ETV Bharat / state

Ahmedabad Crime: ક્રાઈમબ્રાન્ચના હાથે લાગ્યા 2 મોટા બુકીના 1400 કરોડના હિસાબ, આંકડો 3 ગણો થવાની શક્યતા

author img

By

Published : Feb 4, 2023, 5:42 PM IST

Updated : Feb 4, 2023, 7:21 PM IST

Ahmedabad Crime: ક્રાઈમબ્રાન્ચના હાથે લાગ્યા 2 મોટા બુકીના 1400 કરોડના હિસાબ, આંડકો 3 ગણો થવાની શક્યતા
Ahmedabad Crime: ક્રાઈમબ્રાન્ચના હાથે લાગ્યા 2 મોટા બુકીના 1400 કરોડના હિસાબ, આંડકો 3 ગણો થવાની શક્યતા

અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે (Ahmedabad Crime Branch) ગુજરાતના 2 મોટા બુકીના કરોડો રૂપિયાના હિસાબ ઝડપી પાડ્યા છે. જોકે, હવે આ આંકડો ત્રણ ગણો થાય તેવી શક્યતા (Account of Gujarat Big Bookie ) દેખાઈ રહી છે.

આરોપીઓ સામે LOC જાહેર કરવાની કામગીરી શરૂ

અમદાવાદઃ અમદાવાદ ક્રાઈમબ્રાન્ચને એક મોટી સફળતા હાથ લાગી છે. ક્રિકેટ સટ્ટાના જૂગારનો સૌથી મોટો કેસ ક્રાઈમ બ્રાન્ચના હાથે લાગ્યો છે. જેમાં સટ્ટાનો હિસાબ 100-200 નહીં, પરંતુ હજારો કરોડોમાં હોવાનું સામે આવ્યું છે. ગુજરાતના 2 મોટા બૂકી રાકેશ રાજદેવ ઉર્ફે આર આર અને ટોમી પટેલ ઉર્ફે ઊંઝાની સર્કિટ હાઉસમાં એક સિઝનમાં 1,400 કરોડનો સટ્ટો ખેલવામાં આવ્યો હોવાનો ખૂલાસો થયો છે, જેનો હિસાબ ક્રાઈમ બ્રાન્ચના હાથે લાગ્યો છે.

આ પણ વાંચો ખેતમજૂરોને ખેલાડી બનાવી IPL જેવી ટુર્નામેન્ટ યોજી, રશિયામાં રમાડ્યો કરોડોનો સટ્ટો

ભારતમાં સટ્ટો ગેરકાયદેસર છતાં રમાય છેઃ ક્રિકેટ હોય કે પછી અન્ય કોઈ ગેમ તેના ઉપર સટ્ટા લાખો કરોડો રૂપિયાની રકમના લાગતી હોય છે, પરંતુ ભારતમાં સટ્ટો રમવો એ ગેરકાયદેસર હોવાથી તેની સામે સતત કાર્યવાહી કરવામાં આવતી હોય છે. શહેર પોલીસ અવારનવાર નાનામોટા સટ્ટોડિયાઓની ધરપકડ કરીને કાર્યવાહી કરતી હોય છે, પરંતુ અમદાવાદ શહેર ક્રાઈમબ્રાન્ચના હાથે મોટો કેસ લાગ્યો છે.

દુબઈથી ચાલે છે નેટવર્કઃ ખાસ કરીને બૂકીઓ દ્વારા ડમી એકાઉન્ટ બનાવીને એપ્લિકેશન સાથે તેને કરીને એકાઉન્ટમાં રૂપિયા જમા કરવામાં આવે છે અને ગુજરાતમાંથી હવાલા દ્વારા ટ્રાન્ઝેક્શન કરીને રોજના 5થી 7 કરોડ એક લાઈનના હોય જે અલગઅલગ બુકીના હોય છે અને બુકીઓ હંમેશા ફાયદામાં જ રહેતા હોય છે. રિકવરી એજન્ટ પણ આ સટ્ટાથી કરોડો રૂપિયા કમાતા હોય છે. તેઓ દ્વારા નાનામાં નાના દેશની પણ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડવામાં આવતો હોય છે, જેમાં સેશન, રન, હારજીત પર સટ્ટો રમાડવામાં આવે છે. ખાસ કરીને બૂકી દ્વારા દુબઈથી સમગ્ર નેટવર્ક ચલાવવામાં આવતું હોય છે.

આરોપીઓ વિદેશમાં મેળવી લે છે રૂપિયાઃ આ સમગ્ર મામલે ક્રાઈમબ્રાન્ચે એલઓસી એટલે કે, લૂકઆઉટ સર્ક્યૂલર નોટિસ પણ જાહેર કરવાની તૈયારીઓ હાથ ધરી છે. મહત્વનું છે કે, પ્રાથમિક તપાસમાં આ સમગ્ર મામલે 5 જેટલા લોકોના નામ સામે આવ્યા છે, જે આરોપીઓ ભારતની બહાર દુબઈ જેવા દેશમાં વૈભવી જીવન જીવીને ત્યાંથી બેઠાં બેઠાં કરોડો રૂપિયા ટ્રાન્સફર કરીને વિદેશમાં મેળવી લે છે.

સટ્ટોડિયાઓ ખાસ કોડવર્ડનો ઉપયોગ કરે છેઃ આ સમગ્ર મામલે સટોડિયાઓ દ્વારા રોકડ રકમના વ્યવહાર માટે ખાસ પ્રકારના કોડવર્ડનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં એક લાખ રૂપિયા માટે એક કિલો અને એક કરોડ રૂપિયા માટે ચિકન જેવા શબ્દોનો ઉપયોગ કરીને તેમજ અલગ અલગ દેવી દેવતાઓના નામે બનાવેલા ગ્રુપમાં ઓનલાઇન સટ્ટો રમાડવામાં આવતો હોય છે.

આ પણ વાંચો Cricket Betting Racket : મહેસાણા SOGએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સટ્ટો રમાડવાનું રેકેટ ઝડપ્યું

આરોપીઓ સામે LOC જાહેર કરવાની કામગીરી શરૂઃ અમદાવાદ શહેર ક્રાઈમબ્રાન્ચના ડીસીપી ચૈતન્ય મંડલીકે ETV Bharat સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, રાકેશ રાજદેવ ઉર્ફે આર આર અને ટોમી ઊંઝા 11 બેન્ક એકાઉન્ટ મારફતે કરવામાં આવેલો 1,400 કરોડ રૂપિયાના સટ્ટાનો હિસાબ અમને મળ્યો છે. હાલ હવાલા અને દુબઈમાં ડમી નામે બનાવેલા બેન્ક એકાઉન્ટની વિગતો સામે આવી છે. તેમની સામે LOC પણ જાહેર કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. તપાસમાં હજી આ રકમ ત્રણ ગણી વધે તેવી પૂરેપૂરી શક્યતા છે. તો આ મામલે મળી આવેલા તમામ બેન્ક એકાઉન્ટની વિગતો મેળવી તેનું FSL કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Last Updated :Feb 4, 2023, 7:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.