr 9, 2023, 1:43 PM IST

PMO કચેરીમાં ફરજ અદા કરતા હોવાનું કહીને ગંભીર પ્રકારની છેત્તરપીંડિ કરનાર મહાઠગ કિરણ પટેલને લોખંડી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં લાવવામાં આવ્યો હતો. એ પછી અમદાવાદ પોલીસે મેટ્રો કોર્ટમાં એને રજૂ કર્યો હતો. મેટ્રો કોર્ટે આ કેસમાં કુલ સાત દિવસના રીમાન્ડ મંજૂર કર્યું છે. કોર્ટે તારીખ 15 એપ્રિલ સુધીના રીમાન્ડ મંજૂર કર્યા છે.

Kiran Patel Case: મેટ્રો કોર્ટે કિરણ પટેલના સાત દિવસના રીમાન્ડ મંજૂર કર્યા
Kiran Patel Case: મેટ્રો કોર્ટે કિરણ પટેલના સાત દિવસના રીમાન્ડ મંજૂર કર્યા

Kiran Patel Case: મેટ્રો કોર્ટે કિરણ પટેલના સાત દિવસના રીમાન્ડ મંજૂર કર્યા

અમદાવાદઃ પાંચ જુદા જુદા કેસમાં આરોપી કિરણ પટેલના કોર્ટે રીમાન્ડ મંજૂરી કરી દીધા છે. કિરણ પટેલની સાથે પત્ની માલિની પટેલ પણ ઠગાઈના ગુનામાં પકડાઈ ગઈ છે. આરોપીઓના બેંક એકાઉન્ટની પણ તપાસ થશે. આ કેસમાં સરકારી વકીલ સરકારી વકીલે કોર્ટમાં દલીલ કરી હતી. કિરણ પટેલ એ pmo ની ઓળખ કોના આધાર પર આપી. આરોપી એ માહિતી આપી કે એની પાસે ડૉક્ટરની ડિગ્રી છે. મકાન રીનોવેશીનાના ખર્ચ ની રકમ ક્યાંથી આવી. 50 લાખના 4 ચેક આપવામાં આવ્યા. લક્ઝરી ગાડીની વિગત પણ માંગવામાં આવી છે.

આ પણ વાંચોઃ Fake PMO Kiran Patel Case: પાંચ મોટા ગુના અંતર્ગત કિરણ પટેલની થશે તપાસ

કોર્ટમાં ધારદાર દલીલઃ આ કેસમાં દસ્તાવેજ બનેલા હોય કે અન્ય બંગલાના કાગળ હોય તેની તપાસ પણ જરૂરી હોવાનું વકીલે સ્પષ્ટ કર્યું છે. મકાન અન્ય કોઈને વેચવામાં આપવાનું હતું કે શું..? આરોપી પર છેતરપિંડીના ગુના નોંધાયા છે. અન્ય ગુનાની તપાસ માટે કોર્ટ પાસે સમય માંગ્યો છે. કિરણ પટેલના વકીલની રજૂઆત બચાવલક્ષી રહી હતી. આરોપીના વકીલની દલીલ કે 35 લાખ રૂપિયામાં જ રીનોવેશન કરવા આપ્યું હતું. ફરિયાદીના ભાઈ રાજકીય નેતા હોવાથી જબરજસ્તીથી પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. કિરણ પટેલના વકીલની દલીલ હતી કે, આરોપીને પૈસા રીનોવેસશન માટે આપ્યા હતા. બાદ તે ક્યાં અને ક્યાં ફર્યા તે આ ગુનામાં શું લાગુ થઈ શકે? બંગલો વેચાણ કરવા માટે 2 કરોડનો ચેક આપવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Kiran Patel Case: અનેક ડીગ્રી ધરાવતો કિરણ પટેલ હવે જાણશે ક્રાઈમ બ્રાન્ચની થર્ડ ડીગ્રી વિશે, જાણો કિરણ પટેલ કઈ રીતે બન્યો મહાઠગ

ગુજરાત પોલીસ સક્રિયઃ શ્રીનગર ખાતે ગુનો નોંધાયા બાદમાં ગુજરાત પોલીસ સક્રિય બની. તેમના પત્નીની પણ તપાસ કરવમાં આવી છે. તેમને 5 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે. બંગલાની ડીલ કરવમાં આવી હતી. તેના માટે 2 કરોડના ચેક આપવામાં આવ્યા હતા. 14 દિવસના રિમાન્ડની માંગ સરકારી વકિલ દ્વારા કરવામાં આવી હતી. કિરણ પટેલના 7 દિવસના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

Last Updated : Apr 9, 2023, 1:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.