ETV Bharat / state

આગામી ચૂંટણીમાં કોંગ્રેસ ક્યાંય શોધી નહીં મળે : સી.આર.પાટીલ

author img

By

Published : Dec 25, 2020, 8:15 AM IST

પ્રદેશ ભાજપની ચિંતન બેઠક યોજાયા બાદ જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક છે. ત્યારે ગુજરાતનું સૌથી મોટું કોર્પોરેશન જે શહેરમાં આવેલું છે. તે અમદાવાદ શહેરની ભાજપની ચિંતન બેઠક યોજાઇ ગઈ. જેમાં બપોરે શરૂ થયેલી આ બેઠક લગભગ રાત્રિના આઠ વાગ્યા સુધી ચાલી હતી. આ બેઠકમાં સાંસદો, ધારાસભ્યો, કોર્પોરેટર સહિત ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

આગામી ચૂંટણીમાં કોંગ્રેસ ક્યાંય શોધી નહીં મળે : સી.આર.પાટીલ
આગામી ચૂંટણીમાં કોંગ્રેસ ક્યાંય શોધી નહીં મળે : સી.આર.પાટીલ

  • અમદાવાદ શહેર ભાજપની ચિંતન બેઠકમાં સી.આર.પાટીલ ઉપસ્થિત
  • અમદાવાદ શહેરના વિકાસ કાર્યોને લઈને મેળવી માહિતી
  • ભાજપનો કાર્યકર ધીરજવાન હોવો જોઈએ : સી.આર.પાટીલ

અમદાવાદ : પ્રદેશ ભાજપની ચિંતન બેઠક યોજાયા બાદ જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક છે, ત્યારે ગુજરાતનું સૌથી મોટું કોર્પોરેશન જે શહેરમાં આવેલું છે તે અમદાવાદ શહેરની ભાજપની ચિંતન બેઠક યોજાઇ ગઈ. જેમાં બપોરે શરૂ થયેલી આ બેઠક લગભગ રાત્રિના આઠ વાગ્યા સુધી ચાલી હતી. આ બેઠકમાં સાંસદો, ધારાસભ્યો, કોર્પોરેટર સહિત ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

આગામી ચૂંટણીમાં કોંગ્રેસ ક્યાંય શોધી નહીં મળે : સી.આર.પાટીલ

અમદાવાદ શહેરમાં પેજ કમિટીનું કાર્ય સારુ

સાંજના સમયે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ કાર્યકરોને માર્ગદર્શન આપવા બેઠકમાં જોડાયા હતા. સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, પેજ કમિટીને લઈને અમદાવાદ શહેરમાં સારું કાર્ય થયું છે. અમદાવાદ શહેર કોર્પોરેશનમાં ભાજપ જ્યારે સત્તામાં રહ્યું છે, ત્યારે પ્રગતિના કેવા કાર્યો થયા છે. તે વિશે તેમને માહિતી મેળવી.

સી.આર.પાટીલની ભાજપના કાર્યકરોને શાનમાં સમજણ

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને વર્ષોથી જે કાર્યકરો હોય એ ટિકિટ માંગશે જ, તેમજ વિજેતા કોર્પોરેટરો પણ ફરીથી ટિકિટની માંગ કરે તેમાં નવાઈ નથી. ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે શાનમાં ભાજપના કાર્યકરોને જણાવ્યું હતું કે, ભાજપનો કાર્યકાર ધીરજવાન હોવો જોઈએ.

આગામી ચૂંટણીમાં કોંગ્રેસ ક્યાંય શોધી નહીં મળે : સી.આર.પાટીલ
આગામી ચૂંટણીમાં કોંગ્રેસ ક્યાંય શોધી નહીં મળે : સી.આર.પાટીલ
13 હજાર કરતા વધુ ગામડાઓમાં વડાપ્રધાનનું સંબોધન લોકો સાંભળશે

સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, 25 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે દેશને સંબોધન કરશે અને કૃષિ કાયદા ઉપર બોલશે. ત્યારે ગુજરાત 13 હજારથી વધુ ગામો અને 15 હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં આ સંબોધન સાંભળવામાં આવશે. વડાપ્રધાનનું સંબોધન ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો સૌ સાંભળશે. આ ઉપરાંત ભાજપના કાર્યકરો ખેડૂતોને કૃષિ કાયદા ઉપર માહિતી આપશે.

ભાજપ સરકારમાં ખેડૂતોની આવક 16 ગણી વધી

ગુજરાત રાજ્ય ખેડૂત આંદોલનમાં સક્રિય નથી. ગુજરાતમાંથી કેટલાક ખેડૂતો દિલ્હી આંદોલનમાં ગયા છે, તે વાત કોંગ્રેસે ઉપજાવી કાઢેલી છે. સી.આર.પાટીલ ઉમેર્યું હતું કે, કોંગ્રેસના રાજમાં ખેડૂતોની આવક 9000 કરોડ હતી. જ્યારે અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળમાં ખેડૂતોની આવક 1.5 લાખ કરોડ જેટલી થઈ છે.

આગામી ચૂંટણીમાં કોંગ્રેસ શોધી નહીં મળે : સી.આર.પાટીલ

અમદાવાદમાં જ્યારે કોર્પોરેશનની ચૂંટણીમાં 48 વોર્ડ છે અને આ વખતે પણ ચૂંટણી એક તરફ જ રહે તેવી સંભાવના છે. ત્યારે સી.આર પાટીલે કોંગ્રેસ ઉપર નિશાન તાકતા જણાવ્યું હતું કે, આ ચૂંટણીઓમાં કોંગ્રેસ ક્યાંય શોધે પણ નહીં મળે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.