ETV Bharat / state

ખેતમજૂરોને ખેલાડી બનાવી IPL જેવી ટુર્નામેન્ટ યોજી, રશિયામાં રમાડ્યો કરોડોનો સટ્ટો

author img

By

Published : Jul 12, 2022, 5:07 PM IST

Updated : Jul 12, 2022, 5:32 PM IST

મહેસાણા જિલ્લામાંથી સટ્ટાનો (Mehsana Betting Case SOG Raid) વિચારતા કરી મૂકે એવો કેસ સામે આવ્યો છે. દરોડા પાડતી વખતે પોલીસ પણ સમગ્ર કાંડ જાણીને ચોંકી ગઈ હતી. જેમાં ગામના ખેતરમાંં ખેતમજૂરોને ક્રિકેટ મેચ રમાડીને રશિયામાંથી પૈસા ખંખેરવાનું નેટવર્ક તૈયાર કરાયું હતું.

ખેતમજૂરોને ખેલાડી બનાવી IPL જેવી ટુર્નામેન્ટ યોજી,રશિયામાં રમાડ્યો કરોડોનો સટ્ટો

મહેસાણાઃ ક્રિકેટ મેચ અને સટ્ટા વચ્ચેનું અંતર ખૂબ નજીવું છે. સાવ સામાન્ય કહી શકાય એવી મેચમાં પણ ભાવ નક્કી થઈ જાય અને સોદો પણ પડી જાય. પણ એક ફોનના ઈશારે રશિયામાં સટ્ટો રમાડીને કોઈ કરોડો ખંખેરી શકે ખરા? એ પણ ફોરેન કરંસીમાં. ક્રાઈમની દુનિયામાં ઈતિહાસમાં પહેલી વખત બની હોય (First Time Mehsana SOG) એવી ઘટના મહેસાણામાંથી સામે આવી છે. મહેસાણા SOGએ (Mehsana SOG Gujarat) આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સટ્ટાના (International Betting Network) નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. જેમાં મુખ્ય સુત્રધાર સહિત ચાર શખ્સોની (Mastermind Betting Case) ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે, જે 21 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી એ હકીકતમાં ખેતમજુર હતા.

ખેતમજૂરોને ખેલાડી બનાવી IPL જેવી ટુર્નામેન્ટ યોજી, રશિયામાં રમાડ્યો કરોડોનો સટ્ટો

આ પણ વાંચોઃ ચોરી કરવા ચડેલા ચોરને ભાગવું મુશ્કેલ બન્યું, ચોથા માળે લટકી ગયો જુઓ વીડિયો

આવી રીતે ચાલતું નેટવર્કઃ વડનગરના મોલીપુર ગામે 21 લોકલ ખેલાડીઓ વચ્ચે T20 મેચ રમાતી. જેનું લાઈવ પ્રસારણ યુટ્યુબમાં બ્રોડકાસ્ટ થતું. જ્યારે રશિયામાં આ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાતો. આ માટે મોલીપુર પાસે આવેલા ધરોઈ કેનાલ નજીક ગુલામભાઈ મસીભાઈનું ખેતર ઉપયોગમાં લેવાયું હતું. સોએબ અબ્દુલ વાળાએ આ ખેતર ભાડે રાખ્યું હતું. જેમાં ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવી બે ટીમ બનાવી હતી. ગ્રાઉન્ડમાં અતિ આધુનિક કહી શકાય એવું કેમેરાસેટઅપ ગોઠવાયું હતું. જેના થકી મેચનું શુટિંગ કરીને વીડિયો કાસ્ટિંગ કરીને CRICHEROES નામની એપ્લિકેશન થકી લાઈવ પ્રસારણ કરાતું. જેમાં મેચ જોવા માટે ખાસ રજીસ્ટ્રેશન કરવું પડતું હતું.

ફોન કરે એટલે વિકેટ પડેઃ આ સમગ્ર લાઈવ બ્રોડકાસ્ટની જવાબદારી ઉત્તર પ્રદેશના મેરઠના મોહમ્મદ સાકિબ રિયાજુદ્દીનને સોંપવામાં આવી હતી. જે પોતાનું ટેલિગ્રામ (સોશિયલ મીડિયા એપ્લિકેશન) ઓપન કરી રશિયામાં બેઠેલા સટ્ટોડીયા આશિફ મોહમ્મદ સાથે ચેટિંગ કરતો. જે ખરેખર ચિટિંગ હતું. પછી એની સૂચના અનુસાર એમ્પાયર કોલું મહમદ અબુબકર અને સાદીક અબ્દુલ મજીદ દાવડા બાઉન્ડ્રી મારવી કે વિકેટ ખેરવી એની સૂચના આપતો. 15 દિવસથી આવી ક્રિકેટ મેચ ચાલતી હતી. આ સમગ્ર નેટવર્ક સોએબ દાવડા અને રશિયાના શકુની આશિફ મહમદના ઈશારે ચાલતું હતું.

