ETV Bharat / state

Kiran Patel Case : મહાઠગ પટેલે બનાવેલા વિઝીટિંગ કાર્ડ અને સિમ કાર્ડ બાબતે થયા અનેક ખુલાસા

author img

By

Published : Apr 12, 2023, 10:32 PM IST

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કિરણ પટેલના રિમાન્ડ મેળવીને તપાસ કરતા અનેક નવા ખુલાસા સામે આવ્યા છે. કિરણ પટેલે વીઝીટીંગ કાર્ડ અને સિમ કાર્ડને લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં મણીનગર ચાર રસ્તા પાસે 10 વીઝીટીંગ કાર્ડ છપાવ્યા હોવાનું બહાર આવ્યું છે, તો બીજી તરફ મોબાઈલ નંબરને લઈને પણ ચોંકવનારો ખુલાસો સામે આવ્યો છે.

Kiran Patel Case : મહાઠગ પટેલે બનાવેલા વિઝીટિંગ કાર્ડ અને સિમ કાર્ડ બાબતે થયા અનેક ખુલાસા
Kiran Patel Case : મહાઠગ પટેલે બનાવેલા વિઝીટિંગ કાર્ડ અને સિમ કાર્ડ બાબતે થયા અનેક ખુલાસા

અમદાવાદ : મહાઠગ કિરણ પટેલની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રિમાન્ડ મેળવીને તપાસ તેજ કરી છે. જે તપાસમાં એક બાદ એક નવી બાબતો સામે આવી રહી છે. આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચે કિરણ પટેલના ઘોડાસર સ્થિત નિવાસ્થાને સર્ચ ઓપરેશન હાથ ધરીને ત્યાંથી નીલકંઠ બંગલોની ચાવી, વાસ્તુ પૂજાની પત્રિકા, સ્ટેમ્પ પેપર, બેંકના ડોક્યુમેન્ટ સહિતના અનેક દસ્તાવેજો કબજે કર્યા હતા.

વીઝીટીંગ કાર્ડ ક્યા બનાવડાવ્યું : હવે કિરણ પટેલે જે જગ્યાએ પોતાનું વીઝીટીંગ કાર્ડ બનાવડાવ્યું હતું તેમજ સીમકાર્ડ ખરીદ્યું હતું. તે સ્ટોર પર પણ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. કિરણ પટેલે ફરિયાદી જગદીશ ચાવડાનો વિશ્વાસ કેળવવા માટે પીએમઓ કાર્યાલયના અધિકારી તરીકેની ઓળખ આપી હતી. જે મામલે તપાસ કરતા ક્રાઈમ બ્રાન્ચે મણીનગર ચાર રસ્તા પાસે મહાલક્ષ્મી માર્કેટમાં આવેલી આકાંક્ષા ક્રિએશનમાં તપાસ કરતા ફેબ્રુઆરી મહિનાના પહેલા અઠવાડિયામાં તેણે 10 વીઝીટીંગ કાર્ડ છપાવ્યા હતા. જે વીઝીટીંગ કાર્ડમાં ADDITIONAL DIRECTOR P.M.O, STRATERGY CAMPAIGNનું લખાણ લખેલું હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો : Conman Kiran Patel case: મહાઠગ કિરણ પટેલના નિવાસસ્થાને ક્રાઈમ બ્રાન્ચનું સર્ચ ઓપરેશન, મહાઠગના દસ્તાવેજ અને બેન્ક વિગતો અંગે તપાસ

10 કાર્ડની કોપી કઢાવી : વધુ તપાસ કરતાં સામે આવ્યું હતું કે, આરોપીએ વીઝીટીંગ કાર્ડ છપાવવા માટે ગયો, ત્યારે ખરાઈ કરવા માટે ઓથોરિટી પ્રમાણપત્ર માંગવામાં આવ્યું હતું, પરંતુ તેણે રજૂ કર્યું ન હતું. વીઝીટીંગ કાર્ડ એક સાથે 100, 200, 500 અથવા તેનાથી વધુ જથ્થામાં બનાવવામાં આવતા હોય છે. પરંતુ કિરણ પટેલે પોતાની કુટનીતિ વાપરીને ફક્ત 10 કાર્ડ જ બનાવ્યા હતા અને માત્ર કલર પ્રિન્ટરમાં 10 કાર્ડની કોપી કઢાવી હતી.

આ પણ વાંચો : Kiran Patel Case: મેટ્રો કોર્ટે કિરણ પટેલના સાત દિવસના રીમાન્ડ મંજૂર કર્યા

મોબાઈલ નંબર : કિરણ પટેલના મોબાઈલ નંબરની વાત કરવામાં આવે તો, કિરણ પટેલ જે મોબાઇલ નંબરનો ઉપયોગ કરે છે. તે સરકારી અધિકારીના મોબાઇલ નંબર જેવો મળતો ભળતો હોય તે મોબાઈલ નંબર તેમજ સીમકાર્ડ મણીનગર મહેતા ફરસાણ પાસે વોડાફોન સ્ટોરમાંથી ખરીદી કર્યો હોવાનું સામે આવ્યું છે. જેથી સ્ટોરમાં ખાતરી કરીને તપાસ કરતા સ્ટોર હાલ બંધ થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. તેથી આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચે વોડાફોન કંપનીમાંથી જરૂરી માહિતી મેળવવા માટેની તજવીજ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.