ETV Bharat / state

Ahmedabad News: AMC મેયર આપી શહેરના રસ્તા પર પડતા ભુવાની વ્યાખ્યા

author img

By

Published : Jun 1, 2023, 9:43 AM IST

બે દિવસ પહેલા 3 ઇંચ જેટલો વરસાદ વરસતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી પ્રિ મોન્સૂન કામગીરી પર અનેક સવાલો ઉભા થયા હતા. જેને લઈને AMC વિપક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન કરી શહેર મેયર કિરીટ પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. બીજી બાજુ જનતા પિસાઈ રહી છે. સમસ્યાઓ અનેક છે પણ સમસ્યાનો ઉકેલ કઇ નથી. દર ચોમાસામાં એક જ સવાલ અને એક જ જવાબ હોય છે.

AMC મેયર આપી શહેરના રસ્તા પર પડતા ભુવાની વ્યાખ્યા
AMC મેયર આપી શહેરના રસ્તા પર પડતા ભુવાની વ્યાખ્યા

AMC મેયર આપી શહેરના રસ્તા પર પડતા ભુવાની વ્યાખ્યા

અમદાવાદ: સિઝન વગરના વરસાદે અમદાવાદ કોર્પોરેશની પોલ ખોલી નાખી છે. વિપક્ષ પાર્ટી પ્રહારો કરી રહી છે પરંતુ અમદાવાદ તંત્ર તો બહેરું હોય તેવા જવાબ આપી રહ્યું છે. પક્ષ અને વિપક્ષમાં સામાન્ય જનતાને હેરાન થવાનો વારો આવ્યો છે. રાજ્યનું સૌથી મોટું શહેર અમદાવાદને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. મહાનગરપાલિકા દ્વારા વિકાસના કામો માટે દર વર્ષે 9 હજાર કરોડથી પણ વધારે બજેટ ફાળવવામાં આવે છે. પરંતુ આ બજેટમાં કેટલા સારા કામ કરવા માટે થાય છે. અમદાવાદ શહેરમાં ચોમાસાની સિઝનમાં આવતા શહેરમાં કરેલા વિકાસના કામોની પોલ ખુલી જાય છે. ગત વર્ષે શહેરમાં 2 હજાર કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે. રોડ પર હજુ પણ ભુવા પડવાની સ્થિતિમાં કોઈપણ પ્રકારનો સુધારો જોવા મળતો નથી.કોર્પોરેશન દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે.તેવા આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

પ્રિ મોન્સૂન કામગીરી પર સવાલ: વિપક્ષ નેતા શહેઝાદ ખાને જણાવ્યું હતું કે, સત્તાધીશો દ્વારા AC કેબિનમાં બેસીને માત્ર પ્રિ મોન્સૂન કામગીરી ચર્ચા કરવામાં આવતી હોય છે. દર વર્ષે કોર્પોરેશન દ્વારા રોડ રસ્તા બનાવવા માટે કરોડો રૂપિયાના બજેટ ફાળવવામાં આવે છે. પરંતુ તે પૈસાનો કેટલો યોગ્ય ઉપયોગ થયો તે ચોમાસાની સીઝનમાં તેની હકીકત જનતા સામે આવે છે. થોડા દિવસ પહેલા જ 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેમાં શહેરમાં 6 જેટલી જગ્યા પર ભુવા પડવાની ઘટના તેમજ અન્ય રોડ બેસી જવાની ઘટના સામે આવી હતી.

વાંચ્યા વિના નિવેદન: હાઈકોર્ટની ફટકાર બાદ કોર્પોરેશન દ્વારા 2000 હજાર કરોડના રોડ બનાવવામાં આવે છે. આ રોડ વરસાદ પડતાં તૂટવાની પણ શરૂઆત થાય છે. મેયર આવેદન વાંચ્યા વિના જ એક જ વોર્ડની વાત કરી રહ્યા છે. તેવા આક્ષેપ પણ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી હતી. જે જે જગ્યા પર રોડ તૂટે ત્યાં કોન્ટ્રાક્ટર નામની પ્લેટ લાગવામાં આવવી જોઈએ.

"આવનાર ચોમાસાની સિઝનની ધ્યાનમાં રાખીને બે વખત જે તે અધિકારી સાથે રહીને બે વખત પ્રિ મોન્સૂન કામગીરી અંગે મીટીંગ કરવામાં આવી હતી. જેમાં કેટલા કામો થયા છે. કેટલા કામો બાકી તેની વિગતો મેળવવી હતી. પરંતુ વિપક્ષ શહેરની વાત નહિ પણ રાજકીય વાત કરવામાં રસ જોવા મળી રહ્યો છે. તે માત્ર મકતમપુર વોર્ડની વાત કરી રહ્યા છે"--કિરીટ પરમાર(મેયર)

જનહિતનું કામ: અમદાવાદના મેયર કિરીટ પરમારએ વધુમાં જણાવ્યું હતું કે, વિપક્ષ વરસાદની સિઝન શરૂ થાય તે પહેલાં જ વિરોધ કરી રહી છે. બે દિવસ પહેલા પડેલા વરસાદએ કમોસમી વરસાદ હતો. હાલમાં પ્રિ મોન્સૂન કામગીરી કરી કરવામાં આવી રહી છે. કોંગ્રેસ શહેરના વિકાસની વાત નહીં પણ આવેદન આપવામાં જ રસ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હંમેશા જનહિતમાં કામ કરી રહ્યું છે.

  1. Ahmedabad News : અમદાવાદ કોર્પોરેશને ટેલિકોમ કંપનીને ટેકસ બાબતે પાઠવી નોટિસ, નહીં ભરે તો કડક કાર્યવાહી
  2. Ahmedabad News : અમદાવાદમાં વરસાદ વરસતા તંત્રની પોલ ખુલ્લી, 370 ફરિયાદો AMCને મળી
  3. Ahmedabad Rain: અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટાં, 50 જેટલા સ્થળે વૃક્ષો ધરાશાયી, રીક્ષા પર ઝાડ પડતા 50 વર્ષીય વ્યક્તિનું મોત
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.