આ પણ વાંચોઃ એવું તે શું માંગી લીધું પત્નીએ કે પતિએ એક ઝાટકે ત્રણ તલાક આપી દીધા

ખેલાડીઓને પૈસા મળતાઃ આ સમગ્ર કેસમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે, મેચ રમનારા કોઈ ખેલાડી કે, ક્રિકેટની તૈયારી કરનારા યુવાનો ન હતા. આ તમામ ખેતમજુર હતા. જેને દૈનિક ધોરણે રૂપિયા 400 ચૂકવવામાં આવતા. આ સમગ્ર કાંડ પાછળ ભેજાબાજ શોએબનો પ્લાન હતો. જે રશિયાના લોકોને કહેતો કહેતો કે, ગ્રાઉન્ડ પર મોટી મોટી ટીમ રમી રહી છે. આરોપી શોએબ ત્રણ મહિલા પહેલા રશિયાની મુલાકાતે ગયો હતો. જ્યાં ક્લબમાં જઈ તેણે સટ્ટો રમ્યો હતો. મહેસાણામાં આવો કાંડ કરીને રશિયાના લોકોને ખંખેરવાનું વિચાર્યું અને પ્લાન બન્યો.

ઈચ્છે એવું પરિણામઃ 15 દિવસથી રમાતી મેચમાં આ શખ્સો ઈચ્છે એવું પરિણામ આવતું. ટૂંકમાં તમામ મેચ ફિક્સ હતી. રશિયાથી ઓર્ડર આવે કે આઉટ એટલે વિકેટ પડે, એ કહે બાઉન્ડ્રી એટલે ફોર આવે. લાઈવ પ્રસારણ દરમિયાન પણ 30 યાર્ડ સર્કલ જ દેખાડવામાં આવતું હતું. પ્રસારણમાં માત્ર એમ્પાયર, બોલર, બેટ્સમેન, વિકેટકીપર તથા આસપાસ રહેલા ખેલાડીઓ જ દેખાડવામાં આવતા. કેટલાક લોકો મેચ જોવા આવ્યા છે. કઈ દિશામાં બોલ ગયો કેચ થયો કે નહીં એ અંગે કંઈ દેખાડવામાં આવતું ન હતું. કારણ કે સંપૂર્ણ ગ્રાઉન્ડ દેખાડવામાં આવે તો રશિયાના લોકોને આશંકા જાય.

આ પણ વાંચોઃ યમુના નદીમાં ચાર યુવાનો ડૂબી જતા ત્રણના મૃતદેહ મળ્યા,આ રીતે થઈ ઓળખ

રશિયાના લોકો માની ગયાઃ રશિયાના લોકો મહેસાણાના ગ્રામ્ય વિસ્તારમાં રમતી આ મેચને મોટી માનવા લાગ્યા હતા. દરરોજની બેથી ત્રણ મેચ રમાડવામાં આવતા હતા. વર્ક પરમીટ પર ગયેલા શોએબ રશિયામાં આ અંગે પ્લાન બનાવ્યો હતો. ત્રણથી ચાર મહિના તે રશિયામાં રોકાયો હતો. જે પછી આશિફ મોહમદના પરીચયમાં આવ્યો હતો. શોએબને દર મહિને 1 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું. મેરઠના સૈફી મોહમદ સાકીબને રૂપિયા 30,000 પ્રસારણ રાઈટ્સ લેખે આપવાનું નક્કી થયું હતું. આ સમગ્ર કેસ અંગેની ચોક્કસ બાતમી જમાદાર નરેશ માધુભાઈ, કોન્સ્ટેબલ અબ્દુલ ગફાર સૈયદઅલી, સંજયકુમાર ડાહ્યાભાઈ અને ધરમસિંહ મહાદેવાળાને મળી હતી. જેના પગલે SOG PI ભાવેશકુમાર રાઠોડના પ્લાન હેઠળ PSI વી.એન.રાઠોડ સહિતનો કાફલો ખેતરે પહોંચ્યો હતો.

આરોપીઓના નામઃ દાવડા શોએબ અબ્દુલ, મોલીપુર, મસ્જિદવાસ, તાલુકોઃ વડનગરનો રહેવાસી, સૈફી મહમદ રિયાજુદ્દિન, ઉત્તર પ્રદેશના મેરઠમાં આવેલા ટિન્ડેલ વિસ્તાર, મકાન નં.27નો રહેવાસી, કોલું મહમદ અબુબકર, મોલીપુર, ઉચાળોવાસ તાલુકો વડનગરનો રહેવાસી. દાવડા સાદિક અબ્દુલ મોલપુર તાલુકા વડનગરનો રહેવાસી છે.

Last Updated : Jul 12, 2022, 5:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.