ETV Bharat / state

CISF જવાનની સમયસર સારવારના કારણે આધેડનો જીવ બચ્યો

author img

By

Published : Dec 21, 2022, 11:44 AM IST

Updated : Dec 21, 2022, 3:53 PM IST

CISF જવાનનો વીડિયો વાયરલ
CISF જવાનનો વીડિયો વાયરલ

અમદાવાદ એરપોર્ટ પર CISF જવાનની સમયસર સારવારના કારણે એક વ્યક્તિનો જીવ બચ્યો (cisf saved passenger life BY CPR) હતો. ડોમેસ્ટિક એરપોર્ટ પર હૈદરાબાદ જઈ રહેલા આધેડની અચાનક તબિયત લથડી હતી. તેમની તબિયત લથડતાં CISF જવાને પ્રાથમિક સારવાર(CISF personnel saved life by giving first aid) આપી હતી. સમયસર સારવારના હિસાબે જીવ બચી જતાં આધેડે CISFના જવાનનો આભાર માન્યો હતો.

CISF જવાનની સમયસર સારવારના કારણે આધેડનો જીવ બચ્યો

અમદાવાદ: લોકો એરપોર્ટ, લગ્નમાં, નોકરી કરતા હોય તે સ્થળે અચાનક મેડીકલ ઈમરજન્સીની જરૂર પડતી હોય છે. અનેક લોકો સમયસર સારવાર ન મળતાં જીવ ગુમાવતાં હોય છે. જ્યારે અમુક લોકોને સમયસર સારવાર મળતાં નવજીવનને (Timely treatment of people saved their lives) પામતાં હોય છે. અમદાવાદ એરપોર્ટ પર એવો જ એક બનાવ બન્યો હતો (cisf saved passenger life BY CPR).

પ્રાથમિક સારવાર આપી બચાવ્યો જીવ: અમદાવાદ એરપોર્ટ પર આધેડને અચાનક છાતીમાં દુઃખાવો અને ગભરામણ થતા એરપોર્ટ પર હાજર CISFના જવાન દ્વારા તાત્કાલિક આધેડને પ્રાથમિક સારવાર આપી (cisf saved passenger life BY CPR) જીવ બચાવ્યો હતો. ત્યારે સમયસર સારવાર મળતા આધેડનો જીવ બચી જવા પામ્યો હતો. આધેડે CISFના જવાનનો આભાર માન્યો હતો.આધેડને સારવાર આપતો CISF જવાનનો વીડિયો વાયરલ થયો હતો.

આ પણ વાંચો: અભિનંદન ગુજરાત ! સૂર્યમંદિર અને વડનગરનો યુનેસ્કોની વર્લ્ડ હેરિટેઝની સંભવિત યાદીમાં સમાવેશ

એરપોર્ટ પર અચાનક બેભાન: સામે આવેલી માહિતી પ્રમાણે, ડોમેસ્ટિક એરપોર્ટ પર ઇન્ડિગોની મુંબઇ જતી ફ્લાઇટમાં 69 વર્ષના નારાયણ ચૌધરી તેમના પત્ની સાથે હૈદરાબાદ જઈ રહ્યા હતા. તેઓ એરપોર્ટ પર સિક્યોરિટી ચેકિંગ કરાવી બેઠા હતા ત્યારે તેમને અચાનક જ ગભરાટ થઇ હતી. તેઓ ખુરશી પરથી નીચે પડી ગયા હતા. જે જોતાં સબ ઇન્સ્પેક્ટર કપિલ રાઘવ અને દિનેશ ચૌહાણ મદદ માટે દોડી આવ્યા હતા અને તેમણે નારાયણ ચૌધરીને સીપીઆર આપતાં તેઓ ભાનમાં આવ્યા હતા. સમયસર સારવાર મળતા આધેડનો જીવ બચી ગયો હતો.

આ પણ વાંચો: રખડતા ઢોરના ત્રાસ મુદ્દે HCમાં સુનાવણી, નક્કર કાર્યવાહી કરવાની એડવોકેટ જનરલની ખાતરી

Last Updated :Dec 21, 2022, 3:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.