ETV Bharat / state

Ahmedabad Cyber Crime : સરકારી ઈમેઈલ આઈડી બનાવી બેંક એકાઉન્ટ ફ્રીઝ કરનાર ઝડપાયો

author img

By

Published : Feb 13, 2023, 7:00 PM IST

ભેજાબાજ સાયબર ક્રિમિનલ યુવકે સરકાર અને બેંકોની પણ છેતરપિંડી કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સરકારી મેઇલ આઈડીની કોપી મારી અને બેંકોને ગેરમાર્ગે દોરવામાં સફળ બનેલ યુવકે શું કર્યું છે તે જાણો અને ચેતો. અમદાવાદ સાયબર ક્રાઇમે આરોપી યુવકની ધરપકડ કરી છે.

Ahmedabad Cyber Crime : સરકારી ઈમેઈલ આઈડી બનાવી બેંક એકાઉન્ટ ફ્રીઝ કરનાર ઝડપાયો
Ahmedabad Cyber Crime : સરકારી ઈમેઈલ આઈડી બનાવી બેંક એકાઉન્ટ ફ્રીઝ કરનાર ઝડપાયો

અમદાવાદ સાયબર ક્રાઇમે આરોપી યુવકની ધરપકડ કરી છે

અમદાવાદ :સાયબર ગઠિયાઓ લોકો પાસેથી પૈસા પડાવવા અનેક રસ્તાઓ અપનાવી રહ્યા છે. તો બીજી તરફ લોકો પણ જાગૃત બનતા સાયબર ગઠિયાઓ હવે સરકારી ઇ મેઈલ આઈડીનો ઉપયોગ કરી સાઇબર ફ્રોડને અંજામ આપી રહ્યા છે. આવી જ એક ફરિયાદ અમદાવાદ સાઇબર ક્રાઇમમાં નોંધાઈ હતી. ફરિયાદના આધારે પોલીસે રાજસ્થાનથી એક આરોપીની ધરપકડ કરી છે.

મેઈલ આઇડી અને તેની ફોર્મેટ યોગ્ય નહીં : પહેલા ન્યૂડ ફોન કોલ, પછી બેન્ક લોન ફ્રોડ અને હવે સરકારી મેઈલ આઇડીનાં ઉપયોગ કરી લોકોના ડેટા મેળવવા અને બેંકમાં એકાઉન્ટ ફ્રીઝ કરાવી સાઇબર ફ્રોડનાં કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં એક ફરિયાદ નોંધાઈ હતી, કે એક સરકારી ઈ-મેઇલ આઇડી પરથી ડેટા માંગવામાં આવી રહ્યો છે, જે મેઈલ આઇડી અને તેની ફોર્મેટ યોગ્ય લાગતું નથી. જેના આધારે સાઇબર ક્રાઇમ દ્વારા તપાસ કરતા આ મેઈલ આઇડી નકલી હોવાનું સામે આવ્યું હતું. નકલી મેઈલ આઈડી બનાવનાર અને અલગ અલગ કંપની તેમજ બેન્ક માંથી એકાઉન્ટ માહિતી માંગનાર રાજસ્થાનના સાગર ફૂલરામની ધરપકડ કરી છે.

ખોટા સહી સિક્કા પણ તૈયાર કર્યા : પોલીસે આરોપી સાગરની પૂછપરછ દરમ્યાન સામે આવ્યું કે કોઈ પણ સરકારી મેઈલ આઇડી પાછળ gujarat.gov.in લાગતું હોય છે, જે સરકારી ઈમેઇલ આઈડી માનવામાં આવેં છે. આવો જ એક મેઈલ આઈડી આરોપી સાગરે બનાવી હતી. એજ્યુકેશન વિભાગની સરકારી મેઈલ આઇડી બનાવી GSWANમાંથી બધા એક્સેસ લીધા હતા. મેઈલ આઇડી બનાવવા આરોપી સહારે ખોટા સહી સિક્કા પણ તૈયાર કર્યા હતા અને ઓનલાઇન ડાઉનલોડ પણ કર્યા હતા. ખોટા સરકારી મેઈલ આઇડી બનાવી આરોપી સાગરે અમુક કંપનીઓને મેઈલ કર્યા હતા. જેના અલગ અલગ વિગતો માંગી હતી.

બેંકો પણ ગેરમાર્ગે દોરાઇ : તો બીજી તરફ અનેક બેન્કોને પણ મેઈલ કરી અમુક એકાઉન્ટ ફ્રીઝ કરવા જણાવ્યું હતું. જે મેઈલનાં આધારે બેન્કોએ અમુક એકાઉન્ટ ફ્રીઝ પણ કર્યા હતા. જોકે બાદમાં કંપની અને બેંકને મેઈલનું યોગ્ય ફોર્મેટ નહિ જણાતા સરકારનું ધ્યાન દોર્યું હતું. જેના આધારે સાઇબર ક્રાઇમ દ્વારા ફરિયાદ નોંધી આરોપી સાગરની ધરપકડ કરી છે.

સરકારી મેઇલ આઈડીની જ કોપી બનાવી : આરોપી સાગર ફૂલરામ બી.કોમનો અભ્યાસ કરે છે. સાગરે ગુજરાત સરકારને જે મેઈલ આઈડી ફાળવવામાં આવી હોય, તેવી જ બીજી મેઈલ આઇડી બનાવી હતી અને સોશિયલ સાઇટ ઉપર ડેટા મેળવી રહ્યો હતો. તેમજ અલગ અલગ સાઇડ ઉપર ફેંક મેઈલ આઇડીથી એકાઉન્ટ બંધ કરાવી રહ્યો હતો. સાગર છેલ્લા 3 મહિનાથી ફેંક આઇડી દ્વારા આ પ્રમાણે બેન્ક અને કંપનીઓને મેઈલ કરી માહિતી મેળવતો હતો અને એકાઉન્ટ ફ્રીઝ કરાવતો હતો.

વધુ તપાસ હાથ ધરાઈ : આ અંગે સાયબર ક્રાઈમના ACP જે.એમ યાદવે જણાવ્યું હતું કે હાલતો આરોપીની ધરપકડ કરી અન્ય કોઈ સરકારી મેઇલની ફેલ આઇડી બનાવી છે કે કેમ અને સમગ્ર મામલે કોઇ સરકારી કે ખાનગી કર્મચારી સામેલ છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.